ETV Bharat / state

સાંસદ મનસુખ વસાવાએ રાજીનામાં અંગે આપી પ્રતિક્રિયા - ભરૂચના સાંસદ મનસુખ વસાવા

ભાજપ સાંસદ મનસુખ વસાવાએ ભાજપ પાર્ટીમાંથી રાજીનામું આપી દેતા ભાજપમાં રાજકીય ભૂકંપ સર્જાયો છે. રાજીનામા પત્ર પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલને મોકલ્યા બાદ તેઓ એકાએક ગાયબ થઈ જતા કાર્યકરો પણ ચિંતિત થયા હતા. મનસુખ વસાવાના રાજપીપળા સ્થિત નિવાસસ્થાને ભાજપ કાર્યકરો ઉમટી પડ્યા હતા. ભાજપના કાર્યકરો માનવા તૈયાર ન્હોતા કે મનસુખ વસાવાએ રાજીનામુ આપ્યું છે.

Mansukh vasava
Mansukh vasava
author img

By

Published : Dec 29, 2020, 6:45 PM IST

Updated : Dec 29, 2020, 7:12 PM IST

  • ભરૂચના સાંસદ મનસુખ વસાવાનું રાજીનામું
  • ભાજપ સાંસદના રાજીનામાને પગલે મોટી સંખ્યામાં રાજીનામા પડવાના એંધાણ
  • મનસુખ વસાવાના રાજીનામાં અંગે ભાજપ પ્રદેશ અધ્યક્ષે પણ પ્રતિક્રિયા આપી

નર્મદાઃ ભાજપના સાંસદ મનસુખ વસાવાએ અચાનક ભાજપ પાર્ટીમાંથી રાજીનામું આપી દેતા ભાજપમાં રાજકીય ભૂકંપ સર્જાયો છે. રાજીનામાનો પત્ર પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલને મોકલ્યા બાદ તેઓ એકાએક ગાયબ થઈ જતા કાર્યકરો પણ ચિંતિત થયા હતા.

  • વસાવા ઘરેથી નિકળી સર્કિટ હાઉસ પહોંચ્યા

આ દરમિયાન ભાજપ સાંસદ મનસુખ વસાવા રાજપીપળા સર્કિટ હાઉસ ખાતે પહોંચ્યા હતા. એમણે જણાવ્યું હતું કે, મારે ભાજપ પક્ષ અને સરકાર સાથે કોઈ નારાજગી નથી. મારી છેલ્લા ઘણા સમયથી નાદુરસ્ત તબિયત રહે છે એ મારા નજીકના મિત્રો પણ એ જાણે જ છે. મેં આ મામલે અગાઉ પાર્ટીમાં પણ જાણ કરી હતી.

  • હું નહીં હોય તો પાર્ટી નહીં ચાલે એવું બિલકુલ નથીઃ મનસુખ વસાવા

મનસુખ વસાવાએ વધુમાં જણાવ્યું હતું કે, નાદુરસ્ત તબિયતને લીધે હું મારા મતવિસ્તારમાં વધુ પ્રવાસ કરી શકું એવી સ્થિતિમાં નથી, મારા વિસ્તારના લોકોના પ્રશ્નો પણ હું હલ કરી શકું એમ નથી. હું ભાજપ પક્ષ અને મારા મત વિસ્તારના લોકોને જો ન્યાય ન આપું તો મારે પક્ષમાં રહેવાનો કોઈ અધિકાર નથી. મને ડૉક્ટરે આરામ કરવાની સલાહ આપી છે. મનસુખ વસાવા નહીં હોય તો પાર્ટી નહીં ચાલે એવું બિલકુલ નથી, પક્ષની તાકાત જ એટલી છે કે કોઈ વ્યક્તિની જરૂર નથી પડતી.

  • ઈકો સેન્સિટિવ ઝોનનો પ્રશ્ન ભારત સરકાર સાથે જોડાયેલો છે

તેઓએ કહ્યું કે, ઈકો સેન્સિટિવ ઝોનનો પ્રશ્ન હલ કરવાની દિશામાં સરકાર પ્રયાસ કરી છે અને વહેલી તકે હલ પણ થઈ જશે. વનપ્રધાન ગણપત વસાવા સાથે પણ મારી ઈકો સેન્સિટિવ ઝોન મુદ્દે વાત થઈ છે. આ પ્રશ્ન ગંભીર છે અને ભારત સરકાર સાથે જોડાયેલો પ્રશ્ન છે. ઈકો સેન્સિટિવ ઝોન સ્થાનિક વહીવટી તંત્રનું ઉતાવળું પગલું હતું પણ સરકાર એ પ્રશ્ન હલ કરશે. હું પક્ષમાંથી રાજીનામુ આપું છું પણ ભાજપ કાર્યકરોને માર્ગદર્શન આપતો રહીશ. હું કોઈ પણ સંજોગે મારું રાજીનામુ પરત નહીં ખેચું. આવનારી તાલુકા જિલ્લા પંચાયત ચૂંટણીમાં પક્ષના લોકોને માર્ગદર્શન આપતો રહીશ. જો પાર્ટી મારું રાજીનામું નહીં સ્વીકારે તો મારું રાજીનામું સ્વીકારવા પાર્ટીને સમજાવીશ. હું મારી ભાજપની વિચારધારા આજીવન નહીં છોડું. હું લોકસભા સાંસદ પદ પરથી પણ સ્પીકરને રૂબરૂ મળી રાજીનામું આપી દઈશ, હું રાજીનામું આપવા બાબતે મક્કમ છું.

સાંસદ મનસુખ વસાવાએ રાજીનામાં અંગે આપી પ્રતિક્રિયા
ઉલ્લેખનીય છે કે, મનસુખભાઇ વસાવાએ નર્મદા જિલ્લાના 121 ગામોને ઈકો સેન્સિટિવ ઝોનમાં સમાવેશનો વિરોધ કર્યો હતો. એમના ઈકો સેન્સિટિવ ઝોન વિરોધના વલણને પગલે કદાચ પક્ષ નારાજ હોય એવી ચર્ચાઓ ચાલી રહી છે.
  • ભાજપ સાંસદે શુ લખ્યું રાજીનામા પત્રમાં?

સાંસદ મનસુખ વસાવાએ પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલને પત્ર લખી જણાવ્યું કે, ભાજપે મને મને ઘણું આપ્યું છે. કેન્દ્રીય નેતાગીરીનો હું આભાર માનું છું. મેં પક્ષ માટે વફાદારી રાખી છે, પક્ષના મૂલ્યો અને જીવનના મૂલ્યો પણ અમલમાં મૂક્યા છે. હું એક માનવી છું, મારી જાણે અજાણે કોઈ ભૂલ થઈ હોય તો, મારી ભૂલના કારણે પક્ષને નુકસાન ન પહોંચે એ કારણોસર હું પક્ષમાંથી રાજીનામું આપું છું. બજેટ સત્ર દરમિયાન લોકસભા સભ્ય પદેથી પણ લોકસભા સ્પીકરને રૂબરૂ મળી રાજીનામું આપીશ.

Last Updated : Dec 29, 2020, 7:12 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.