હવે ઉનાળાની શરૂઆત થઈ ગઈ છે અને ગરમી પડી રહી છે. ત્યારે ગરમીની સીઝનના કારણે અને હાલમાં છેલ્લા બે દિવસથી તાપમાનનો પારો 42 ડિગ્રી ઉપર રહેતો હોવાના કારણે સ્ટેચ્યુ ઓફ યુનિટી પ્રવાસીઓની સંખ્યામાં ઘટાડો જોવા મળી રહ્યો છે. મળતી વિગત અનુસાર હાલમાં સ્ટેચ્યુ ઓફ યુનિટીની માત્ર 2654 મુલાકાત લીધી હતી.
![ઉનાળામાં સ્ટેચ્યુ ઓફ યુનિટીના પ્રવાસીની સંખ્યમાં ઘટાડો](https://etvbharatimages.akamaized.net/etvbharat/images/img_20190405_1501581554546071643-98_0604email_00332_672.jpg)
છેલ્લા ત્રણ દિવસની વાત કરીએ તો, છેલ્લા ત્રણ દિવસની અંદર માત્ર 10,965 પ્રવાસીઓ આવ્યાં હતા. એટલે કે હવે ઉનાળામાં કાળઝાળ ગરમી પડી રહી છે જેના કારણે સ્ટેચ્યુ ઓફ યુનિટીમાં પ્રવાસીઓની સંખ્યામાં ઘટાડો થઈ રહ્યો છે.
જો છેલ્લા ચાર દિવસના પ્રવાસીઓની સંખ્યા જોઈએ તો, પહેલા 4303 પ્રવાસીઓ આવ્યા હતાં. પરંતુ વધતા તાપમાનને કારણે પ્રવાસીઓની સંખ્યા ઘટીને 2180 થઈ ગઈ છે.