ETV Bharat / state

કેબિનેટ પ્રધાન પૂર્ણેશ મોદીએ 'સી પ્લેન' બાબતે શું નિવેદન આપ્યું જાણો તે અંગે... - 'સી પ્લેન' કયારે થશે શરુ

અમદાવાદથી કેવડિયા વચ્ચે ઉડાન ભરનાર સી પ્લેનની સેવા(Sea plane service between Ahmedabad and Kevadia) છેલ્લા 230 દિવસથી ઠપ્પ થઇ ગઇ છે અને લોકો પણ રાહ જોઇ રહ્યાં છે કે કયારે ફરી સવારી કરવાં મળશે. આ બાબત પર તાજેતરમાં જ રાજપીપળા ખાતે આવેલ ભાજપનાં રાજ્યનાં માર્ગ અને મકાન વિભાગના કેબિનેટ પ્રધાન પૂર્ણેશ મોદી(Cabinet Minister Purnesh Modi )એ જણાવ્યું છે કે, આગામી ટૂંક સમયમાં નવા રંગ રૂપ સાથે કેવડિયાથી અમદાવાદ વચ્ચે સી પ્લેનની સેવા જલદીથી શરૂ કરાશે(Sea plane service between Kevadia and Ahmedabad will be started soon).

કેબિનેટ પ્રધાન પૂર્ણેશ મોદીએ 'સી પ્લેન' બાબતે શું નિવેદન આપ્યું જાણો તે અંગે...

author img

By

Published : Nov 14, 2021, 6:13 PM IST

  • કેવડિયાથી અમદાવાદ વચ્ચે સી પ્લેનની સેવા જલદીથી શરૂ કરાશે
  • સેવા ક્યારથી શરૂ કરવામાં આવશે તે બાબતે હજી મૌન
  • સી પ્લેનની સેવા છેલ્લા 230 દિવસથી ઠપ્પ

નર્મદા: આ વખતે અન્ય રાજ્યોના જળાશયોમાંથી કેવડિયા સુધી સી પ્લેન((Sea plane) આવે તેવું પણ આયોજન સરકાર દ્વારા કરવામાં આવી રહ્યું છે. પ્રવાસીઓની માંગને ધ્યાને રાખતા સી પ્લેન જલદીથી ઉડાન ભરશે((Sea plane service between Kevadia and Ahmedabad will be started soon)) તેવું આશ્વાશન રાજ્યનાં માર્ગ અને મકાન વિભાગનાં કેબિનેટ પ્રધાન પૂર્ણેશ મોદી(Cabinet Minister Purnesh Modi)એ આપ્યું છે. આ સેવા ક્યારથી શરૂ કરવામાં આવશે તે બાબતે હજી કોઇ ચોક્કસ સમય આપવામાં આવ્યો નથી.

કેબિનેટ પ્રધાન પૂર્ણેશ મોદીએ 'સી પ્લેન' બાબતે શું નિવેદન આપ્યું જાણો તે અંગે...

50 સીટનું સી પ્લેન શરૂ કરાશે તેનાં પર હાલ સર્વે ચાલું

હાલનાં આ નિર્ણયમાં જણાવવામાં આવ્યું છે કે, ઉત્તર ગુજરાતમાંથી એક, મધ્ય ગુજરાતમાંથી અમદાવાદ સાબરમતી રિવરફ્ન્ટ, કેવડિયા કોલોની અને સુરતનાં પાણીનો કોઝવે આ ચાર જગ્યાએથી કનેક્ટિવિટી કરી સી પ્લેન શરૂ કરવાનું નક્કી કર્યું છે. જે માટેનાં સર્વેનો હુકમ પણ કરી દેવામાં આવ્યો છે જેમાં સુરત, ભુજ, ભાવનગર, રાજકોટ અને અમરેલીની એર કનેક્ટિવિટી પણ થશે તેમજ 9 સીટનું સી પ્લેન શરૂ થશે અને ભુજથી અમદાવાદ 50 સીટનું સી પ્લેન શરૂ કરાશે તેનાં પર હાલ સર્વે ચાલુ છે.

આ પણ વાંચો : અમદાવાદથી સ્ટેચ્યુ ઓફ યુનિટી જોવા 31 ઓકટોબરથી ઉડાન ભરશે ‘સી-પ્લેન’

આ પણ વાંચો : હિન્દૂ ધર્મમાં 'તુલસી વિવાહ' પર્વની ઉજવણી બાબતે જાણો...

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.