- PM મોદી 17 જાન્યુઆરીના રોજ કરાવશે કેવડિયા રેલવે સ્ટેશનનું લોકાર્પણ
- સ્ટેચ્યૂ ઓફ યૂનિટીની સમગ્ર દેશ સાથે રેલવે કનેક્ટિવિટી
- ઇલેક્ટ્રિક ઝડપી રેલનો પ્રારંભ થશે
નર્મદા : વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ડ્રિમ પ્રોજેકટ સ્ટેચ્યુ ઓફ યુનિટી પર પ્રવસીઓને સમગ્ર દેશમાંથી કેવડિયા લાવવા માટે પ્રથમવાર ઇલેક્ટ્રિક ઝડપી રેલનો પ્રારંભ થવા જઈ રહ્યો છે. ત્યારે વડાપ્રધાનના હસ્તે દિલ્હીથી વર્ચ્યુઅલ માધ્યમથી આજે કેવડીયા રેલવે સ્ટેશનના લોકાર્પણ અને નવી રેલવે સેવાઓના પ્રારંભ કરાવશે. જેને લઈને રેલવે વિભાગ અને જિલ્લા વહીવટી તંત્ર સજ્જ બન્યું છે.
પશ્ચિમ રેલવેના GM પણ મુલાકાત કરી તૈયારીઓનું નિરીક્ષણ કર્યું
બે દિવસ પૂવે ભારતીય રેલ બોર્ડના ચેરમેન અને પશ્ચિમ રેલવેના GM પણ મુલાકાત કરી તૈયારીઓનું નિરીક્ષણ કર્યું હતું. આજે રોજ કેવડિયા ખાતે રેલવેનું અને દેશનું પ્રથમ ઇકો ફ્રેન્ડલી રેલવે સ્ટેશનનું ઇ-લોકાર્પણ કરવામાં આવશે. આ કાર્યક્રમની તડામાર તૈયારીઓ પૂર્ણ કરી દેવામાં આવી છે.
શું હશે કેવડિયા લોકાર્પણ કાર્યક્રમ?
- સવારે 11 કલાકે વડાપ્રધાન દિલ્હીથી ઓનલાઇન થશે.
- 11:09 કલાકે પ્રોજેક્ટ સંદર્ભે શોર્ટ ફિલ્મ નિહાળશે.
- 11:12 કલાકે ડભોઇ - ચાણોદ - કેવડિયા રેલવે લાઇન અને રેલવે સ્ટેશનનું લોકાર્પણ થશે.
- આ સમયે દેશમાં આઠ સ્થળો પરથી એક સાથે આંઠ ટ્રેનોનું ફ્લેગ ઓફ થશે.
- 11:15 કલાકે વડાપ્રધાન ઓફ લાઇન થશે.
- પહેલેથી કેવડિયા કોલોની ખાતે હાજર કેન્દ્રીય રેલ પ્રધાન પિયુષ ગોયેલ અને મુખ્યપ્રધાન વિજય રૂપાણી કેવડિયા ખાતે રેલવે સ્ટેશનનું લોકાર્પણ કરવામાં આવશે.
- જે બાદ કેવડિયા કોલોની ખાતે કેન્દ્રીય રેલ પ્રધાન પિયુષ ગોયેલ અને મુખ્યપ્રધાન વિજય રૂપાણી સભાને સંબોધશે.
કઈ કઈ ટ્રેનનું એક સાથે ફ્લેગ માર્ચ થશે
ટ્રેનનું નામ | રૂટ | પ્રવાસનો સમય |
---|---|---|
વારાણસી - કેવડિયા | Varanasi-Kevadiya Express | 14 કલાક |
દાદર - કેવડિયા | Dadar-Kevadiya Express | 6 કલાક |
અમદાવાદ - કેવડિયા | Ahmedabad-Kevadiya Jan Shatabdi Express | 2.30 કલાક |
હજરત નિઝામુદ્દીન - કેવડિયા | Hazrat Nizamuddin-Kevadiya Express | 17 કલાક |
વડોદરા - કેવડિયા | Rewa-Kevadiya Express | 1 કલાક |
ચેન્નાઇ - કેવડિયા | Chennai-Kevadiya Express | 17 કલાક |
વડોદરા - કેવડિયા | Pratap Nagar-Kevadiya MEMU Train | 1.30 કલાક |
કેવડિયા - વડોદરા | Kevadiya-Pratap Nagar MEMU Train | 1.30.કલાક |
વડાપ્રધાનના ડ્રીમ પ્રોજેક્ટ સ્ટેચ્યૂ ઑફ યૂનિટીની સમગ્ર દેશ સાથે રેલવે કનેક્ટિવિટી
PM મોદી 16થી 18 જાન્યુઆરીની વચ્ચે એટલે કે ત્રણ દિવસમાં ગુજરાતમાં 4 પ્રોજેક્ટોનું લોકાર્પણ કરશે. આ અંગે મુખ્યપ્રધાન વિજય રુપાણીએ જણાવ્યું હતું કે, PM મોદી કેવડિયા-વડોદરા વચ્ચેની ટ્રેન સેવાનો શુભારંભ ઉપરાંત કેવડિયા રેલવે સ્ટેશનનું પણ ઇ-લોકાર્પણ કરશે. તેમજ આવતીકાલે એટલે કે 18 જાન્યુઆરીએ અમદાવાદ મેટ્રો ફેઝ-2નો શુભારંભ કરાવશે.
સ્ટેચ્યુ ઓફ યુનિટી પર રેલવે સેવા ટૂંક સમયમાં શરૂ
સ્ટેચ્યુ ઓફ યુનિટી પર રેલવે સેવા શરૂ ટૂંક સમયમાં થશે. આજે મુખ્યપ્રધાન વિજય રૂપાણી દ્વારા જાહેરાત કરવામાં આવી કે, આજે PM મોદી નવી કેવડિયા- વડોદરા રેલવે લાઇન અને કેવડિયા રેલવે સ્ટેશનનો ઇ-લોકાર્પણ કરશે. આ જાહેરાત કરતા કેવડિયા રેલવે સ્ટેશન અને રેલવે લાઈનનું કામ યુદ્ધના ધોરણે ચાલી રહ્યું છે.
નર્મદા દેશનું પ્રથમ ઇકો ફ્રેન્ડલી પ્રથમ રેલવે સ્ટેશન
દેશનું પ્રથમ ઇકો ફ્રેન્ડલી પ્રથમ રેલવે સ્ટેશન નર્મદાના કેવડિયામાં હશે. આ રેલવે સ્ટેશન માં રહેવાની અને જ્યાં સરદાર પટેલની આર્ટ ગેલેરી બનાવવામાં આવશે. કેવડિયા ખાતે 663 કરોડ ખર્ચ થશે. કેવડિયાને જોડતી રેલવે લાઇન ડભોઈ વડોદરા થઈ અને કેવડિયા પહોંચશે. આ રેલવે સ્ટેશન પર અન્ય રેલવે કરતા સરકારે તેના કરતા વધુ પ્રવાસીઓ આવે તેવી આશા છે. આ ટ્રેન ઇલેક્ટ્રિક લાઇન સાથે જોડવામાં આવી છે અને જે એક કલાકમાં કેવડીયા સુધી પહોંચી જશે. છેલ્લા 5 દિવસમાં વડોદરાથી ડભોઇ જેનો ટેસ્ટ દ્વાઈવ પણ કરવામાં આવ્યો છે. જે ટ્રેન પહેલા ટેસ્ટમાં 100 કિમીની ઝડપે દોડવાવામાં આવી છે. ત્યાર બાદ 130 કિમી અને હવે જેને 150 કિમીની ઝડપે દોડાવી ટેસ્ટ કરવામાં આવશે. દેશના પ્રથમ ઇકો ફ્રેન્ડલી રેલવે સ્ટેશનમાં વીજ લાઇન સાથે સોલાર સિસ્ટમ લગાડવામાં આવશે. જેના થકી આખું રેલવે સ્ટેશન સોલારથી ચાલશે. જોકે, હજૂ ડભોઇ થી કેવડિયા વચ્ચે અનેક કામો બાકી છે અને કેવડિયા રેલવે સ્ટેશનનું કામ પણ પૂર્ણ થયું નથી. ત્યારે આજે રાજ્યના મુખ્યપ્રધાન વિજય રૂપાણી દ્વારા જાહેરાત કરવામાં આવી કે, આજ રોજ PM મોદી દ્વારા ઇ-લોકાર્પણ કરવામાં આવશે.
વડોદરાથી કેવડીયા વચ્ચે રેલવે ટ્રેક
કેવડીયા કોલોનીમાં હાલના વડોદરાથી કેવડીયા વચ્ચે જે રેલવે ટ્રેક લગાડવાનો છે તેનું કામ પૂર્ણ થઇ ગયું છે પરંતુ ખાસ કરીને જે વડોદરા અને કેવડિયાને વચ્ચેની જે રેલવેલાઈન છે ત્યાં આવતા ઓવર બ્રિજ પુલના ઘણા કામો હજુ બાકી છે અને એ કામ યુદ્ધના ધોરણે કરવામાં આવી રહ્યા છે. ખાસ કરીને ગભાણા કે જેમાં હજૂ બન્ને છેડા ઉપર ઘણું કામ બાકી છે. આ ઉપરાંત પાસે પણ જે રેલવેની એક ક્રોસિંગ તીલકવાડા નજીક છે. ત્યાં પણ અન્ડર પાસનું કામ હાલમાં યુદ્ધના ધોરણે કરવામાં આવી રહ્યું છે. ત્યારે થોડા દિવસ પહેલાં જ રેલવે વિભાગના જનરલ મેનેજર આવ્યા હતા. જેમને અધિકારીઓ અને કર્મચારીઓને કડક ભાષામાં જણાવ્યું કે, જેટલું બને તેટલું ઝડપથી તમે કામ કરો મારે વહેલી તકે આ કામ પૂર્ણ થઈ જવું જોઈએ. મહત્વની વાત એ છે ચાંદોદ સુધી રેલવે દોડાવી પરિક્ષણ કરાયું પણ હજૂય ચાંદોદથી કેવડિયાનું રેલવે દોડાવી પરિક્ષણ કરવાનું બાકી છે.
PM મોદી ગાંધીનગરના અત્યાધુનિક રેલવે સ્ટેશનનું ઉદ્ઘાટન કરે તેવી શકયતા
આ ઉપરાંત ગાંધીનગરમાં બની રહેલા અત્યાધુનિક રેલવે સ્ટેશનનું મોટા ભાગનું કામ પૂર્ણ થઈ ગયું છે. PM મોદી આવતીકાલે આ રેલવે સ્ટેશનનું વર્ચ્યુઅલ ઉદ્દઘાટન કરે એવી શક્યતા છે. આ રેલવે સ્ટેશન પર જ 300 રૂમની ફાઇવસ્ટાર હોટલ પણ તૈયાર થઈ રહી છે, જેના રૂમમાં બેઠા બેઠા સ્વર્ણિમ સંકુલ અને વિધાનસભા પણ જોઈ શકાશે. આ રેલવે સ્ટેશન દેશનું પહેલું એવું રેલવે સ્ટેશન બનશે. જેમાં પ્રવાસીને પ્રાર્થના કરવા માટે એક વિશેષ રૂમની સુવિધા ઉપલબ્ધ કરાવવામાં આવશે. આ રેલવે સ્ટેશનમાં પ્રાર્થના રૂમ બનાવવામાં આવશે અને પ્રવાસીઓ ટ્રેનની રાહ જોવા સમયે પ્રાર્થના કરી શકે છે. આ સાથે આ રેલવે સ્ટેશનમાં મહિલાઓને તેના બાળકને ફીડિંગ કરાવવા માટે બેબી ફીડિંગ રૂમનું નિમાર્ણ પણ કરવામાં આવ્યું છે.