9 ઓગષ્ટ 2019ના રોજ નર્મદા ડેમના દરવાજા સૌ પ્રથમ વખત ખોલાયા હતાં, ત્યારથી નર્મદા ડેમ સાઈટના રિવર બેડ-ભૂગર્ભ જળ વિદ્યુત મથક ખાતે આજ દિવસ સુધી સતત 6 યુનિટ વિજ ઉત્પાદન કરી રહ્યા છે, ત્યારે આજે 8 મી સપ્ટેમ્બર સુધી સવારે 8 વાગ્યા સુધીના છેલ્લા 24 કલાક દરમિયાન ભૂગર્ભ જળ વિદ્યુત મથક દ્વારા 27,504 મેગાવોટ વિજ ઉત્પાદન થયું છે.
જ્યારે C.H.P.H કેનાલ હેડ પાવર હાઉસ ખાતે પણ 50 મેગાવોટના યુનિટો મારફત છેલ્લાં 24 કલાક દરમિયાન 4,580 મેગાવોટનું વિજ ઉત્પાદન નોંધાયુ છે, ત્યારે આજે ETV BHARAT સાથે નર્મદા નિગમના ચીફ ઈજેનર પી.સી.વ્યાસે વાતચીત કરતા જણાવ્યું હતું કે, હાલ ડેમની સપાટી 136.17 મીટર છે. જે આટલા વર્ષોમાં ઐતિહાસિક સપાટી પર છે અને સરકાર દ્વારા પણ 138.68 મીટરની મહત્તમ સપાટી છે. જ્યાં સુધી જ ડેમ ભરવામાં આવશે, ત્યારે આગામી સમયમાં ગુજરાતને ચોક્કસ ફાયદો થશે.