ETV Bharat / state

Jungle safari Kevadia: કેવડિયા જંગલ સફારી પાર્કમાં અલ્પાકા લાંબા પ્રાણીઓએ બચ્ચાને જન્મ આપ્યો - Jungle safari thrills

કેવડિયા જંગલ સફારી પાર્કમાં (Kevadia Jungle Safari Park) અલ્પાકા લાંબા પ્રાણીએ શનિવારના એક બચ્ચાને જન્મ આપ્યો હતો. સ્વરૂપમાં ઊંચાઈવાળા અને ઠંડા પ્રદેશમાં (Cold region) વસવાટ કરતા એવા ઊંટના કુળમાં નવતર પ્રાણીનો જન્મ થયો થયો હતો. ગુજરાતીમાં કહેવત છે ને 'જંગલમાં મંગળ' (There is saying that Mars in the forest). કેવડિયાના ખાસ આકર્ષણોમાં જેનો સમાવેશ થાય છે એવી જંગલ સફારીમાંથી (Jungle safari) આવા જ એક આનંદ અંને મંગળના સમાચાર (Joy and Mars news) આવ્યા છે.

Jungle safari Kevadia: કેવડિયા જંગલ સફારી પાર્કમાં અલ્પાકા લાંબા પ્રાણીઓએ બચ્ચાને જન્મ આપ્યો

author img

By

Published : Dec 19, 2021, 5:31 PM IST

નર્મદા: ગુજરાતીમાં કહેવત છે કે 'જંગલમાં મંગળ' (There is saying that Mars in the forest). બીજું કે માનવ,પક્ષી કે સામાજીક પ્રાણીના (Social Animal) ખોરડે બાળ જન્મ આનંદનો પ્રસંગ ગણાય છે, ત્યારે જંગલ સફારીમાંથી (Jungle safari) આવા જ એક આનંદ અંને મંગળના સમાચાર મળ્યાં છે. અહીં વસી ગયેલા દક્ષિણ અમેરિકાના (South America) મૂળ વતની અલ્પાકાને ત્યાં પારણું બંધાયું છે. ખુબ કિંમતી ઉન જે આપણને કડકડતી ટાઢ સામે રક્ષણ આપે છે. તેના માટે જાણીતા આ નવતર પ્રાણી યુગલને ત્યાં બચ્ચાના આગમનથી જંગલ સફારી રોમાંચિત (Jungle safari thrills) થઈ ઉઠી છે.

જાણો જનસંપર્ક અધિકારી રાહુલ પટેલનું શું કહેવું છે

બાળ અલ્પાકાના બચ્ચાને હર્ષથી વધાવતા જનસંપર્ક અધિકારી રાહુલ પટેલે (Public Relations Officer Rahul Patel) જણાવ્યું કે, દિનપ્રતિદિન જંગલ સફારીનું વાતાવરણ પ્રાણીઓને અનુકૂળ આવતા પ્રાણીની વસ્તીમાં વધારો નોંધાઈ રહ્યો છે. આ બચ્ચાના જન્મ સાથે જ જંગલ સફારીમાં અલ્પાકાની સંખ્યા હવે 4 થઈ ગઇ છે.

સફારીના કર્મયોગી દ્વારા સતત પ્રાણીઓની દેખરેખ અને કાળજી

અગાઉ આ પ્રકારના પ્રાણી સંગ્રહાલયોમાં (Zoo) ફક્ત પક્ષી-પ્રાણી સૃષ્ટિના દર્શન થતા હતાં. હવે અભિગમ બદલાયો છે અને તે પ્રમાણે ગુજરાત માટે નવલા નજરાણા જેવી કેવડિયાની જંગલ સફારી માત્ર પ્રવાસીઓના મનોરંજનનું સ્થળ ન બની રહેતાં હવે તે વન્યજીવોના સંરક્ષણ અને સંવર્ધનનું સ્થળ બન્યું છે. સતત પ્રાણીઓની દેખરેખ અને કાળજી રાખનાર સફારીના કર્મયોગી એવા એનિમલ કીપર અને તબીબો તરફથી યોગ્ય માવજત કરવામાં આવે છે.ઊંટના કુળના આ પ્રાણી દંપતીને સંતાન પ્રાપ્તિથી જંગલ સફારીના છોગામાં જાણે કે એક પીંછુ ઉમેરાયું છે.

Jungle safari Kevadia: કેવડિયા જંગલ સફારી પાર્કમાં અલ્પાકા લાંબા પ્રાણીઓએ બચ્ચાને જન્મ આપ્યો

વર્ષમાં સરેરાશ એકવાર એની બાબરી ઉતારીને ઊન મેળવાય છે

ઊંટ એક સૌમ્ય, શાંત,પ્રેમાળ અને કુતૂહલ વૃત્તિ ધરાવતું પ્રાણી છે, જેને સરળતાથી પાળી શકાય છે. પેરુ અને બોલિવિયાની એન્ડીઝ પર્વતમાળાની ઊંચાઈ પર વસતા લોકો આ પ્રાણીને ઉછેરે છે કારણકે એના ઊન જેવા ગરમ વાળની ખુબ ઊંચી કિંમત હોય છે. વર્ષમાં સરેરાશ એકવાર એની બાબરી ઉતારીને ઊન મેળવવામાં આવે છે. છેલ્લા ૫ હજાર કરતાં વધુ વર્ષોથી એ પ્રદેશના લોકો દ્વારા પ્રાણીનો ઉછેર કરવામાં આવે છે.

જાણો પ્રાણી વિજ્ઞાનનું શું કહેવું છે

પ્રાણી વિજ્ઞાન કહે છે કે, આ પ્રાણીનું પાચનતંત્ર ખૂબ સક્ષમ છે. એટલે ઘેટાં-બકરા જેવા પ્રાણીઓ કરતાં તે કદમાં મોટું હોવા છતાં તેનો ખોરાક એમના કરતાં અડધો છે. નર ત્રણ વર્ષની ઉંમરે અને માદા ૧૪ થી ૧૮ મહિનાની ઉંમરે ગર્ભાધાન માટે પુખ્ત બને છે. તેનું આયુષ્ય અંદાજે ૨૦ વર્ષનું છે. જન્મ સમયે બચ્ચાનું વજન ૭ થી ૮ કી.ગ્રા.હોય છે, જે પુખ્ત વયે વધીને ૭૫ કી.ગ્રા.જેટલું થઈ શકે છે.

આ પણ વાંચો: જંગલ સફારી પાર્કનું પક્ષી ઘર પ્રવાસીઓ માટે બંધ

નર્મદા: જંગલ સફારી પાર્કમાં બોલતા દુમખલ પોપટ બન્યા આકર્ષણનું કેન્દ

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.