- SOU ખાતે 3 દિવસમાં 50 હજારથી વધુ પ્રવાસીઓએ મુલાકાત લીધી
- સ્ટેચ્યુ ઓફ યુનિટી દિવસેને દિવસે પ્રવાસીઓનો ધસારો
- ક્રુઝની સફર સાથે ડાન્સ અને ડિનરની પણ મોજ માણી શકાશે
નર્મદા : વર્ષ 2018માં 31 ઓકટોબર ના રોજ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ (PM Modi) સ્ટેચ્યુ ઓફ યુનિટીનું લોકાર્પણ કર્યું હતું, ત્યારથી અત્યારસુધીમાં લગભગ 50 લાખથી પણ વધુ પ્રવાસીઓએ સ્ટેચ્યુ ઓફ યુનિટી (Statue of Unity) અને તેની આજુબાજુના પ્રકલ્પોની મુલાકાત કરી છે. હાલ, સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે છેલ્લા 3 દિવસમાં લગભગ 50 હજારથી પણ વધુ પ્રવાસીઓએ મુલાકાત લીધી છે, જયારે સ્ટેચ્યુ ઓફ યુનિટી પર આજે એક જ દિવસમાં બપોર સુધીમાં 20 હજાર પ્રવાસીઓએ (Cruise Boat At Kevadia) મુલાકાત કરી છે.
સ્ટેચ્યુ ઓફ યુનિટી લોકોની પહેલી પસંદ
સ્ટેચ્યુ ઓફ યુનિટી સાથે સાથે જંગલ સફારી પાર્ક, કેક્ટસ ગાર્ડન, બટરફ્લાય ગાર્ડન સહીતના સ્થળોની પણ પ્રવાસીઓ મુલાકાત લઈ રહ્યા છે. દિવાળીના વેકેશન દરમિયાન પહેલા લોકો રાજસ્થાન, ગોવા, મુંબઈ કે પછી જમ્મુ કાશ્મીર સહીતના રાજ્યોમાં ફરવા જવાનું પસંદ કરતા હતા, પરંતુ જ્યારથી સ્ટેચ્યુ ઓફ યુનિટીની લોકપ્રિયતા વધી છે, ત્યારથી ગુજરાત, મહારાષ્ટ્ર, રાજસ્થાન સહીતના રાજ્યોના લોકોની પહેલી પસંદ સ્ટેચ્યુ ઓફ યુનિટી બન્યું છે.
સ્ટેચ્યુ ઓફ યુનિટી પ્રવાસીઓનો ધસારો
દુનિયાની સૌથી ઊંચી પ્રતિમા અને તે પણ ગુજરાતમાં હોઈ તો ગુજરાતના પ્રવાસીઓએ હવે બીજા રાજ્યોમાં જવાનું ટાળીને સ્ટેચ્યુ ઓફ યુનિટી પર ફરવા આવવાનું પસંદ કરી રહ્યા છે. હાલ કોરોના મહામારીમાં રાહત મળી છે, ત્યારે ગુજરાત રાજ્યને સુરક્ષિત રાજ્ય સમજીને પ્રવાસીઓ આવી રહ્યા છે. સ્ટેચ્યુ ઓફ યુનિટી જ નહીં તેની સાથેના બીજા તમામ સ્થળોની પણ પ્રવાસીઓ મુલાકાત લઈ રહ્યા છે.
ક્રુઝમાં ડાન્સ અને ડિનરની મોજ
સ્ટેચ્યુ ઓફ યુનિટી દેશના અન્ય સ્મારકોમાં સૌથી વધુ કમાણી કરતું પ્રવાસન ધામ બન્યું છે, ત્યારે આ દિવાળી વેકેશનમાં પ્રવાસીઓ અહીં ઉમટી રહ્યા છે. આ દિવાળી વેકેશનમાં સ્ટેટ્યૂ ઓફ યુનિટીની વિશેષતા એ છે કે પ્રવસીઓ અત્યાર સુધી સરદાર વલ્લભભાઈની આ વિશાળ પ્રતિમા રસ્તાના માર્ગે અથવા આકાશ માર્ગે જોઈ શકતા હતા, પરંતુ હવે પ્રવાસીઓ આ સ્ટેટ્યૂને જળ માર્ગે પણ નિહાળે છે. પ્રવાસીઓ ક્રુઝમાં બેસીને અનેરો આનંદ મેળવી રહ્યા છે અને પ્રાકૃતિક સૌંદર્ય ધરાવતા આ જિલ્લાની સરાહના પણ કરી રહ્યા છે. આ સાથે પ્રવાસીઓ હવે રાત્રી દરમિયાન ક્રુઝ બોટની મઝા માળવા ઉમટી રહ્યા છે, ત્યારે ક્રુઝ બોટમાં ફરવા આવતા પ્રવાસીઓ માટે બે નવા પોગ્રામનું પણ આયોજન કરવામાં આવ્યું છે, જેમાં ક્લચર પોગ્રામ સાથે પ્રવાસીઓને હવે પોતાની મનગમતી વાનગી જમવા મળશે. આ ઉપરાંત, ક્રુઝની સફર સાથે ડાન્સ અને ડિનરની પણ મોજ માણી શકાશે.
આ પણ વાંચો: