- ઈકો સેન્સિટિવ ઝોનમાં નર્મદા જિલ્લાના 121 ગામો
- ઇકો સેન્સેટિવ ને કારણે આદિવાસી લોકો અન્યાય થઈ રહ્યો હોવાની રજૂઆત
- ખેડૂતોના હકપત્રકમાં કલમ 1075ની કાચી એન્ટ્રી પાડી દીધી
નર્મદા : ભરૂચના લોકસભાના સાંસદ મનસુખ વસાવાએ મંગળવારે પત્ર લખીને ભાજપ પક્ષમાંથી રાજીનામું આપવાની વાત કરી હતી, ત્યારે બુધવારે કેબિનેટ બેઠક પહેલા મુખ્યપ્રધાન વિજય રૂપાણી સાથે બેઠક કરીને રાજીનામું પરત ખેચ્યું છે. રાજીનામું પરત ખેચવાનું કારણ તેમણે નાદુરસ્ત તબિયતનું ગણાવ્યું છે.એવી પણ ચર્ચા ચાલી રહી હતી કે, મનસુખ વસાવાની નારાજગી માટે અન્ય કારણો જવાબદાર છે. જેમાંથી નર્મદા જિલ્લામાં ઈકો સેન્સિટિવ ઝોન સામે સ્થાનિકોનો વિરોધ મુખ્ય ગણાય છે.
- ઈકો સેન્સિટિવ ઝોન મામલે ખેડૂતો આંદોલનના મૂડમાં
આજે આ સરકારે ફરી અમારી આદિવાસીઓની જમીન પડાવી લેવાનો કિસ્સો હાથ ધર્યો છે. ગરુડેશ્વર તાલુકાના 121 હામ માં ઇકો સેન્સેટિવ ઝોનનો સમાવેશ કરવામાં આવતા આદિવાસીઓના 121 ગામોમાં ભયનો માહોલ સર્જાયો છે કે, જે અમારા ખેડૂતોના હકપત્રકમાં કલમ 1075ની કાચી એન્ટ્રી પાડી દીધી છે. જેને અમને કહ્યું પણ નથી. જેને કારણે અમે હવે આંદોલન કરવા તૈયાર થયા છે.ગ્રામજનો નું કહેવું છે કે, બાળપણ થી લઈ અમારી આખી જિંદગી અમારા ગામમાં અમે કાઢી છે. હવે આ સરકાર અમને ગામમાંથી બહાર કાઢવા અમારા ગામો ને ઇકો સેન્સેટિવ ઝોન સમાવેશ કરી દીધો છે.ગામજનોએ પણ ચિમકી ઉચ્ચારી છે કે જો આ કાયદો રદ નહિ કરે તો અમે આવનારી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીનો બહિષ્કાર કરીશુ.
સરદાર સરોવર નર્મદા માટે લીધેલી જમીનનું વળતર પણ બાકી
નર્મદા જિલ્લાના 121 ગામો ને ઇકો સેન્સેટિવ ઝોનમાં લેવામાં આવતા ગામે ગામથી વિરોધ પ્રદર્શન થઈ રહ્યા છે.સરકાર આ વિસ્તારને પર્યાવરણની દૃષ્ટિએ સંવેદનશીલ ગણવા કટિબદ્ધ છે તો સ્થાનિકો એનો વિરોધ કરી રહ્યા છે.ગ્રામજનોના જણાવ્યા મુજબ 6 ગામના લોકોની જે સરદાર સરોવર નર્મદા ડેમમાં જમીન સરકારે લઈ લીધી તેનું વળતર પણ હજુ સરકારે ચૂકવ્યું નથી. જે માટે 10 વર્ષ થી સરકાર સામે લાગી રહ્યા છે.
ઈકો સેન્સિટિવ ઝોન મુદ્દે ગામજનોનું શું કહેવું
- ઇકો સેન્સેટિવ ઝોનનો સમાવેશ કરવામાં આવતા આદિવાસીઓના 121 ગામોમાં ભયનો માહોલ
- બાળપણ થી લઈ અમારી આખી જિંદગી અમારા ગામમાં પસાર કરી
- સરકારે અમને ગામમાંથી બહાર કાઢવા અમારા ગામો ને ઇકો સેન્સેટિવ ઝોન સમાવેશ કર્યો
- ગામજનોએ પણ ઈકો સેન્સિટિવ ઝોન મુદ્દે ચિમકી ઉચ્ચારી
- કાયદો રદ નહિ કરે તો સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીનો બહિષ્કાર કરીશુ
ભાજપના સાંસદ મનસુખ વસાવાએ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને પત્ર લખી રજુઆત કરી
20 ડિસેમ્બર 2020ના રોજ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને લખેલા પત્રમાં વસાવાએ લખ્યું છે કે ભારતના રાજપત્રના માધ્યમથી નર્મદા જિલ્લાના 121 ગામને ઇકૉ-સેન્સિટિવ ઝોનમાં સામેલ કરવામા આવ્યાં છે. ઝોન જાહેર થતાં સરકારી લોકો ગામના ખેડૂતોની જમીનમાં દખલગીરી કરવા લાગ્યા છે. પત્રમાં મનસુખ વસાવાએ દાવો કર્યો છે કે 121 ગામના રહીશોને કોઈપણ માહિતી આપ્યા વગર અને વિશ્વાસમાં લીધા વગર ઇકૉ-સેન્સિટિવ ઝોન માટેની કાર્યવાહી કરવામાં આવી રહી છે, જેને કારણે લોકોમાં રોષ છે તેમણે વધુમાં લખ્યું છે કે કેન્દ્ર અને રાજ્ય સરકારો દ્વારા ઘોર ઉપેક્ષા થવાના કારણે આદિવાસી સમાજના લોકો દેશની મુખ્ય ધારાથી વિખૂટા પડી ગયા છે. વસાવા માને છે કે ઇકૉ-સેન્સિટિવ ઝોનમાં સામેલ થવાથી આ ગામોની અંદર રહેતા લોકોને મોટી અસર થશે.
ઇકો સેન્સેટીવ મુદ્દે ગણપત વસાવાએ કરી હતી બેઠક
ભાજપ પ્રદેશ અધ્યક્ષ સી. આર પાટીલે સાંસદ મનસુખ વસાવાએ ઇકો સેન્સિટીવના મુદ્દે રાજીનામું આપ્યા હોવાની વાત કરી હતી, ત્યારે મંગળવારે રાજ્યના વન અને પર્યાવરણ વિભાગના કેબિનેટ પ્રધાન ગણપત વસાવાએ પણ ગણતરીની મિનિટોમાં જ વનવિભાગ સાથે ઈકો સેન્સીટીવ ઝોન મુદ્દે બેઠક પણ કરી હતી. સૂત્રોના જણાવ્યા પ્રમાણે ઈકો સેન્સીટીવ ઝોન મુદ્દે પણ નિરાકરણ આવી ગયું હોવાનું પણ સામે આવી રહ્યું છે.
શું છે ઈકો સેન્સિટિવ ઝોન અને તેનાથી નુકશાન
- કેન્દ્ર સરકારે પર્યાવરણ જાળવણી ધારો ઘડ્યો છે. આ ધારા અંતર્ગત ચોક્કસ વિસ્તારોને ઈકો સેન્સિટિવ ઝોન જાહેર કરવાની કેન્દ્ર સરકારને સત્તા મળેલી છે.
- પર્યાવરણની દૃષ્ટિએ લુપ્ત થતી પ્રજાતિ, વન સંપત્તિનું અસ્તિત્વ ટકાવવા તેમજ વધારવા માટે જે-તે સ્થળના આસપાસના અમુક વિસ્તારને પર્યાવરણ માટે સંવેદનશીલ વિસ્તાર જાહેર કરવામાં આવે છે.
- રાષ્ટ્રીય ઉદ્યાનો, વાઈલ્ડલાઈફ પાર્ક વ.ની જાળવણી માટે આવા વિસ્તારોને ઈકો સેન્સિટિવ ઝોન જાહેર કરાય છે.
- ગામના ખેડૂત કે રહેવાસીના હકપત્રમાં 1075ની એન્ટ્રી પડતા હકદાર સહિત ઇકો સેન્સેટિવ ઝોન પણ હકદાર થઇ જાય
- સ્થાનિક ને જો પોતાનું ઘર કે ખેતર વેચવું હોઈ તો સરકાર ની પરમિશન લેવી પડે
- પોતાની મિલકત ને અન્યના નામ પર ન કરી શકે
- સરકાર ધારે ત્યારે જે તે મિલ્કત ને માલિક પાસે થી હક લઈ શક
શુલપાણેશ્વર અભિયારણ્ય અને ઈકો સેન્સિટિવ ઝોન રદ કરવો
હાલમાં આ ઇકો સેન્સેટિવ ઝોનના કાયદા ને લઇ નર્મદામાં યોજાયેલી ખાસ ગ્રામ સભામાં ગરુડેશ્વરની ગોરા ગ્રામપંચાયત થી લઇ સાગબારાની અમિયારા પંચાયત સુધી મોટાભાગની ગ્રામપંચાયતોએ ઈકો સેન્સિટિવ ઝોન રદ કરતો ઠરાવ કર્યો છે. ગ્રામસભા લેવા ગયેલા આધિકારીઓ ને કડવા અનુભવો પણ થતાં ગ્રામસભા અડધી મૂકી જતા રહેવાની પણ ઘટના બની હતી. એક બાજુ સરકાર એમ કહે છે કે, ઈકો સેન્સિટિવ ઝોનથી આદિવાસીઓને કોઈ નુક્શાન નથી.
સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં માઠા પરિણામો ભોગવવા તૈયાર રહેવું
તો બીજી બાજુ ઈકો સેન્સિટિવ ઝોન રદ કરવા માટે ભાજપના સાંસદ મનસુખ વસાવાએ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને પત્ર લખી રજુઆત કરી છે.મનસુખ વસાવાએ કહ્યું કે, જો આદિવાસીઓનો વિકાસ કરવો હોય તો શુલપાણેશ્વર અભિયારણ્ય અને ઈકો સેન્સિટિવ ઝોન રદ કરવું જોઈએ.કોંગ્રેસ,BTP તમામ વિરોધ નોંધાવે છે. તો સરકાર ને શું રસ છે. આ કાયદો લાગુ પાડવામાં એ સમજાતું નથી.આ સાથે કોઈ સરકારની મેલી મુરાદ તો નથી સમાયેલી જેના પર પણ લોકો હાલ શંકા સેવી રહ્યા છે. ત્યારે આ કાયદો રદ્દ થાય તેવી ગામેગામ થી માંગ ઉઠી રહી છે.નર્મદા જિલ્લામાં ઈકો સેન્સિટિવ ઝોન અંગે સમજ આપવા માટે 121 ગામોને લાગતી ગ્રામ પંચાયતમાં ખાસ ગ્રામસભાઓનું 28 ડિસેમ્બરથી 6 જાન્યુઆરી 2021 દરમિયાન આયોજન પણ કર્યું છે.આ ગ્રામ સભાઓમાં આધિકરીઓને રોષ દેખાઈ રહ્યો છે. ગામેગામ ઠરાવો થઇ રહ્યા છે. હવે સરકાર આ કાયદો રદ્દ કરે તેમાં ભલાઈ છે. બાકી આગામી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં માઠા પરિણામો ભોગવવા તૈયાર રહેવું પડશે.
આ પણ વાંચો :
- આદિવાસી સમાજ પર સરકાર રીઝી, 14,106 કરોડ રૂપિયા ફાળવ્યાં
- સ્ટેચ્યુ ઓફ યૂનિટી જમીન સંપાદન: આદિવાસી વિરોધનો મુદ્દો પહોંચ્યો PM મોદી પાસે
- નર્મદાના કેવડિયાના 6 ગામનો ફેન્સીંગ મુદ્દો રાજકીય બન્યો, પૂર્વ મુખ્ય પ્રધાન શંકરસિંહ વાઘેલાએ 6 ગામના લોકો સાથે કરી મુલાકાત
- નર્મદાના 6 ગામના ફેન્સીંગ મુદ્દે ભરૂચ સાંસદને મારી નાખવાની ધમકી મળી