નર્મદા જિલ્લામાં છેલ્લા 5 વર્ષ નો વરસાદે રેકોર્ડ તોડ્યો અને મુશળધાર વરસાદ પડતા ચારે કોર પાણી-પાણી થયું છે. જેમાં કરજણ ડેમના ઉપરવાસમાં ભારે વરસાદ પડતા 1 લાખ 62 હજાર ક્યુસેક પાણી છોડ્યા બાદ કરજણ બે કાંઠે વહેવા લાગી હતી. જેને કારણે કિનારાના નીચાંણવાળા ખેતરોમાં પાણી ભરાયા હતા. નદીકાંઠાના 6 ગામો જે નાંદોદ ના હજરપુરા, નાવર, સિસોદ્રા, રાજપીપળા જેવા ગામોમાં 2000 એકર જમીનનોમાં પાણી ફરી વળતા 10 થી 12 ફુટ ઉંચી કેળ પણ પાણીમાં ગરકાવ થઇ હતી.
હજુ આ ખેતરોમાં પાણી ઓસર્યા નથી, જેથી મોંઘા બિયારણોનો નાશ થયો છે, જ્યારે ખેડૂતોના પાક પણ પાણીમાં ગરકાવ થયો છે. આજે 10 દિવસ બાદ પણ આ પાણી ન ઓસરતાં ખેડૂતો પાયમાલ થયા છે. જેના કારણે નર્મદા જિલ્લા કલેકટરને આવેદન પાઠવી વહેલી તકે ખેડૂતોના ખેતરો માં સર્વે કરવામાં આવે અને યોગ્ય વળતળ ચૂકવવાની માંગ કરી છે.
નર્મદા નદી અને કરજણ નદીના પૂરને કારણે ખેડૂતો અને સ્થાનિકોએ જિલ્લા કલેક્ટર ને રજુઆત કરતા નાયબ જિલ્લા કલેકટર દ્વારા ખેડૂતોને યોગ્ય વરળતર આપવાની ખાતરી તો આપી છે. પરંતુ કરોડો રૂપિયાની જમીન જે ખેતરો ધોવાણ થી નુકશાન થયું છે. જે હવે ખેડૂતો ને આગામી દિવાસો મળશે કે કેમ એ માટે હવે ખેડૂત ચિંતામાં મુકાયા છે. કાંઠાના ગામો ને પણ નુકસાન થયું છે. આ ખેડૂતોની પરિસ્થિતિ ખુબ જ ખરાબ છે. કાણ કે, એક ખેડૂત ને બિયારણ સહિત બીજી મજૂરી સાથે એક લાખ નું નુકસાન થયું છે. બીજીબાજુ જ્યા સુધી સર્વે ના થાય ત્યાં સુધી તેમને બીજું કામ કરી શકાય નહિ જેથી તાત્કાલિક સર્વે થાય અને યોગ્ય વળતર ચૂકવાઈ તેવી માંગ કરી છે.