- વડાપ્રધાનના પ્રોટોકોલને ધ્યાનમાં રાખી બંધ રાખવાનો નિર્ણય લેવાયો હતો
- પ્રવાસનને ધ્યાનમાં રાખીને આ નિર્ણય પાછો ખેંચાયો
- પૂરતી સલામતી સાથે કેવડીયા પ્રવાસીઓ માટે ખુલ્લુ રહેશે
ગાંધીનગર :સ્ટેચ્યુ ઓફ યુનિટી(Statue of Unity) કેવડિયા ખાતે બે દિવસ માટે રાષ્ટ્રીય એકતા દિવસ(National Unity Day)ની ઉજવણી થવા જઈ રહી છે. જેમાં વિવિધ પ્રકારના કાર્યક્રમો અને લોકાર્પણ આ દિવસે વડાપ્રધાનની ઉપસ્થિતિમાં થશે તેવી જાહેરાત કરવામાં આવી હતી. જે હેતુથી સ્ટેચ્યુ પ્રવાસીઓ માટે બંધ રાખવાનું હતું, પરંતુ હવે રાષ્ટ્રીય એકતા દિવસ માટે સલામતીનો પૂરતો બંદોબસ્ત રાખી સ્ટેચ્યુ પ્રવાસીઓ માટે ખુલ્લું રખાશે.
28થી 31મી ઓક્ટોબર દરમિયાન પ્રવાસીઓ મુલાકાત લઈ શકશે
કેવડીયા ખાતે આગામી તા.31 મી ઓકટોબરના રોજ સરદાર પટેલ જન્મ દિવસ(Sardar Patel's birthday)- રાષ્ટ્રીય એકતા દિવસની ઉજવણી થવાની છે. તેને અનુલક્ષીને અગાઉ તા.28 ઓકટોબરથી ત્રણ દિવસ સ્ટેચ્યુ પરિસર પ્રવાસીઓ માટે બંધ રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો. જો કે હાલમાં પ્રવાસનની મોસમ છે. એટલે લોક લાગણીને માન આપીને તા.28 થી 31મી ઓક્ટોબર દરમિયાન ઉપરોક્ત દિવસ માટેના પૂરતા સુરક્ષા બંદોબસ્ત સહિત sou (Statue of Unity)પ્રવાસીઓ માટે ખુલ્લું રાખવાના નિર્ણયની જાહેરાત ત્યાંના મુખ્ય કારોબારી અધિકારી દ્વારા કરવામાં આવી છે. એટલે કે હવે આ દિવસો દરમિયાન પ્રવાસીઓ souની મુલાકાત લઈ શકશે.
પ્રોટોકોલને ધ્યાનમાં રાખી નિર્ણય લેવામાં આવ્યો હતો જે પાછો ખેંચાયો
સરદાર વલ્લભભાઈ પટેલ(Sardar Vallabhbhai Patel)ની જન્મ જયંતિ 31 ઓક્ટોબરે છે. ત્યારે વડાપ્રધાન નરેન્દ્ર મોદી(Prime Minister Narendra Modi)ની ઉપસ્થિતિમાં આઝાદીના અમૃત મહોત્સવ(Amrut Mahotsav of Independence)ના ભાગરૂપે રાષ્ટ્રીય એકતા દિવસની ઉજવણી થવાની છે. જેથી રવિવારે સ્ટેચ્યુ 31મી સુધી બંધ રહેશે તેઓ નિર્ણય પાછો ખેંચવામાં આવ્યો છે. પ્રોટોકોલને ધ્યાનમાં રાખી આ નિર્ણય લેવામાં આવ્યો હતો. જેથી પહેલા ઓનલાઇન ટિકિટ બંધ રાખવા પણ સૂચન કરાયું હતું પરંતુ હવેથી આ નિર્ણય પાછો ખેંચાતા સ્ટેચ્યુ પ્રવાસીઓ માટે ખુલ્લું રહેશે.
આ પણ વાંચોઃ સી-પ્લેન સપ્ટેમ્બરના પ્રથમ પખવાડિયામાં ફરી શરૂ થાય તેવી સંભાવના
આ પણ વાંચોઃ જનશતાબ્દીમાં સરદાર પટેલના વંશજો કેવડિયા જવા રવાના