નર્મદાઃ જિલ્લા ભાજપ પ્રમુખની વરણી મામલે હાલ કાર્યકરો બે અલગ અલગ જૂથમાં વેહેચાઈ ગયા છે. એક જૂથ નવા ચેહરાને તક આપવાની માગ કરી રહ્યું છે, તો બીજું એક જૂથ આ તાલ તમાશા જોઈ સમય પોતાના પત્તા ખોલવાના મૂળમાં છે. આ તમામની વચ્ચે નર્મદા જિલ્લા ભાજપ ઉપપ્રમુખ અશોક પટેલની એક ઓડિયો ક્લિપ સોશિયલ મીડિયામાં વાયરલ થઈ હતી. જેમાં એમણે ભાજપના કોઈ પણ હોદ્દેદારનું નામ લીધા વિના એમની પર ભ્રષ્ટાચારના ગંભીર આક્ષેપો લગાવ્યા હતા.
આ ઓડિયો ક્લિપ વાયરલ થયા બાદ નર્મદા જિલ્લા ભાજપમાં ખળભળાટ મચી ગયો છે. નર્મદા જિલ્લા ભાજપના હોદ્દેદારો ઓડિયો ક્લિપ વાયરલ મુદ્દે જવાબ આપવાનું રીતસરનું ટાળ્યું હતું, તે દરમિયાન ભરૂચના સાંસદ મનસુખ વસાવાએ આ મામલે એમ જણાવ્યું હતું કે, જે લોકો નેગેટિવ વિચારધારા ધરાવે છે, તે લોકોએ સંગઠનમાં કામ નથી કર્યું, અત્યાર સુધી જેમણે પક્ષ વિરુદ્ધ કામ કર્યું છે, પાર્ટીને નુકસાન પહોચાડ્યું છે, એવા લોકો આવુ નિવેદન આપે છે.
જે લોકોએ અત્યાર સુધી ભ્રષ્ટાચાર કરી કોન્ટ્રાકટના મોટા-મોટા કામો કર્યા છે, એવા લોકો અશોક પટેલ સાથે છે અને પડતા પાછળ રહી ભૂમિકા ભજવે છે. જો ભ્રષ્ટાચારના અશોક પટેલ પાસે પુરાવા હોય તો અમને આપે એવું ભાર પૂર્વક જણાવ્યું હતું.
ઉલ્લેખનીય છે કે, નર્મદા જિલ્લા ભાજપ ઉપપ્રમુખ અશોક પટેલની ઓડિયો ક્લિપ વાયરલ થયાની ઘટના જિલ્લા ભાજપમાં જૂથવાદ વકર્યો હોવાની સાબિતી આપે છે.
જયારે નાંદોદ તાલુકા પ્રમુખ અરવિંદ પટેલે વાયરલ ઓડિયો ક્લિપ બાબતે મને કોઈ જાણ નથી કે, ક્લિપ સાંભળી પણ નથી પણ નર્મદા જિલ્લા ભાજપ સંગઠનમાં જૂથનો સ્વીકાર કરતા તેમને કહ્યું હતું કે, હા નર્મદા જિલ્લા ભારતીય જનતા પાર્ટીમાં જૂથવાદ ચાલી રહ્યો છે, સાચી છે પણ સંગઠન નક્કી કરશે કે, કોને સુકાન સોંપવું પણ એવા લોકોને સુકાન સોંપે કે, નર્મદા જિલ્લા પંચાયત, તાલુકા પંચાયત અને આવનારી નગરપાલિકાની ચૂંટણીમાં ભાજપનો ભગવો લહેરાય તેવા લોકોને સુકાન સોંપે છે.
જયારે નર્મદા જિલ્લા ભાજપ ઉપપ્રમુખ અશોક પટેલ જેની ઓડિયો ક્લિપ વાયરલ થઈ છે, જાણવી રહ્યાં છે કે, અમે લોકોએ પાર્ટી સુધી પોંહોચે અને ખાનગી ડિસ્કશન હતી. ભ્રષ્ટાચારીની વાત છે તે તો તાપસના વિષય છે, પાર્ટી માટે બધાએ કામ કર્યું છે અને પાર્ટી પ્રમુખ અને મહામંત્રીમાં પરિવર્તન આવે અને અમને લોકોને પૂછવામાં આવે પ્રાઇવર્ટન એટલા માટે કે, હાલમાં નર્મદા જિલ્લામાં સંગીત ખુરશી ચાલે છે, જે પ્રમુખ છે તે મહામંત્રી અને ફરીથી મહામંત્રીને પ્રમુખ બનાવાય છે અને કોઈ ભ્રષ્ટાચારની કોઈ વાત નથી અને જુના કાર્યકર્તાઓને પૂછો તો દૂધનુ દૂધ અને પાણીનું પાણી થઈ જશે કદાચ ક્લિપિંગમાં કોઈ તોડીમરોડીને પ્રાઇવર્ટના તો જરૂરી છે અને અમે પ્રદેશમાં રજૂઆત કરી છે અને જો પરિવર્તન ના થાય તો આવનારો સમય જ બતાવશે પાર્ટીમાં અસંતોષ તો છે અને સંગઠનના ઘણા કાર્યકર્તાઓ છે.
પ્રદેશ કક્ષાએથી ગુજરાતના તમામ જિલ્લાઓમાં જિલ્લા પ્રમુખોના નામની જાહેરાત નથી કરતી જેમાં નર્મદા જિલ્લો પણ બાકાત નથી, ત્યારે ભાજપ નર્મદા જિલ્લાના ઉપપ્રમુખની ઓડિયો ક્લિપ વાયરલ થતા નરમ જિલ્લા ભાજપમાં ખળભળાટ મચી ગયો છે. આવનારા દિવસોમાં નર્મદા જિલ્લા ભાજપ સંગઠનમાં કોઈ મોટા ફેરફાર નહિ ત્યાં તો જિલ્લા સંગઠનમાં અસંતોષ વધશે. જેનો સામનો નર્મદા જિલ્લા ભાજપે કરવાનો રહેશે.