રાજપીપળાની પાસે આવેલા વડિયા જકાતનાકાથી દેવનારાયણ સોસાયટી સુધીનો રસ્તો ખરાબ પરિસ્થિતિમાં છે કે, સ્થાનીકોને સોસાયટીની બહાર નીકળી શકાતું નથી. કાચા રસ્તાને લઈને શાળાએ તેમજ કોલેજમાં જતા બાળકોને અવર જવરમાં ખૂબ તકલીફ પડે છે. જિલ્લા કક્ષાએ તેમજ રાજ્ય કક્ષાએ રજુઆત કરી છતાં કોઈ નિરાકરણ આવ્યું નથી. સ્થાનિક રહીશો આ મુશ્કેલી કેટલાક વર્ષોથી વેઠી રહ્યાં છે. જેને લઈને આંદોલન કરવા મજબુર બન્યા હતાં. સોસાયટીના આગેવાન સહીત મોટી સંખ્યામાં સોસાયટીના રહીશો પણ આ હડતાળમાં જોડાયા હતાં.
જકાતનાકાથી વડિયા ગામ વચ્ચે આવેલ રસ્તાની હાલત અત્યંત ખરાબ છે. સોસાયટીના રહીશો રસ્તા વગર ગંભીર સમસ્યાઓનો સામનો કરી રહ્યા છે, ત્યારે તેના નિવારણ માટે 7થી 8 સોસાયટીઓ જ નહિં પરંતુ વાડિયા, કરાંઠા ,થરી સહીતના હજારો લોકો માટે ખુબ રાહત થઇ શકે છે. આ ખુબ અગત્યનો માર્ગ હોય તાત્કાલિક ધોરણે રસ્તો બનાવવો જરૂરી છે.