ETV Bharat / state

વડાપ્રધાનના હસ્તે કેવડીયા રેલવે સ્ટેશન અને 8 નવી ટ્રેનોને લીલી ઝંડી - Statue of Unity

સરદાર વલ્લભભાઇ પટેલની વિશ્વની સૌથી ઉંચી પ્રતિમા સ્ટેચ્યુ ઓફ યુનિટી તથા તેની આસપાસ કેવડીયાના સંકલિત વિકાસના અનેકવિધ પ્રોજેકટ્સ બાદ એક નવા અધ્યાયનો શુભારંભ વડાપ્રધાનના હસ્તે કરવામાં આવ્યો હતો. કેવડીયા ખાતે મુખ્ય માર્ગ ઉપર તૈયાર થયેલા કેવડીયા રેલવે સ્ટેશનના અદ્યતન બિલ્ડીંગનું લોકાર્પણ, ડભોઈ જંકશન તથા ચાંદોદ રેલવે સ્ટેશનનો વડાપ્રધાને વર્ચ્યુઅલ શુભારંભ કરાવ્યો હતો.

કેવડીયા રેલવે સ્ટેશનના અદ્યતન બિલ્ડીંગનું લોકાર્પણ

author img

By

Published : Jan 18, 2021, 7:12 AM IST

  • કેવડીયા રેલવે સ્ટેશનના અદ્યતન બિલ્ડીંગનું લોકાર્પણ
  • ડભોઈ જંકશન તથા ચાંદોદ રેલવે સ્ટેશનનો શુભારંભ
  • કેવડીયા રેલવે સ્ટેશન પર 11 પંડિતો દ્વારા મંત્રોચ્ચાર

નર્મદા : સરદાર વલ્લભભાઇ પટેલની વિશ્વની સૌથી ઉંચી પ્રતિમા સ્ટેચ્યુ ઓફ યુનિટી તથા તેની આસપાસ કેવડીયાના સંકલિત વિકાસના અનેકવિધ પ્રોજેકટ્સ બાદ એક નવા અધ્યાયનો શુભારંભ વડાપ્રધાનના હસ્તે કરવામાં આવ્યો હતો. કેવડીયા ખાતે મુખ્ય માર્ગ ઉપર તૈયાર થયેલા કેવડીયા રેલવે સ્ટેશનના અદ્યતન બિલ્ડીંગનું લોકાર્પણ, ડભોઈ જંકશન તથા ચાંદોદ રેલવે સ્ટેશનનો વડાપ્રધાને વર્ચ્યુઅલ શુભારંભ કરાવ્યો હતો.

કેવડીયા રેલવે સ્ટેશનના અદ્યતન બિલ્ડીંગનું લોકાર્પણ

8 નવી ટ્રેનોનો પણ લીલી ઝંડી આપી શુભારંભ

આ સાથે સાથે 8 નવી ટ્રેનોનો પણ લીલી ઝંડી આપી શુભારંભ કરાવ્યો હતો. આ શુભ પ્રસંગે ગુજરાત રાજ્યના રાજ્યપાલ આચાર્ય દેવવ્રત અને મુખ્યપ્રધાન વિજય રૂપાણી ખાસ ઉપસ્થિત રહ્યા હતા. કેવડીયાને બ્રોડગેજ રેલ માર્ગથી ભારતીય રેલવેના વિશાળ નેટવર્કની સાથે જોડવાની સાથે જ વારાણસી જંકશન - કેવડીયા એક્ષપ્રેસ, દાદર - કેવડીયા એક્ષપ્રેસ , અમદાવાદ - કેવડીયા જન શતાબ્દી એક્ષપ્રેસ, હજરત નિજામુદીન - કેવડીયા એક્ષપ્રેસ, રીવા - કેવડીયા એક્ષપ્રેસ, ચૈન્નઈ - કેવડીયા એક્ષપ્રેસ, પ્રતાપનગર - કેવડીયા મેમુ તથા કેવડીયા - પ્રતાપનગર મેમુ એમ કુલ -8 ટ્રેનોનો શુભારંભ થયો છે.

અગ્રગણ્ય મહાનુભાવોએ આ ટ્રેનમાં પ્રવાસ કર્યો

આ ખાસ પ્રસંગે અમદાવાદ તથા વડોદરાથી સ્પેશ્યિલ ટ્રેનનું પ્રસ્થાન થયું હતું. જેમાં સામાજિક આગેવાનો, સરદાર સાહેબના પરિવારજનો, પદ્મશ્રી, પદ્મભૂષણ પદ્મવિભૂષણ એવોર્ડ વિજેતાઓ, કલા- સાહિત્યજગતના અગ્રણીઓ તેમજ પ્રવાસન ક્ષેત્ર સહિત વિવિધ ક્ષેત્રોના મહાનુભાવો, આગેવાનો, ટોચના ધર્મગુરુઓ, ઉદ્યોગપતિઓ, કેળવણીકારો – યુનિવર્સિટીના વાઈસ ચાન્સલર્સ, પ્રિન્ટ – ઈલેક્ટ્રોનિક મીડિયાના અગ્રગણ્ય મહાનુભાવોએ આ ટ્રેનમાં પ્રવાસ કર્યો હતો. આ ઉપરાંત સરદાર સાહેબે કરમસદની જે પ્રાથમિક શાળામાં અભ્યાસ કર્યો હતો. તે શાળામાંથી કેટલાક વિદ્યાર્થીઓ દ્વારા જુદી જુદી વેશભૂષામાં પ્રવાસ કર્યો હતો.

આદિવાસી નૃત્યમંડળી દ્વારા સાંસ્કૃતિક કાર્યક્રમ

કેવડીયા રેલવે સ્ટેશન ઉપર ટ્રેનના આગમન સમયે અને તે પહેલાં 11 પંડિતો દ્વારા મંત્રોચ્ચાર, પોલીસ બેન્ડ દ્વારા સ્વાગત તેમજ આદિવાસી નૃત્યમંડળી દ્વારા સાંસ્કૃતિક કાર્યક્રમ રજૂ કરવામાં આવ્યો હતો. બંને ટ્રેન (અમદાવાદ – કેવડીયા – અમદાવાદ તથા વડોદરા – કેવડીયા – વડોદરા) માં રાષ્ટ્રીય એકતા તથા “એક ભારત શ્રેષ્ઠ ભારત ”ના થીમ આધારિત બ્રાન્ડીંગ કરવામાં આવ્યું હતું.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.