ETV Bharat / state

પૂર્વ રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે સ્ટેચ્યુ ઓફ યુનિટીની મુલાકાત કરી - Narmada District Collector Himanshu Parikh

ગરૂડેશ્વર ખાતે નિર્ધારિત કાર્યક્રમમાં હાજરી આપવા આવેલા ભારતના પૂર્વ રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે (ramnath kovind statue of unity) આજે એકતાનગર ખાતે અખંડ ભારતના શિલ્પી સરદાર વલ્લભભાઇ પટેલ સાહેબની વિશ્વની સૌથી ઉંચી 182 મીટરની પ્રતિમા સ્થળ સ્ટેચ્યુ ઓફ યુનિટીની મુલાકાત લઇ અતિ વિરાટ સરદાર સાહેબની પ્રતિમાના ચરણોમાં પુષ્પાર્પણ સાથે ભાવવંદના કરી હતી.

પૂર્વ રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે સ્ટેચ્યુ ઓફ યુનિટીની મુલાકાત કરી

author img

By

Published : Dec 24, 2022, 4:05 PM IST

નર્મદાઃ સ્ટેચ્યુ ઓફ યુનિટી પરિસરમાં પૂર્વ રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ આવી પહોંચતા સ્ટેચ્યુ ઓફ યુનિટી ઓથોરીટી (ramnath kovind statue of unity) તરફથી અધિક કલેકટર હિમાંશુ પરીખ દ્વારા (Narmada District Collector Himanshu Parikh) સ્વાગત કરવામાં આવ્યુ હતું. ઉપસ્થિત ગાઇડમિત્ર દ્વારા સંસ્કૃત ભાષામાં શાબ્દિક સ્વાગત કરવામાં આવ્યુ હતુ. ત્યારબાદ પૂર્વ રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે સરદાર સાહેબના જીવનની ઝાંખી કરાવતા પ્રદર્શનની પણ મુલાકાત લીધી હતી.

ખાસ મુલાકાત લીધીઃ પ્રદર્શનમાં સરદાર વલ્લભભાઇ પટેલ સાહેબના જીવન-કવન અંગેનું તસ્વીરી પ્રદર્શન પણ તેઓશ્રીએ રસપૂર્વક નિહાળ્યું હતું. સમગ્ર દેશમાંથી એકત્રિત કરવામાં આવેલ લોખંડમાંથી નિર્માણ કરવામાં આવેલ પ્રતિકૃતિની મુલાકાત લઇ રસપૂર્વક નિરીક્ષણ કર્યું હતું. તેમણે સ્ટેચ્યુ ઓફ યુનિટીની વ્યુઇંગ ગેલેરી ખાતેથી લોકમાતા નર્મદા તથા વિંધ્યાચલ અને સાતપુડાની ગિરિમાળાના દર્શન સાથે પ્રાકૃતિક સૌંદર્યનો નજારો માણ્યો હતો.

પુષ્પાંજલી અર્પીઃ મા નર્મદાના દર્શનથી પવિત્રતાની અલૌકિક ઉંચાઇએ પહોંચ્યાની અનુભૂતિ પણ તેઓશ્રીએ કરી હતી, આ તકે પ્રતિમાના નિર્માણના તકનીકી પાસાંઓ સહિતની જરૂરી વિગતો પૂર્વ રાષ્ટ્રપતિને પૂરી પાડવામાં આવી હતી. ત્યારબાદ અતિ વિરાટ સરદાર સાહેબની વિરાટ પ્રતિમાના ચરણોમાં પુષ્પાંજલી અર્પી અખંડ ભારતના શિલ્પી સરદાર વલ્લભભાઇ પટેલ સાહેબની ભાવવંદના કરી હતી. મુલાકાત દરમિયાન પૂર્વ રાષ્ટ્રપતિ કોવિંદે અત્રે પ્રવાસે આવેલા પ્રવાસીઓ સાથે વાર્તાલાપ કર્યો હતો જેમાં મુંબઇથી આવેલા વયોવ્રુદ્ધ પ્રવાસી કે.એન.મહિડા સાથે ચર્ચા કરી તેમની ક્ષેમ કુશળતાના ખબર અંતર પુછ્યા હતા.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.