નર્મદાઃ ગુજરાત રાજ્યના પરિવાર અને આરોગ્ય કલ્યાણ વિભાગના અધિક નિયામક નીલમ પટેલે જિલ્લા આરોગ્યની ટીમને સાથે રાખીને આજે ઓચિંતી જિલ્લાના કોવીડ હોસ્પિટલની મુલાકાત લીધી સાથે વાઘપુરા અને ગરુડેશ્વર સામુહિક આરોગ્ય કેન્દ્રની પણ મુલાકાત લીધી હતી.
નીલમ પટેલે જણાવ્યું હતું કે, ખૂબ સારી કામગીરી થઇ રહી છે. જિલ્લામાં કોરોનાના 13 દર્દીઓ હતા તેમાંથી 12 સ્વસ્થ થઈ ગયા છે અને એક જ દાખલ છે અને તેની પણ સ્થિતિ સુધરી રહી છે. જિલ્લામાં અત્યારે 74 દર્દીઓને ફેસિલિટી અને 2,075 હોમ કોરોનટાઇન કરવામાં આવ્યા છે અને 5 તાલુકા પૈકી હજુ તિલકવાડા તાલુકામાં એક પણ કોરોનાનો કેસ નથી તે સારી વાત છે. ઉપરાંત તમામ સાધનો પી પી ઈ કીટ, એન 95 માસ્ક, ટ્રિપલ લેયર માસ્ક, હેન્ડ સેનિટાઇઝર અને દવાઓ પણ પૂરતા પ્રમાણમાં છે.
આરોગ્ય વિભાગ દ્વારા જિલ્લામાં 4 સર્વે પુરા થઇ ગયા છે અને અને પાંચમો તબબકો શરૂ કરવા આવ્યો છે. અત્યાર સુધીમાં જિલ્લામાં 1,367 લોકોના કોરોના સેમ્પલ લેવામાં આવ્યા છે અને 13 દર્દીઓના પોઝેટીવ આવ્યા છે.