ETV Bharat / state

નર્મદા જિલ્લાને મળી નવી કોવિડ હોસ્પિટલ હવે દર્દીને વડોદરા સુધી નહીં જવું પડે

નર્મદા જિલ્લામાં કોરોના સારવાર માટે પહેલા સુરત અથવા તો વડોદરા જવું પડતું હતુ અને તેના કારણે દર્દીઓને ઘણી હાલાકીનો સામનો કરવો પડતો હતો. લોકોને ઘર આંગણે સુવિધા મળી રહે તે માટે જિલ્લામાં જ એક પ્રાઈવેટ હોસ્પિટલને કોરોના સારવાર માટેની પરવાનગી આપવામાં આવી છે.

hospital
નર્મદા જિલ્લાને મળી નવી કોવીડ હોસ્પિટલ હવે દર્દી ને વડોદરા સુધી નહીં જવું પડે
author img

By

Published : Apr 16, 2021, 11:29 AM IST

Updated : Apr 16, 2021, 1:23 PM IST

  • નર્મદા જિલ્લામાં શરૂ કરવામાં આવી કોવિના હોસ્પિટલ
  • લોકોને હવે ઘર આંગણે મળી રહેશે સુવિધા
  • હોસ્પિટલ શરૂ થતા દર્દીઓની સારવાર શરૂ

નર્મદા :જિલ્લામાં કોરોના દર્દીઓનો સખત વધારો થઇ રહ્યો છે અને જિલ્લા માં માત્ર એક રાજપીપળા કોવીડ હોસ્પિટલ છે અને નર્મદામાં કોરોના પોઝિટિવના 140 દર્દીઓ સારવાર હેઠળ છે અને રોજના 30 થી 40 દર્દી આવી રહ્યા છે. રાજપીપળા કોવીડ હોસ્પિટલ માત્ર 1 સર્જન 2 MBBS બાકી આયુર્વેદિક અને હોમિયોપેથીક ડોક્ટરોથી ગાડું ગાબડાવાય છે.

મૃત્યુઆંક 15 પર પહોંચ્યો ત્યારે ગંભીર પરિસ્થિત

નર્મદા જિલ્લામાં કોરોના સારવાર માટે વડોદરા સુરત ખાનગી તબીબનો સહારો લેવો પડે છે એટલે આરોગ્ય વિભાગ દ્વારા રાજપીપળાની આનંદ હોસ્પિટલને કોરોનની સારવાર માટે મંજૂરી આપવામાં આવી હતી. હોસ્પિટલ શુક્રવારથી શરૂ કરવામાં આવી છે ત્યારે લોકોને રાજપીપળામાં ખાનગી સુવિધા ઉભી થતા એક રાહત થઇ છે.

નર્મદા જિલ્લાને મળી નવી કોવીડ હોસ્પિટલ હવે દર્દી ને વડોદરા સુધી નહીં જવું પડે

આ પણ વાંચો : નર્મદા નદી સુકાતા એકતા ક્રુઝ બોટ પ્રવાસીઓ માટે બંધ કરાઈ

સુવિધાઓ ઉભી કરવામાં આવી

આનંદ હોસ્પિટલ માં 20 બેડની સુવિધા કરવામાં આવી છે સાથે ICU સાથે વેન્ટિલેટર સુવિધા પણ ઉભી કરવામાં આવી છેય હવે નર્મદા જિલ્લા વાસીઓને રાહત થઇ છે જે માટે સાંસદ મનશુખ વસાવાએ આ હોસ્પિટલ ને પરમિશન આપવા માટે ભલામણ પણ કરી હતી આજે આ ખાનગી હોસ્પિટલમાં શરૂ કરાતાં જ 10 કોરોના દર્દી ને સારવાર મળતા અનેકના જીવ બચ્યા છે

Last Updated : Apr 16, 2021, 1:23 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.