ડેમમાં 5176 mcm લાઈવ સ્ટોકનો જથ્થો સંગ્રહ થઈ રહ્યો છે અને ભરૂચ અને નર્મદા જિલ્લામાં કિનારા વિસ્તારમાં પાણી ભરાવવાની સમસ્યા થઇ હતી. જે માટે તંત્ર એ વધુ પાણીના છોડતા પાણીના સંગ્રહ કરવાનું નક્કી કર્યું છે. જેના કારણે ડેમનું લેવલ 137 મીટર છે તે પણ વધી શકે છે.
મધ્ય પ્રદેશ અને મહારાષ્ટ્રની સાથે સાથે ઓમકારેશ્વર અને ઇન્દિરા સાગર ટર્બાઇન પણ ચાલુ હોવાથી સતત પાણીની આવક થઇ રહી છે. જેથી ભરૂચના કાંઠા વિસ્તારમાં વધુ પાણી ના ભરાય તે માટે ડેમનું સ્ટોરેજ વધારવા તથા વધુ માત્રામાં પાણી ન છોડવાનો તંત્ર એ નિર્ણય કર્યો છે. જો કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું સપનું પણ હતું કે, સ્ટેચ્યુ ઓફ યુનિટીની આજુબાજુ પાણી ભરાશે ત્યારે હાલ સ્ટેચ્યુ ઓફ યુનિટીની પ્રતિમાની આજુબાજુ પણ પાણી ભરાતા આહલાદક નજરાણું સર્જાયું છે.