ગ્રામજનોને સરકાર દ્વારા બે વિકલ્પો આપવામાં છે. એક તો તેમની જેટલી જમીન સંપાદિત થઈ છે, તેટલી જ જમીન સરકાર તેમને આપે અથવા તો સંપાદિત જમીનના રૂપિયા 7.5 લાખ પ્રતિ હેક્ટર લેખે વળતર આપવું તથા ગ્રામજનોના પુખ્ત પુત્રને અથવા પુત્ર ન હોય તો અપરણિત પુખ્ત પુત્રીને સેલ્ફ એમ્પ્લોયમેન્ટ માટે પાંચ લાખ રૂપિયા આપવા.
સરકારી પોલિસી પ્રમાણે રહેઠાણ બનાવવા માટે આર્થિક સહાય કરવી. ટ્રાન્સપોર્ટેશન માટે પૈસા આપવા તથા સંપાદિત જમીન પર જો તેઓનું ઘર હોય, તો તેનું પણ વળતર ચૂકવવું. આ ઉપરાંત તેઓને રહેઠાણ માટે 100 સ્કવેર મીટરના પ્લોટમાં 25 સ્કવેર મીટર બાંધકામ કરી આપવું. આ રહેઠાણોને પાકા રોડ રસ્તા ગટર અને પાણીની સુવિધા પૂરી પાડી અને સાથે સાથે પ્રાઇમરી સ્કૂલ અને આંગણવાડીની તથા હેલ્થ કેરની પણ સુવિધા પુરા પાડવામાં આવશે.