ETV Bharat / state

નર્મદા જિલ્લાના ખેડૂતો કમલમ ફ્રુટની ખેતી તરફ વળ્યા - નર્મદામાં કમલમ ફ્રુટની ખેતી

સ્ટેચ્યુ ઓફ યુનિટી ( Statue of Unity ) નજીકના વિસ્તારોના ખેડૂતો માટે સરકાર દ્વારા 15 કરોડની જોગવાઈ કરવામાં આવી છે, ત્યારે નર્મદા જિલ્લાના ખેડૂતો કમલમ ફ્રુટ ( Kamalam fruit )ની ખેતી તરફ વળી રહ્યા છે. ફોરેસ્ટ વિભાગ દ્વારા કમલમ ફ્રુટ(ડ્રેગન ફ્રૂટ )ની ખેતી માટે ખેડૂતના ખેતરોમાં છોડ, ડ્રિપ માટે પાઇપ અને થાંભલા પણ ઉભા કરી આપવામાં આવે છે.

નર્મદા જિલ્લાના ખેડૂતો કમલમ ફ્રુટની ખેતી તરફ વળ્યા

author img

By

Published : Jul 11, 2021, 10:36 PM IST

  • નર્મદાના 300 જેટલા ખેડૂતો કમલમ ફ્રુટની ખેતી કરફ વળ્યા
  • સરકાર દ્વારા ખેડૂતો માટે 15 કરોડની જોગવાઈ કરવામાં આવી
  • ખડૂતોને કમલમ (ડ્રેગન ફ્રૂટ )ની ખેતીમાં બમણો નફો

નર્મદા : કમલમ ફ્રુટ( Kamalam fruit )ની વૈજ્ઞાનિક ઢબની ખેતી તરફ નર્મદા જિલ્લાના 300 જેટલા ખેડૂતો વળ્યાં છે. સ્ટેચ્યુ ઓફ યુનિટી ( Statue of Unity )નજીકના વિસ્તારોમાં આ ખેતી કરવામાં આવી રહી છે. રાજ્ય સરકાર દ્વારા 15 કરોડની જોગવાઈ સ્ટેચ્યુ ઓફ યુનિટી વિસ્તારોના ખેડૂતો માટે કરવામાં આવી છે. નર્મદા જિલ્લાના ખેડૂતો કમલમ ફ્રુટની ખેતી તરફ વળી રહ્યા છે. જોકે, આ ખેડૂતોને સરકાર દ્વારા સહાય પણ આપવામાં આવી રહી છે. ફોરેસ્ટ વિભાગ દ્વારા કમલમ ફ્રુટની ખેતી માટે ખેડૂતના ખેતરમાં છોડ, ડ્રિપ માટે પાઇપ અને થાંભલા પણ ઉભા કરી આપવામાં આવે છે.

નર્મદા જિલ્લાના ખેડૂતો કમલમ ફ્રુટની ખેતી તરફ વળ્યા

આ પણ વાંચો: પૂર્વ વન પ્રધાન જાત મહેનતે જિંદાબાદ, પોતાની 6 એકર ખેતરની ખેતી કરે છે જાતે

અન્ય ખેતી કરતા કમલમની ખેતીમાં બમણો નફો

ખેડૂતને એક પણ રૂપિયાનો ખર્ચ કર્યા વગર ખેતી કરવાની હોય છે અને એનું જે વળતર મળે તે ખેડૂતે જ લેવાનું હોઈ છે. સરકારમાં એક રૂપિયો પણ આપવાનો રહેતો નથી. નર્મદા જિલ્લાના સમારીયા વિસ્તારોના ખેડૂત અને પૂર્વ વનપ્રધાન શબ્દસરણ તડવી જણાવી રહ્યા છે કે, બીજી બધી ખેતી કરતા કમલમની ખેતી ખૂબ લાભદાયી છે અને હાલ અન્ય ખેતી કરતા કમલમ (ડ્રેગન ફ્રૂટ )ની ખેતીમાં બમણો નફો થાય છે. કેવડિયાના આજુબાજુના 300 ખેડૂતોએ આ ખેતી કરી અને નર્મદા જિલ્લાનું વાતવરણ પણ કમલમ ફ્રૂટને અનુકૂળ આવી ગયું છે. જેને કારણે નર્મદામાં મોટા પાયે કમલમની ખેતી તરફ ખેડૂતો વર્યા છે. આજે આ કમલમ ફ્રૂટ તૈયાર થઇ ગયા છે અને જેનો પાક પણ સારો ઉત્તરતા ખેડૂતો ખુશખુશાલ થયા છે.

આ પણ વાંચો: સાંબરકાંઠા: હિંમતનગરના ખેડૂતે ઈઝરાયેલી પદ્ધતિથી 1 એકરમાંથી મેળવ્યું 100 એકર જેટલું ઉત્પાદન

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.