ETV Bharat / state

Maharashtra Governor Visit SOU : ભગતસિંહ કોશિયારીએ સ્ટેચ્યુ ઓફ યુનિટીની મુલાકાત લઈને ખુશી કરી વ્યક્ત - ભગતસિંહ કોશિયારી SOUની મુલાકાતે

મહારાષ્ટ્રના રાજ્યપાલ ભગતસિંહ કોશિયારી (Maharashtra Governor Bhagat Singh Koshyari) આજે નર્મદામાં સ્ટેચ્યુ ઓફ યુનિટીની મુલાકાતે આવ્યા હતા. જ્યાં તેમણે સરદાર સરોવર ડેમ સાઈટની મુલાકાત લઈને તેમણે પોતાનો અભિપ્રાય વ્યક્ત કર્યો હતો. (Bhagat Singh Koshyari Visit Statue of Unity)

Maharashtra Governor Visit SOU : ભગતસિંહ કોશિયારીએ સ્ટેચ્યુ ઓફ યુનિટીની મુલાકાત લઈને ખુશી કરી વ્યક્ત

author img

By

Published : Jan 11, 2023, 10:33 PM IST

મહારાષ્ટ્રના રાજ્યપાલ ભગતસિંહ કોશિયારી સ્ટેચ્યુ ઓફ યુનિટીની મુલાકાતે

નર્મદા : નર્મદા જિલ્લાને મળેલા સ્ટેચ્યુ ઓફ યુનિટીની અમૂલ્ય ભેટ વિશ્વફલક પર આંતરરાષ્ટ્રીય પ્રવાસનનું મુખ્ય કેન્દ્રબિંદુ બની રહ્યું છે. જ્યાં ભારત દેશની એકતા અને અખંડિતતાના પ્રતિક, લોહપુરુષ સરદાર વલ્લભભાઈ પટેલની વિશ્વની સૌથી વિરાટ પ્રતિમા છે, જેની મુલાકાત લઈ મહારાષ્ટ્રના રાજ્યપાલ ભગતસિંહ કોશિયારીએ ધન્યતાનો ભાવ વ્યક્ત કર્યો હતો.

સરદાર વલ્લભભાઈના જીવન પરનું પ્રદર્શન નિહાળ્યું સ્ટેચ્યુ ઓફ યુનિટીના પરિસરમાં આવી પહોંચતા ગાઈડ જુલી પંડ્યાએ રાજ્યપાલ કોશિયારને સમગ્ર સ્ટેચ્યુ ઓફ યુનિટીની વિરાટત્વની ઝીણવટભરી જાણકારી પુરી પાડી હતી. સરદાર વલ્લભભાઈ પટેલના જીવનની ઝાંખી કરાવતા પ્રદર્શનની મુલાકાત કરાવી હતી. જ્યાં તેઓએ સરદાર વલ્લભભાઈ પટેલના જીવન કવન અંગેની તસવીરી પ્રદર્શન રસપૂર્વક નિહાળ્યું હતું.

પ્રાકૃતિક સૌંદર્ય નિહાળી રાજ્યપાલ આંનદિત થયા રાજ્યપાલ ભગતસિંહ કોશિયારીએ 45 માળની ઊંચાઇએ આવેલ સ્ટેચ્યુ ઓફ યુનિટીની વ્યુઇંગ ગેલેરી તેમજ પ્રતિમાના હૃદયસ્થાનેથી વિધ્યાંચલ-સાતપુડા ગિરીમાળાનું પ્રાકૃતિક સૌંદર્ય નિહાળી આનંદિત થયા હતા. વધુમાં રાજ્યપાલે બાળકો સાથે સમય વિતાવી હળવાશની પળો માણી હતી.

આ પણ વાંચો SoUમાં જોવા મળ્યો 75 વિન્ટેજ કારનો જમાવડો, પ્રવાસીઓ માટે આકર્ષણનું કેન્દ્ર

અખંડ ભારતના શિલ્પીની પ્રતિમા અપ્રતિમ છે સ્ટેચ્યુ ઓફ યુનિટીની મુલાકાત પોથીમાં પોતાના પ્રતિભાવો લખતાં રાજ્યપાલે જણાવ્યું કે, માં નર્મદાના કિનારે સાતપુડા અને વિધ્યાંચલના સંગમ પર દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીની પરિકલ્પનાથી નિર્મિત સમગ્ર રાષ્ટ્રને એકસૂત્રમાં બાંધનાર, અખંડ ભારતના નિર્માતાની આ અભૂતપૂર્વ પ્રતિમા અપ્રતિમ છે. જે યુગો યુગો સુધી ભારતને એકસૂત્રમાં બાંધવાનું કામ કરશે એવો ભાવ વ્યક્ત કર્યો હતો.

આ પણ વાંચો સ્ટેચ્યૂ ઓફ યુનિટી ખાતે ઇ રીક્ષામાં આગ, 20 રીક્ષા બળીને ખાખ

રાજ્યપાલને ડેમસાઈટ પર ટેકનિકલી જાણકારી આપી સ્ટેચ્યુ ઓફ યુનિટીની મુલાકાત બાદ રાજ્યપાલે સરદાર સરોવર નર્મદા ડેમની મુલાકાત લીધી હતી. જ્યાં સ્ટેચ્યુ ઓફ યુનિટીના જનસંપર્ક અધિકારી રાહુલ પટેલે ડેમની તકનિકી જાણકારી પુરી પાડી હતી. આ વેળાએ SOU ઓથોરિટીના નાયબ કલેકટર ઉમેશ શુકલાએ રાજ્યપાલ ભગતસિંહ કોશિયારીજીને સ્ટેચ્યુ ઓફ યુનિટીની પ્રતિકૃતિ અને કોફીટેબલ બુક ભેટ આપી હતી. ઉલ્લેખનીય છે કે, સમગ્ર વિશ્વમાંથી દર વર્ષે લાખો લોકો સ્ટેચ્યુ ઓફ યુનિટીના પ્રવાસ આવતા હોય છે. આ ઉપરાંત દેશના સર્વોચ સ્થાન પર બેઠલા લોકો પણ સરદાર પટેલની વિરાટ પ્રતિમા નિહાળીને પોતાના અનુભવ વ્યક્ત કરતા હોય છે. ત્યારે મહારાષ્ટ્રના રાજ્યપાલ યુનિટીની મુલાકાત લઈને ખુશી વ્યક્ત કરી હતી.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.