ETV Bharat / state

રાજપીપળા તંત્રને લાંછનઃ રોડ ધોવાઈ જતાં સ્થાનિકોએ જાતે જ કર્યુ સમારકામ

નર્મદાઃ રાજપીપળાનો રીંગ રોડ વરસાદમાં ધોવાઈ બિસ્માર બની ગયો છે. આ બાબતે તંત્રને વારંવાર રજુઆત કરવા છતા પણ આ રસ્તાનું સમારકામ ન કરતા કંટાળીને સ્થાનિકોએ સ્વ ખર્ચે રસ્તાનું સમારકામ કરવાનું શરૂ કર્યું છે.

residents started the road repairing work themselves
સ્થાનિકોએ સ્વ ખર્ચે રસ્તાનું સમારકામ કરવાનું શરૂ કર્યું
author img

By

Published : Dec 21, 2019, 11:58 PM IST

જિલ્લામાં ચાલુ વર્ષે 124 ટકા વરસાદ થવાના કારણે નદી અને નાળા સાથે નર્મદા અને કરજણ બંધ પણ છલકાઈ ગયા હતા. જેની સીધી અસર રાજપીપળામાં આવેલી કરજણ નદીના તટ વિસ્તારને થઈ હતી. આ વિસ્તારમાં ધોવાણ થવાને કારણે રાજપીપળાનો પ્રવેશ દ્વાર ગણાતા તલકેશ્વર મંદિરથી રાજપીપળા તરફ જતો રસ્તો ધોવાઈ ગયો હતો.

રાજપીપળા તંત્રને લાંછનઃ રોડ ધોવાઈ જતાં સ્થાનિકોએ જાતે જ કર્યુ સમારકામ

રાજપીપળાના કુંભારવાડા, કાછીયાવાડ અને સ્મશાન ભૂમિ, કરજણ બ્રિજ નીચેથી જતો રોડ રીંગ રોડ તરીકે પ્રખ્યાત છે. અહીંથી જ ખેડૂતો તેમના ખેતરે જાય છે. રાજપીપળાના ઈંટો ભઠ્ઠાના માલીકો માર્ગ પરિવહન માટે આ રસ્તાનો ઉપયોગ કરે છે. હાલ આ રસ્તો બંધ હોવાથી લોકોનું કામ અટકી પડ્યું છે. આ બાબતે તંત્રને વારંવાર રજુઆત કરવા છતા પણ આ રસ્તાનું સમારકામ કરાયું ન હતું.

શનિવારે તંત્રની આડોડાઈથી કંટાળી આખરે સ્થાનિકોએ જાત મહેનત જિંદાબાદ સમજી સ્વખર્ચે જેસીબી બોલાવી આ રસ્તાનું સમારકામ કરવાનું શરૂ કર્યું હતું. તંત્ર આ રસ્તાનું કામ આગળ વધારે તેમજ પ્રોટેક્શન વોલ બનાવી આ રસ્તાને પાકો બનાવે તેવી માગ સ્થાનિકો દ્વારા કરવામાં આવી રહી છે.

Intro:AAPROAL BAY-DESK

નર્મદા જિલ્લા માં ચાલુ વર્ષે 124 ટકા વરસાદ થવાને કારણે નદી અને નાળા છલકાઈ જવા ઉપરાંત નર્મદા અને કરજણ બંધ પણ છલકાયા હતા જેની સીધી અસર રાજપીપલા માં આવેલી કરજણ નદી ના કાઠા વિસ્તાર ને થઈ હતી આ વિસ્તાર ધોવાઈ ગયો હતો જેમાં રાજપીપલા ના હાર્દ સમાં અને રાજપીપલા ના પ્રવેશ દ્વાર ગણાતા તલકેશવર મંદિર થી રાજપીપલા માં જતો રસ્તો ધોવાઈ ગયો હતો Body:આ રસ્તો રાજપીપલા કરજણ બ્રિજ નીચે થી રાજપીપલા ના કુંભારવાડા ,કાછીયાવાડ અને સ્મશાન ભૂમિ એ જતો રીંગ રોડ તરીકે પ્રખ્યાત રસ્તો હતો.અહી થીજ ખેડૂતો તેમના ખેતરે જતા હતા અને અહી આવેલા ઈંટો ના ભ્ઠા ના માલિકો ની ટ્રકો પણ અહી થીજ આવન જાવન કરતી હતી Conclusion:પરંતુ આ રસ્તો બંધ થવા થી આ બધાનું કામ ઠપ થઈ ગયું હતું તંત્ર ને વારંવાર રજુઆત કરવા છતાં આ રસ્તા ની મરામત ના થતા આખરે સ્થાનિકો એ આજે જાતમહેનત જિંદાબાદ કરી સ્વખર્ચે જેસીબી બોલાવી આ રસ્તાની મરામત ચાલુ કરાવી છે.હવે આ સ્થાનિકો ઈચ્છી રહ્યા છે કે તંત્ર આ રસ્તા ની આગળ પ્રોટેક્શન વોલબનાવી આ રસ્તો પાકો બનાવે તો કાયમી રસ્તો બને. 

બાઈટ -01 ગિરિરાજ (સ્થાનિક )
બાઈટ -02 પ્રજ્ઞેશ રામી (સ્થાનિક )
 
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.