આ અંગે નાયબ મુખ્યપ્રધાન નીતિન પટેલે જણાવ્યું હતું કે, નર્મદા નદીમાં પાણીની આવક સારી હોવાના કારણે ડેમ સંપૂર્ણપણે ભરાઈ ગયો છે. અને તેની સપાટી 132ની આસપાસ નોંધાઈ છે. આ સપાટી બુધવારે સાંજ સુધીમાં 132.08 પર પહોંચી જશે. પરંતુ, સામે નદીમાં પણ વધારે પાણી છોડવામાં આવી રહ્યું છે. જ્યારે, પાણીનો સદઉપયોગ કરવા માટે વીજ ઉત્પાદન યુનિટો પણ શરૂ કરવામાં આવ્યાં છે. જેમાં કરોડો યુનિટ વીજ ઉત્પાદન થાય છે.
ગુજરાત રાજ્યને 16 ટકા વીજળી પ્રાપ્ત થઈ છે. જ્યારે, બાકીની વીજળી નિયમ પ્રમાણે મધ્યપ્રદેશ અને મહારાષ્ટ્રને આપવામાં આવી છે. ગુજરાતને મળતી વીજળી બે રૂપિયા પ્રતિ યુનિટ લેખે ગુજરાત સરકારની વીજ કંપનીને વેંચવામાં આવી છે.