ETV Bharat / state

કોંગ્રેસ પ્રદેશ પ્રમુખ અમિત ચાવડાએ આગામી ચૂંટણીમાં ભાજપ સામે ટક્કર આપવા બતાવી તૈયારી - elections

નર્મદા જિલ્લા કોંગ્રેસ સમિતિની વિસ્તૃત કારોબારી બેઠક રાજપીપળા ટાઉન હોલ ખાતે યોજાઈ હતી. જેમાં કોંગ્રેસ પ્રદેશ પ્રમુખ અમિત ચાવડા(Amit Chavda) હાજર રહ્યા હતા. તેમણે આગામી ચૂંટણીમાં ભાજપ સામે ટક્કર આપવા તૈયારી બતાવી છે.

કોંગ્રેસ પ્રદેશ પ્રમુખ અમિત ચાવડાએ આગામી ચૂંટણીમાં ભાજપ સામે ટક્કર આપવા બતાવી તૈયારી

author img

By

Published : Jul 10, 2021, 9:48 AM IST

  • કોંગ્રેસ સમિતિની વિસ્તૃત કારોબારી બેઠક રાજપીપળા ટાઉન હોલ ખાતે યોજાઈ
  • કોંગ્રેસ પ્રદેશ પ્રમુખ અમિત ચાવડા હાજર રહ્યા હતા
  • છેલ્લા દોઢ વર્ષમાં ભાજપના અંધભક્તોને પણ એહસાસ થયો કે ભાજપને સત્તા સોંપીને ભૂલ કરી છે

નર્મદાઃ કોંગ્રેસ સમિતિની વિસ્તૃત કારોબારી બેઠક રાજપીપળા ટાઉન હોલ ખાતે યોજાઈ હતી. જેમાં કોંગ્રેસ પ્રદેશ પ્રમુખ અમિત ચાવડા (Amit Chavda)હાજર રહ્યા હતા. તેઓએ આગામી ચૂંટણીમાં ભાજપ સામે ટક્કર આપવા તૈયારી બતાવી અને કોરોના કાળમાં જે રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકારને ચેતવણી આપી હોવા છતાં ગંભીરતા ના લીધી અને નમસ્તે ટ્રમ્પ કાર્યક્રમ કર્યો. ચૂંટણીઓ યોજી, જેમાં બે લહેર આવી ગઈ છે.

કોંગ્રેસ પ્રદેશ પ્રમુખ અમિત ચાવડાએ આગામી ચૂંટણીમાં ભાજપ સામે ટક્કર આપવા બતાવી તૈયારી

આ પણ વાંચોઃ Congress Executive Meeting: જે સરકારને તમે વોટ આપ્યા તે જ સરકારે તેમને હોસ્પિટલમાં બેડ ન આપ્યાઃ ચાવડા

પ્રમુખથી લઈ તમામે સરકાર વિરોધી સુત્રોચાર કર્યા

કોરોનામાં રાજ્યમાં 2 લાખ લોકોના મોત થયા છે. આવી નિષ્ફળ સરકાર સામે દેખાવો કરવા બેઠક બાદ જાહેર રસ્તા પર ઉતરી કોંગ્રેસ પ્રદેશ પ્રમુખથી લઈ તમામે સરકાર વિરોધી સુત્રોચાર કર્યા વિરોધપ્રદર્શન કર્યા હતા. વિરોધ પ્રદર્શનમાં પ્રદેશ કોંગ્રેસ અધ્યક્ષ અમિત ચાવડાએ જણાવ્યું હતું કે, આ સરકારને વિશ્વ સંસ્થાઓએ ચેતવણી આપી પણ જે પોતાની મનમાની કરી લોકોને મોતના મુખમાં ધકેલે છે.

સરકારે રથયાત્રા કરતા ત્રીજી લહેરની ચિંતા કરવી જોઇએ

રથયાત્રા કરતા ત્રીજી લહેરની ચિંતા સરકારે કરવી જોઇએ અને વ્યવસ્થાઓ પણ ઉભી કરવી જોઇએ. બાકી મહામારીમાં આરોગ્ય પ્રધાન જવાબદાર નથી, વડાપ્રધાન જવાબદાર છે. એટલે આરોગ્યપ્રધાનના રાજીનામાંથી આ રોષ શાંત નહિ થાય એમ કહી વડાપ્રધાનના રાજીનામાંની વાત કરી ચાબખા માર્યા હતા. યુથ કોંગ્રેસના નિખિલ સવાણીએ રાજીનામુ આપ્યુ હતું.

પાર્ટી એક વિચાર ધારાથી શિસ્તમાં ચાલતી હોય છે

અમિત ચાવડાએ સ્પષ્ટ કહ્યું હતું કે, પાર્ટી એક વિચાર ધારાથી શિસ્તમાં ચાલતી હોય છે. જે તે કાર્યકરને પદ મળે તેની ગરિમા જાળવવાની જવાબદારી હોય છે. પાર્ટી વિરુદ્ધ કામ કરે તો પાર્ટી એક્શન લે, સસ્પેન્ડ કરે અને સસ્પેન્ડ વ્યક્તિ ગમે તેવી વાત કરે એ વિશે વાત કરવાનો કોઈ મતલબ નથી.

આ પણ વાંચોઃ વેક્સિન છેલ્લા 3 દિવસથી બંધ, ભાજપ વેક્સિન આપવામાં નિષ્ફળ: અમિત ચાવડા

નવા અંગ્રેજોને પણ કૉંગ્રેસ જ સત્તા છોડાવશે

અમિત ચાવડા(Amit Chavda)એ ભાજપને નવા અંગ્રેજો કહેતા કહ્યું કે, ગોરા અંગ્રેજો માટે કોંગ્રેસે સત્તા છોડવી પડી હતી. આ નવા અંગ્રેજોને પણ કૉંગ્રેસ જ સત્તા છોડાવશે. છેલ્લા દોઢ વર્ષમાં ભાજપના અંધભક્તોને પણ એહસાસ થયો કે ભાજપને સત્તા સોંપીને ભૂલ કરી છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.