બાળકનો જન્મ થાય ત્યારે પ્રથમ પગથીયુ આંગણવાડી, બાલમંદીરમાં જાય છે. જેનુ નામ જશોદા ઘર,અને નંદ ઘર સરકારે રાખ્યુ છે. પરંતુ ત્યાં જ સુવિધાનો અભાવ જોવા મળે તો કેવી હાલત થાય? આવી આંગણવાડીઓકે એવી જર્જરિત હાલતમાં 1- 2 આંગણવાડી નથી અને નર્મદા જિલ્લામાં કુલ 952 જેટલી આંગણવાડીઓ છે. જેમાં આજે પણ 60 આંગણવાડીઓ કાચા મકાનમાં ચાલે છે અને 10 થી 12 ઓટલા ઉપર ચાલે છે. નાંદોદ તાલુકા અને ડેડીયાપાડાના અંતરીયાર ગામોમાં આવી વિકટ પરિસ્થિતિ આજે પણ જોવા મળે છે.
નાંદોદ તાલુકાના લાછરસ ગામે આંગણવાડી કાચા ઝુપડામાં ચાલે છે અને જેની છત કે ભોંયતળીયા પણ બરાબર નથી અને ડેડીયાપાડાના થાણા ફળિયામાં આવેલી આંગણવાડી પાસે ભાડાનું કે પોતાનું મકાન નથી અને તે છેલ્લા કેટલાક સમયથી ઓટલા પર ખુલ્લામાં ચાલે છે. જેમાં 57 જેટલા આદિવાસી બાળકો ભણે છે અને શિયાળો ,ઉનાળો અને ચોમાસાની ઋતુમાં કેવી હાલત ચાલે છે. જેથી નવા આયોજનમાં આવી તમામ આંગણવાડીઓનું નવીનીકરણ થાય તે જરૂરી છે.આ અંગે ગ્રામજનો અને અમે પણ કેટલીય રજુઆતો કરી પણ વારંવાર રજુઆતો કરવા છતાં કોઈ સાંભળતું નથી હવે સરકાર નવી આંગણવાની બનાવે એવી વાલિયો પણ માગ કરી રહ્યા છે.
જિલ્લામાં 953 જેટલી આંગણવાડી છે. જેમાં 60 આંગણવાડીઓ કાચા મકાનમાં ચાલે છે અને 10 થી 12 ઓટલા ઉપર ચાલે છે ,જે વાતનો સ્વીકાર નર્મદા જિલ્લા વિકાસ અધિકારી કરતા જર્જરિત મકાનોનું સમારકામ પ્રગતિમાં હોવાનુ જણાવ્યું હતુ અને જમીનોના પ્રશ્નને કારણે ખુલ્લા ઓટલા પર ચાલતી હોવાનુ પણ સ્વીકાર્યુ હતુ.પરંતુ આ બાબતે ડીડીઓ જીન્સી વિલિયમ જણાવ્યું હતુ કે નર્મદા જિલ્લામાં 953 જેટલી આંગણવાડીઓ છે, જે જર્જરિત હાલતમાં છે.આંગણવાડી બનાવવાનો પ્રોજેક્ટ હાથમાં લીધો આજે ONGCને કામ સોંપવામાં આવ્યુ છે, જે કામ ચાલુ છે અને એકદમ સુવિધા સજ્જ બનશે જેનાથી ભારતનું જે ભવિષ્ય છે ,જે આ આંગણવાડીમાં ઉછરી રહ્યુ છે જેમને તમામ સુવિધાઓ આપશે.જે એક આંગણવાડી પાછળ 7 લાખનો ખર્ચ કરવામાં આવ્યો છે, જે ટૂંકસમયમાં પૂર્ણ કરવામાં આવશે.