કેવડિયાઃ વડાપ્રધાન નરેન્દ્ર મોદી બે દિવસીય ગુજરાતના (PM Narendra Modi Kevadia) પ્રવાસે છે. આ ગુજરાત પ્રવાસના બીજા દિવસે એટલે કે તારીખ 20 ઑક્ટોબરના રોજ તેઓ કેવડિયા પહોંચ્યા હતા. કેવડિયામાં તેઓ પ્રથમ વખત UNના મહાસીચવ એન્ટોનિયો ગુટેરેસની (UN Antonio Guterres) સાથે ખાસ બેઠકમાં ભાગ લેવાના છે. ખાસ વાત એ છે આ બેઠકમાં અન્ય દેશના રાજદૂતો (An ambassador Meet Kevadia) પણ ભાગ લેવાના છે. કેવડિયા ખાતેથી મિશન લાઈફનું લૉન્ચિગ થશે. ગુજરાત રાજ્યના ઈતિહાસમાં પહેલી વખત એવું બનશે કે, UNના મહાસચીવ ગુજરાતમાંથી કોન્ફરન્સમાં ભાગ લઈ રહ્યા છે.
120 દેશના રાજદૂતઃ એકતાનગર સાથે કુલ 120 જુદા જુદા દેશના રાજદૂત ખાસ હાજરી આપશે. આ કોન્ફરન્સમાં પર્યાવરણ અને સુરક્ષા સંબંધીત મુદ્દાઓની ચર્ચા વિચારણા થશે. વડાપ્રધાન મોદી સાથે ગુજરાતમાં મહાસચીવની આ દ્વીપક્ષીય બેઠક છે. જોકે, આ પહેલા કચ્છમાં દેશભરના DGની મોટી મિટ યોજાઈ હતી. એ પછી કેવડિયાના એકતાનગરમાં આ બીજી મોટી અને આંતરરાષ્ટ્રીય મિટનું આયોજન કરાયું છે.
શું છે મિશન લાઈફઃ તારીખ 1 નવેમ્બરના રોજ ગ્લાસગો ખાતે COP26માં વડાપ્રધાન નરેન્દ્ર મોદી એ "પર્યાવરણ માટેની જીવનશૈલી (LiFE)ની શક્યતાઓ રજૂ કરી હતી, જેમાં વ્યક્તિઓ અને સંસ્થાઓના વૈશ્વિક સમુદાયને LiFEને એક આંતરરાષ્ટ્રીય જન આંદોલન તરીકે શરૂ કરવા માટે મોટી અપીલ કરવામાં આવી હતી. LiFEનો હેતુ તેવી જીવનશૈલી જીવવાનો છે જે આપણી પૃથ્વી સાથે એકરૂપતા સાધે અને તેને નુકસાન ન પહોંચાડે. જેના કારણ પર્યાવરણી સુરક્ષા થાય. "પ્રો–પ્લાનેટ પીપલ" કહેવામાં આવે છે. મિશન LiFE ભૂતકાળ પાસેથી મેળવે છે, વર્તમાનમાં કાર્યન્વિત થાય છે અને ભવિષ્ય ઉપર ધ્યાન કેન્દ્રિત કરે છે. રિડ્યુસ, રિયુઝ અને રિસાઇકલના ખ્યાલ જીવનમાં વણાયેલા છે. આ મિશનનો હેતું પર્યાવરણનું રક્ષણ કરવાનો છે. ભારતમાં વર્ષ-2028 સુધીમાં તમામ ગામડાઓ અને શહેરી સંસ્થાઓમાંથી ઓછામાં ઓછા 80% પર્યાવરણને અનુકળ બનાવવા માટે પાસાઓ તૈયાર કરાવનું મિશન છે.
પર્યાવરણ સુરક્ષાના મુખ્ય ચાર મુદ્દાઓઃ વન ક્ષેત્ર અને વન્યજીવોમાં વધારો, સ્થાપિત ઇલેક્ટ્રિક ક્ષમતામાં વધારો, ઇથેનોલ સંમિશ્રણ લક્ષ્ય પુન:પ્રાપ્ય ઉર્જાનો લક્ષ્યાંક