ETV Bharat / state

STSangamam : કેવિડયામાં સૌરાષ્ટ્ર તમિલ સંગમ યાત્રીઓનું ભવ્ય સ્વાગત, મોંમાંથી સરી પડ્યાં આવા શબ્દો

સૌરાષ્ટ્ર તમિલ સંગમના યાત્રિકોની સફર આજે વડોદરાથી એકતાનગર કેવડિયા આવી પહોંચી છે. 20થી 30 એપ્રિલ સુધી યાત્રિકો તબક્કાવાર એકતાનગરનો પ્રવાસ કરશે. કલેક્ટર શ્વેતા તેવતિયા અને સ્ટેચ્યૂ ઓફ યુનિટીના મુખ્ય કારોબારી અધિકારી ઉદિત અગ્રવાલ દ્વારા ટેન્ટસિટી ટુમાં કેવિડયામાં સૌરાષ્ટ્ર તમિલ સંગમ યાત્રીઓનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું છે

STSangamam : કેવિડયામાં સૌરાષ્ટ્ર તમિલ સંગમ યાત્રીઓનું ભવ્ય સ્વાગત, મોંમાંથી સરી પડ્યાં આવા શબ્દો
STSangamam : કેવિડયામાં સૌરાષ્ટ્ર તમિલ સંગમ યાત્રીઓનું ભવ્ય સ્વાગત, મોંમાંથી સરી પડ્યાં આવા શબ્દો
author img

By

Published : Apr 20, 2023, 6:42 PM IST

કેવડિયા : સૌરાષ્ટ્ર તમિલ સંગમ કાર્યક્રમ હેઠળ યાત્રીઓનો એક કાફલો નર્મદા જિલ્લાના કેવડિયા એકતાનગર આવી પહોંચ્યો છે. અહીં તેમનું ઉષ્માભેર અને પરંપરાગત અને ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું. જેથી ગુજરાતી સૌરાષ્ટ્ર તમિલ યાત્રિકોનો અનોખો સંગમ દ્રશ્યમાન થયો છે. એક ભારત શ્રેષ્ઠ ભારતના મંત્રનો ભાવ સૌના દિલમાં જાગી ઉઠ્યો હતો.

ભવ્ય સ્વાગત : સૌરાષ્ટ્ર તમિલ સંગમ કાર્યક્રમ અંતર્ગત આજે નર્મદા જિલ્લાના એકતાનગર કેવડિયા ખાતે 300 યાત્રિકોનો પ્રથમ પડાવ ટેન્ટસિટી ટુ ખાતે વડોદરાથી બસ મારફતે આવી પહોંચ્યો હતો. તમિલનાડુના યાત્રિકોનો છોટાઉદેપુરના સાંસદ ગીતાબેન રાઠવા, નાંદોદના ધારાસભ્ય ડૉ. દર્શનાબેન દેશમુખ, દૂધધારા ડેરી ભરૂચ અને ધારીખેડા સુગર ફેક્ટરીના ચેરમેન ઘનશ્યામભાઈ પટેલ, જિલ્લા કલેકટર શ્વેતા તેવતિયા, સ્ટેચ્યૂ ઓફ યુનિટીના મુખ્ય કારોબારી અધિકારી ઉદિત અગ્રવાલ તથા જિલ્લા સંગઠનના હોદ્દેદારો, પદાધિકારીઓ અને અધિકારીઓ દ્વારા ઉમળકાભેર પુષ્પગુચ્છ અને ફુલ આપી પ્રત્યેક યાત્રિકોનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું.

આ પણ વાંચો ST Sangamam in Somnath : સૌરાષ્ટ્ર તમિલ સંગમ માટે આવેલા યાત્રીઓ ફર્યા ફેર ફૂદરડી

કેમ છો બોલતાં થયાં યાત્રીઓ : આ પ્રસંગે તમિલનાડુ અને ગુજરાતના કલાકારો દ્વારા સંગીતમય રીતે ઢોલ, નગારા, શરણાઈ અને પરંપરાગત નૃત્ય દ્વારા ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું. યાત્રિકો અને કલાકારો ઉત્સાહ ઉમંગ સાથે ઝૂમી ઉઠ્યા હતા. તમિલ યાત્રિકોએ ગુજરાતીમાં કેમ છો મજામાં છો બહુ મઝા આવી,નમસ્તે તેમ બોલીને ખુશી વ્યક્ત કરી આનંદનો અપાર પ્રેમ પ્રગટ કર્યો હતો. સોમનાથ, દ્વારકા ત્યારબાદ એકતાનગરના આવકારથી યાત્રીઓ ભાવવિભોર બન્યા હતાં.

યાત્રિકો તબક્કાવાર એકતાનગરનો પ્રવાસ કરશે

સ્ટેચ્યૂ ઓફ યુનિટીની મુલાકાત : ગુજરાતી સૌરાષ્ટ્ર તમિલ યાત્રિકો સરદાર સાહેબની 182 મીટર ઊંચી પ્રતિમા જોતાં જ અરે વાહના શબ્દ તેમના મુખેથી સરી પડ્યા હતા. જંગલ પ્રકૃતિ, નર્મદા ડેમ, ટેન્ટન્સિટી, રસ્તા, ઇન્ફ્રાસ્ટ્રક્ચર, ગુજરાતનો વિકાસ અને વિકાસ મોડેલને નિહાળીને ધન્યતા સાથે એકતા, ભાઈચારાના ભાવ સાથે આ ટૂર મદુરાઈથી શરૂ કરીને યાદગાર બનાવી અવિસ્મરણીય અદભુત નજારો જોઈને મહેમાનોનો ખુશીનો પાર રહ્યો નથી. ગુજરાતના લોકો દ્વારા ઠેર ઠેર રેલવે સ્ટેશન અને યાત્રાધામ સ્થળોએ સ્વાગત સત્કાર કર્યો તેના વર્ણન માટે આ પ્રવાસીઓ પાસે શબ્દો રહ્યા નથી.

આ પણ વાંચો ST Sangamam in Somnath : સૌરાષ્ટ્ર તમિલ સંગમ કાર્યક્રમમાં સ્વરોજગારીને મળ્યું સ્થાન

આભાર ભાવ પ્રગટ કરાયો : આ યાત્રાનો અવસર અને તમિલ સંગમ કાર્યક્રમ થકી સંસ્કૃતિ, કલા, વારસો, ભાષા, ભવ્ય ઇતિહાસ, બોલીને ઉજાગર કરવામાં આ કાર્યક્રમ એક સ્વર્ણિમ પૃષ્ઠ બનીને રહી ગયું છે તેવો આભાર ભાવ પ્રગટ કર્યો હતો. આ પ્રસંગે તમિલ સંગમ કાર્યક્રમના તમિલનાડુના કન્વીનર એ. આર. મહાલક્ષ્મી અને તમિલનાડુના પર્યાવરણ સ્ટેટ પ્રેસિડન્ટ ગોપીનાથજીએ તમિલનાડુ સેલમ અને યુવાયાત્રિકો તેમજ હરેરામ નામના વિદ્યાર્થીએ કાર્યક્રમ સંદર્ભે સરાહનીય પ્રતિભાવ વ્યક્ત કર્યો હતો. એકતાનગર ખાતે આવીને અપાર ખુશી થઈ હોવાનું અભિવ્યક્ત કર્યું હતું.

વિવિધ સ્થળોની મુલાકાત લેશે : આ પ્રવાસીઓ ટેન્ટસિટી ખાતેથી જુદા જુદા ત્રણ ગ્રુપમાં કુલ છ બસમાં સ્ટેચ્યુ ઓફ યુનિટીની આસપાસના વિવિધ પ્રોજેક્ટની મુલાકાત કરશે. જે પૈકી સૌથી પહેલાં એકતાના પ્રતીક એવા એકતા મોલ ખાતે પહોંચીને એક ભારત શ્રેષ્ઠ ભારતના પ્રતીક એકતા મોલમાં આવેલા વિવિધ સ્ટોલ્સની મુલાકાત કરશે. ત્યારબાદ આ પ્રવાસીઓ ત્રણેય ગ્રુપમાં વિશ્વ વન, જંગલ સફારી, પેટઝોન, આરોગ્યવન, મિયાંવાકી, વેલી ઓફ ફ્લાવર, ગ્લોગાર્ડન, એકતા નર્સરી, વિશ્વ વન, ડેમ વ્યુ પોઇન્ટ, સ્ટેચ્યુ ઓફ યુનિટી, પ્રોજેક્શન મેપિંગ શો, નર્મદા આરતી સહિતના વિવિધ સ્થળોની મુલાકાત કરશે. રાત્રિના સમયે સાંસ્કૃતિક કાર્યક્રમનો ટેન્ટસિટી ટુ ખાતે સાંસ્કૃતિક કાર્યક્રમ નિહાળશે.

આ અધિકારીઓની મહેનત : કાર્યક્રમના નોડલ અધિકારી અને જિલ્લાના પ્રાયોજના વહીવટદાર હનુલ ચૌધરી, નાયબ કલેકટર પ્રોટોકોલ અને કાર્યક્રમના સહ નોડલ અધિકારી એન. એફ. વસાવા, નાયબ માહિતી નિયામક અરવિંદ મછાર, પ્રાંત અધિકારી શૈલેષ ગોકલાણી, નાયબ પોલીસ અધિક્ષક વાણી દૂધાત, જયવીરસિંહ ઝાલા, સ્ટેચ્યૂ ઓફ યુનિટીના જનસંપર્ક અધિકારી રાહુલ પટેલ, આઈઆરસીટીસીના અધિકારીઓ, ગુજરાત પ્રવાસન નિગમના અધિકારીઓ સહિત જિલ્લા સંગઠનના હોદ્દેદારો, અધિકારીઓ અને પદાધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતાં.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.