કેવડિયાથી સ્ટેચ્યુ અને જેની આજુબાજુ બાજુમાં એમ્યુઝમેન્ટ પાર્ક, જંગલ સફારી નેવીગેશન ચેનલ કે, જે નર્મદા નદીમાં બની રહી છે. જેમાં કેપસ્યુલ બોટ દોડશે, ફૂટ કોર્ટ મિરર મેજ, એકતા મોલ, ઓડિટોરિયમ વિગેરે કામો ચાલી રહ્યા છે. જેના માટે કેવડિયાથી સ્ટેચ્યુ સુધી ફોરલેન બની ગયો છે, પરંતુ ટ્રાફિક જામ ન થાય અને રોજના 20 હજારથી વધુ પ્રવાસીઓ આવે તો કોઈ તકલીફ ન પડે એ માટે સર્વિસ રોડ બનાવવાની કામગીરી હાલ ચાલી રહી છે.
આ સર્વે માટે સોમવારે જિલ્લા કલેક્ટર આઈ કે પટેલ, નર્મદા નિગમના અધિક્ષક ઈજનેર આર.જી.કાનુંગો સહિતના આધિકારીઓ હાજર રહી સર્વે કર્યો હતો. વાગડીયા ગામના 20 જેટલા પાકા મકાનો તોડી હટાવવા પડે એવી શક્યતાઓ ઉભી થતા લોકોમાં રોષ વધી રહ્યો છે. બીજીબાજુ આગળ નવા ગામના પણ 45 મકાનો હટાવવાની નોટીસ આપતા ફાફળાટ ફેલાયો છે.