ETV Bharat / state

નર્મદા ડેમની સપાટીમાં ધરખમ વધારો, 1 વર્ષ બાદ પ્રથમ વખત પાવર હાઉસ શરૂ

નર્મદા: ગુજરાતની જીવાદોરી સમાન સરદાર સરોવર નર્મદા ડેમની જળ સપાટી વધીને 121.96 મીટરે પહોંચી છે. ડેમમાં ઉપરવાસમાંથી 68023 ક્યુસેક પાણીની આવક થઇ છે. 24 કલાકમાં ડેમની સપાટીમાં 24 સેમીનો વધારો નોંધાયો છે. જેને કારણે હાલ ગુજરાતમાં સિંચાઇ માટે 12872 ક્યુસેક પાણી છોડવામાં આવી રહ્યું છે. ડેમમાં પાણીની સપાટીમાં સતત વધારો થવાના કારણે એક વર્ષ બાદ પ્રથમ વખત વીજ ઉત્પાદ શરૂ થયું છે.

નર્મદા ડેમની સપાટીમાં ધરખ sardar sarovarnNarmada damમ વધારો
author img

By

Published : Jul 24, 2019, 8:17 PM IST

ગુજરાતની જીવાદોરી સમાન સરદાર સરોવર નર્મદા ડેમ ખરેખર ગુજરાતની જીવાદોરી સાબિત થઈ રહ્યો છે. ડેમમાં 1690 MCM પાણીનો લાઇવ સ્ટોરેજ જથ્થો છે. મધ્યપ્રદેશના ઇંદિરા સાગર અને ઓમકારેશ્વર ડેમના ટર્બાઇન ચાલુ કરવામાં આવતા ડેમની સપાટીમાં વધારો થયો છે.

નર્મદા ડેમની સપાટીમાં ધરખમ વધારો, 1 વર્ષ બાદ પાવર હાઉસ ચાલુ

ડેમમાં પાણીની આવક વધતા CHPHના ત્રણ ટર્બાઇન શરૂ કરવામાં આવ્યા છે. છેલ્લા 24 કલકામામાં ડેમમાંથી દરરોજ 2557 મેગાવોટ વીજળીનું ઉત્પાદન થાય છે. મધ્યપ્રદેશ દ્વારા આક્ષેપો કરવામાં આવ્યા હતા કે, ગુજરાતમાંથી વીજળી અમને મળતી નથી. આ આક્ષેપો સાથે રાજકારણ પણ ગરમાયું છે. જેમાં આજે 1 વર્ષ બાદ CHPHના 3 ટર્બાઇન ચાલુ કરવાથી હાલ વીજળીનું ઉત્પાદન સારું કરવામાં આવ્યું છે

3 વર્ષથી બંધ પડેલા RBPH (રિવર બેડ પાવર હાઉસ )નું પણ તંત્ર દ્વારા મેન્ટેનેસ ચાલુ કરવામાં આવ્યું છે. તંત્ર નો દાવો છે કે, 125 મીટરની ઉપર નર્મદા ડેમની સપાટી જશે તો આ RBPHના પાવર હાઉસ પણ શરૂ કરવામાં આવશે. જેનાથી ગુજરાત, મધ્યપ્રદેશ અને મહારાષ્ટ્ર ને વીજળી પુરી પાડવામાં આવશે.

સરદાર સરોવર નર્મદા ડેમની જળ સપાટીમાં વધારો થતાં ગુજરાત તથા ખેડૂતો માટે સારા સમાચાર છે. આવનારા દિવસોમાં ચોમાસુ નબરું રહે તો પણ ગુજરાતને પીવા અને સિંચાઈ માટે પાણી આપવામાં ડેમ સક્ષમ થવા જઈ રહ્યો છે.

Intro:ગુજરાતની જીવાદોરી સમાન સરદાર સરોવર નર્મદા ડેમની જળ સપાટી વધીને 121.96 મીટરે પહોંચી ગઇ છે. ડેમમાં ઉપરવાસ માંથી 68023 ક્યુસેક પાણીની આવક થઇ છે .24 કલાકમાં ડેમની સપાટીમાં 24 સેમીનો વધારો નોંધાયો છે. જેને કારણે હાલ ગુજરાતમાં સિંચાઇ માટે 12872 ક્યુસેક પાણી છોડવામાં આવી રહ્યું છે. Body:હાલ ડેમમાં 1690 એમસીએમ પાણીનો લાઇવ સ્ટોરેજ જથ્થો છે મધ્યપ્રદેશના ઇંદિરા સાગર અને ઓમકારેશ્વર ડેમના ટર્બાઇન ચાલુ કરવામાં આવતા ડેમની સપાટીમાં વધારો થયો છે. સરદાર સરોવર નર્મદા ડેમની જળ સપાટીમાં વધારો થતાં ગુજરાત તથા ખેડૂતો માટે સારા સમાચાર છે.Conclusion:હાલ તો ગુજરાત ની જીવાદોરી સમાન સરદાર સરોવર નર્મદા ડેમ ખરેખર ગુજરાતની જીવાદોરી સાબિત થઈ રહી છે આવનારા દિવસોમાં ચોમાસુ નબરું રહે તોય ગુજરાતને પીવા અને સિંચાઈ માટે પાણી આપવામાં ડેમ સક્ષમ થવા જય રહ્યો છે
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.