ETV Bharat / state

નલિયામાં પ્રધાનમંત્રી આવાસ યોજનાના મકાનો ખંડેર હાલતમાં

નર્મદાના નલિયા ગામના બાંભડાઈ વિસ્તારની સ્વર્ણિમ સોસાયટીમાં પ્રધાનમંત્રી આવાસ યોજનાના આવાસો અને શૌચાલયો ખંડેર હાલતમાં જોવા મળ્યા હતા. આ આવાસોમાં હાલ બાવળના ઝુંડ ઉગી નિકળ્યા છે.

naliya
naliya
author img

By

Published : Sep 28, 2020, 6:46 PM IST

નલિયા: બાંભડાઈ વિસ્તારમાં આવેલી સ્વર્ણિમ સોસાયટી વિસ્તારમાં પ્રધાનમંત્રી આવાસ યોજના હેઠળ મકાનો બનાવવામાં આવ્યા હતા. જ્યા પ્રાથમિક સુવિધાઓના અભાવને પગલે લાભાર્થીઓ રહી શકતા નથી. બંધ હાલતમાં પડેલા આ તમામ આવાસો ખંડેર બની ગયા છે. હજારોના ખર્ચે બનાવેલા આ આવાસોના લાભથી લાભાર્થીઓ વંચિત રહી ગયા છે.

પ્રધાનમંત્રી આવાસ યોજના
પ્રધાનમંત્રી આવાસ યોજના

સ્વર્ણિમ સોસાયટીમાં બનેલા પ્રધાનમંત્રી આવાસ યોજનાના આ આવાસોમાં હાલ બાવળના ઝુંડ ઉગી નિકળ્યા છે. આવાસો સ઼ાથે બનેલા શૌચાલયોમાં પણ બિનઉપયોગી બની રહ્યા છે. આ વિસ્તારમાં પ્રધાનમંત્રી આવાસોનું આમ તો સરકારી રાહે મોટા ઉપાડે ઉદ્દઘાટન કરવામાં આવ્યું હતું અને ખુદ વડાપ્રઘાન નરેન્દ્રભાઈ મોદીએ ઓનલાઈન ઉદ્દઘાટન કર્યુ હતું. ઉદ્દઘાટન બાદ આ વિસ્તારમાં સુવિધાઓ ન હોવાથી લાભાર્થીઓ લાંબા સમય તેનો લાભ લઈ શક્યા નહિ. જેના લીધે આ વિસ્તારમાં હાલ સુનકાર ભાસી રહ્યો છે઼

સ્વર્ણિમ સોસાયટી વિસ્તારમાં રહેણાંક મકાનો ખાલી થવા પાછળ અનેક જરુરી સુવિધાનો અભાવ છે. તે વિસ્તારમાં રસ્તો બનેલો નથી. માટીનો કાચો રસ્તો હોવાથી ચેમાસામાં અહિં આવવું પણ મુશ્કેલ બને છે઼. રોડલાઈટ માટે ગ્રાંટો ફાળવવામાં આવી હતી, છતા પણ અહિં લાઈટો નજરે પડતી નથી઼ અહિંના રહેવાસીઓને આરોગ્ય સુવિધા પુરી પાડવા માટે અહિં આરોગ્ય કેન્દ્ર વેલનેસ સેન્ટરના નામે ઉભુ કરાયુ હતુ. પરંતુ ઉદ્દઘાટન બાદ અહિં અલીગઢી તાળા લાગી ગયા છે. કંપાઉન્ડમાં જવાનો રસ્તો પણ બાવળ ઉગી નિકળવાથી બંધ હાલતમાં છે.

આમ ગરીબોના નામે અને તેમના કલ્યાણ માટે કેન્દ્ર અને રાજ્ય સરકાર દ્વારા મોટી રકમની ગ્રાંટો ફાળવાય છે પણ રહેવાસીઓ માટે પ્રાથમિક સુવિધાઓ વિકસાવવામાં આવતી ન હોવાથી ગ્રાંટોનો કોઈ મતલબ રહેતો નથી.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.