ETV Bharat / state

રાજપીપળામાં શાળાની માન્યતા રદ, વિદ્યાર્થીઓ મુશ્કેલીમાં મુકાયા - GUJARATI NEWS

નર્મદા: જિલ્લા શિક્ષણઅધિકારીએ GSL સ્કૂલના બાળકોને રાજપીપળાના વડીયાની માય સેનેન સ્કૂલમાં સમાવેશ કરવા આદેશ કર્યો છે. શિક્ષણ નિરીક્ષકને શાળાના બાળકોને અન્ય શાળામાં સમાવેશ કરવા અધિકૃત કર્યા છે.

રાજપીપળામાં GSL પબ્લીક સ્કૂલની નોંધણી રદ્દ
author img

By

Published : Jun 28, 2019, 2:19 PM IST

રાજપીપળાની GSL પબ્લિક સ્કૂલની માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાની નોંધણી રદ કરતો હુકમ રાજ્ય શિક્ષણ શાખા તરફથી નર્મદા જિલ્લા શિક્ષણઅધિકારીએ લેખિતમાં હુકમ કરતા ખળભળાટ મચી ગયો છે. જૂન 2019ના નવા શૈક્ષણિક સત્રના પ્રારંભે જ આ હુકમ થતા વાલીઓ અને વિદ્યાર્થીઓ પણ દ્વિધામાં મુકાયા છે. જયારે અગત્યની બાબત તો એ છે કે શાળાની નોંધણી રદ થતા આ શાળાના શિક્ષણ બોર્ડ દ્વારા ફાળવાયેલ ઈન્ડેક્સ નંબર પણ રદ થઈ ગયો છે. હવે ધોરણ 10 અને 12ના વિદ્યાર્થીઓની બોર્ડની પરીક્ષા માટે ફોર્મ ભરવામાં મુશ્કેલી થશે. શાળા અપીલમાં જઈ અને સ્ટે લઇ આવશે તો બોર્ડના વિદ્યાર્થીઓએ બીજી સ્કૂલમાં જઈ પરીક્ષા આપવી પડશે જે બાબતને લઈને વાલીઓ અને વિદ્યાર્થીઓ મુશ્કેલીમાં મુકાયા છે.

નર્મદા જિલ્લા શિક્ષણઅધિકારીએ ગુજરાત સ્પિનર્સ ચેરીટેબલ ટ્રસ્ટ પ્રમુખ તથા GSL પબ્લિક સ્કૂલના આચાર્યને સંબોધીને બીજો એક પત્ર લખ્યો છે. જેમાં જણાવ્યું છે કે શાળાની નોન ગ્રાંન્ટેબલ માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાની નોંધણી રદ્દ કરી છે. તો શાળામાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓને નજીકની રાજપીપળા વડિયા ગામની માય સેનેન સ્કૂલમાં તાત્કાલિક અસરથી દાખલ કરી એનો રેકોર્ડ આપવા જણાવ્યું છે. નોંધણી રદ્દ થયા બાદ પણ જો અમાન્ય શાળા ચાલુ રખાશે તો કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે.

જ્યારે બીજી બાજુ નર્મદા જિલ્લા શિક્ષણઅધિકારીએ GSL સ્કૂલના વિદ્યાર્થીઓને માય સેનેન શાળામાં સમાવેશ કરવા અને અમાન્ય શાળા જો ચાલુ હશે તો તેમની વિરુદ્ધ FIR કરવા શિક્ષણ નિયામક ડી.બી.વસાવાને અધિકૃત કર્યા છે. સાથે એમ પણ જણાવ્યું છે કે શાળાના વિદ્યાર્થીઓના વાલીઓ જો તે સિવાય અન્ય શાળામા પ્રવેશ લેવા માંગતા હોય તો સંકલનમાં રહી યોગ્ય કાર્યવાહી પણ કરાશે. વિદ્યાર્થી ઈચ્છે એ શાળામાં જઈ શકશેની પણ વાત કરી છે.

આ બાબતે શાળા સંચાલકો કંઈ પણ કહેવા તૈયાર નથી. પરંતુ, તેઓ સરકારના આ નિર્ણયને પડકારી અપીલમાં ગયા છે ની વાત કરે છે. બાળકોના હિતને ધ્યાને લઈને અપીલમાં સ્ટે મળશે તો પણ જો અધવચ્ચેથી બીજા સત્રમાં ફરી આવવાને લઇને પણ વાલીઓ હાલમાં મુશ્કેલીમાં મુકાયા છે.

  રાજપીપળા GSL પબ્લીક સ્કૂલ નોંધણી રદ્દ થતા બોર્ડના ઈન્ડેક્સ નંબરો પણ રદ : ધોરણ 10 અને 12 ના વિદ્યાર્થી બોર્ડની પરીક્ષા ફોર્મ કેવી રીતે ભરશે ?

નોંધણી રદ છતાં જો શાળા ચાલુ રાખશે તો સંચાલકો સામે FIR સહીત કાયદેસરની કાર્યવાહી કરવાની જિલ્લા શિક્ષણાધિકારીની ચીમકી

નર્મદા જિલ્લા શિક્ષણાધિકારીએ જીએસએલ સ્કૂલના બાળકોને રાજપીપળાના વડીયાની માય સેનેન સ્કૂલમાં સમાવેશ કરવા આદેશ કર્યો,શિક્ષણ નિરીક્ષકને શાળાના બાળકોને અન્ય શાળામાં સમાવેશ કરવા અધિકૃત કર્યા.

 રાજપીપળાની  જીએસએલ પબ્લિક સ્કૂલની માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાની  નોંધણી રદ કરતો હુકમ રાજ્ય શિક્ષણ શાખા તરફથી નર્મદા જિલ્લા શિક્ષણાધિકારીએ લેખિતમાં હુકમ કરાતા ખળભળાટ મચી ગયો છે,જૂન 2019ના નવા શૈક્ષણિક સત્રના પ્રારંભે જ આ હુકમ થતા વાલીઓ અને વિદ્યાર્થીઓ પણ દ્વિધામાં મુકાયા છે. જયારે અગત્યની બાબત તો એ છે કે શાળાની નોંધણી રદ થતા આ શાળાનો શિક્ષણ બોર્ડ દ્વારા ફાળવાયેલ ઈન્ડેક્સ નંબર પણ રદ થઇ ગયો છે, હવે ધોરણ 10 અને 12 વિદ્યાર્થી ઓ ની બોર્ડની પરીક્ષા માટે ફોર્મ ભરવામાં મુશ્કેલી થશે શાળા અપીલમાં જઈ સ્ટે લાવશેતો પણ બોર્ડના વિદ્યાર્થીઓએ બીજી સ્કૂલમાં જઈ પરીક્ષા અપાવી પડશે જે બાબતને લઈને વાલીઓ અને વિદ્યાર્થીઓ મુશ્કેલીમાં મુકાયા છે.  

નર્મદા જિલ્લા શિક્ષણાધિકારીએ ગુજરાત સ્પિનર્સ ચેરીટેબલ ટ્રસ્ટ પ્રમુખ તથા જીએસએલ પબ્લિક સ્કૂલના આચાર્યને સંબોધીને બીજો એક પત્ર લખ્યો છે. જેમાં એમ જણાવ્યું છે કે આપની શાળાની નોન ગ્રાન્ટેબલ માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાની નોંધણી રદ્દ કરી છે.તો આપની શાળામાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓને નજીકની રાજપીપળા વડિયા ગામની માય સેનેન સ્કૂલમાં તાત્કાલિક અસરથી દાખલ કરી એનો રેકોર્ડ એમને આપો.નોંધણી રદ્દ થયા બાદ પણ જો અમાન્ય શાળા ચાલુ રખાશે તો કાયદેસરની કાર્યવાહીના કરવામાં આવશે. બીજી બાજુ નર્મદા જિલ્લા શિક્ષણાધિકારીએ જીએસએલ સ્કૂલના વિદ્યાર્થીઓને માય સેનેન શાળામાં સમાવેશ કરવા અને અમાન્ય શાળા જો ચાલુ હશે તો એમની વિરુદ્ધ પોલીસ કેસ/એફ.આઈ.આર કરવા શિક્ષણ નિયામક ડી.બી.વસાવાને અધિકૃત પણ કર્યા છે,સાથે સાથે એમ પણ જણાવ્યું છે કે શાળાના વિદ્યાર્થીઓના વાલીઓ જો એ સિવાય અન્ય શાળાના પ્રવેશ લેવા મંગતા હોય તો સંકલનમાં રહી યોગ્ય કાર્યવાહી પણ કરાશે. જો વિદ્યાર્થી વાળી ઈચ્છે એ શાળામાં જઈ શકશે ની પણ વાત કરી છે. 

આ બાબતે શાળા સંચાલકો કાંઈ કહેવા તૈયાર નથી પરંતુ તેઓ સરકારના આ નિર્ણય ને પડકારી અપીલ માં ગયા છે, ની વાત કરે છે અને મુદત મંગાશે બાળકોના હિત ને ધ્યાને લઈને અપીલમાં સ્ટે મળેતો પણ જો અધવચ્ચે બીજા સત્રમાં ફરી આવું કઈ થયું તો બાળકો ને ક્યાં લઇ જવા કહી વાલીઓ પણ હાલ મુશ્કેલીમાં મુકાયા છે. 

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.