રાજપીપલા શહેરના નદી કાંઠા વિસ્તારમાં પાણી લોકોના ઘરમાં ધુસ્યા છે, ત્યારે 20 મકાનોના રહીશોને સ્થળાંતર કરવામાં આવ્યા છે. જ્યારે કાંઠા ગામોના ખેતરોમાં પાણી ફરી વળ્યાં અને મોટું નુકસાન પહોચ્યું છે. કરજણ કિનારે આવેલ તલકેશ્વર મંદિરના પગથીયા પણ ધોવાઈ ગયા છે.
આ પરિસ્થિત ગંભીર હોવાથી જિલ્લા કલેકટર આઈ.કે પટેલ, ચીફ ઓફિસર, પ્રાંત. મામલતદાર સહિત ટીમો દોડી આવી હતી અને જ્યાં જ્યાં પાણી ભરાયા ત્યાં ટીમો તૈનાત કરવામાં આવી હતી. આ સાથે કરજણ બે કાંઠે હોવાથી પાલિકાની ફાયર ફાઇટરની 5 ટીમો તૈનાત કરી ગણપતિ વિસર્જન અને તાજીયાના ઝુલસ બાદ કરજણમાં ટાઢા કરવામાં આવશે. જેમાં ખાસ તકેદારીની સૂચના પણ આપવામાં આવી છે.