આ રાઇડ્સ આગામી 15 જૂન પહેલા ચાલુ કરવામાં આવશે. Etv Bharat સાથે ખાસ રેંજ ફોરેસ્ટ ઓફિસર વિરેન્દ્રસિંહ ધરીયાએ જણાવ્યું હતું કે, ઝરવાણી વોટર ફોલ છે, પરતું આ ઝરવાણીને મુખ્ય પ્રવાસીઓનું આકર્ષણ કેન્દ્ર બનાવામાં આવશે અને તેને આ ચોમાસુ શરૂ થતાં પહેલાં ચાલુ કરી દેવામાં આવશે.
વન વિભાગે સ્થાનિક આદિવાસી લોકોને રોજગારી આપવાનું પ્લાનિંગ કર્યું છે જેમાં એક સમિતિ બનાવવા આવશે. જેમાં સ્થાનિક ગામોના યુવાનોને વન વિભાગ દ્વારા તાલીમ આપવામાં આવશે અને જે આ એડવેન્ચર એક્ટિવિટીમાં મદદ રૂપ થશે. સાથે ફૂડકોર્ટ પણ સ્થાનિકોને આપવામાં આવશે. સમગ્ર સંચાલન સ્થાનિક આદિવાસીઓ દ્વારા કરાશે.
શું શું બનશે ઝરવાણી ધોધ પાસે
પ્રવાસીઓ માટે
- ફૂડકોર્ટ
- સ્વદેશી બનાવટોથી સ્પા
- પેરાગ્લાઈડિંગ
- બનજી જંપિંગ,
- રોક ક્લાઇમ્બિંગ
- હાઈજંપ
- ઝીપ લાઈન
સહિતના આકર્ષણો ઉભા કરાશે.