- રાષ્ટ્રીય કક્ષાનો બીજો કાર્યક્રમ જાહેર
- સ્ટેચ્યૂ ઓફ યુનિટી નજીક ટેન્ટ સીટી-2 ખાતે યોજાશે કોન્ફરન્સ
- વિવિધ રાજ્યોના વિધાનસભા, લોકસભા, રાજ્યસભાના સભ્યો રહશે હાજર
- રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ લોકસભાના અધ્યક્ષ ઓમ બિરલા પણ ઉપસ્થિત રહશે
કેવડિયા: વડાપ્રધાન મોદીના કાર્યક્રમને હજુ થોડા દિવસો વિત્યા ત્યાં જ રાષ્ટ્રીય કક્ષાનો બીજો કાર્યક્રમ જાહેર થયો છે. આગામી 25, 26, 27 નવેમ્બરના રોજ સ્ટેચ્યૂ ઓફ યુનિટી નજીક ટેન્ટ સીટી-2 ખાતે દેશના વિવિધ રાજ્યોના વિધાનસભા, લોકસભા, રાજ્યસભા સાથે જોડાયેલા અધિકારીઓની કોન્ફરન્સ યોજાવા જઈ રહી છે.
રાષ્ટ્રીય કક્ષાનો બીજો કાર્યક્રમ જાહેર
આગામી 25, 26, 27 નવેમ્બરના રોજ સ્ટેચ્યૂ ઓફ યુનિટી નજીક ટેન્ટ સીટી-2 ખાતે દેશના વિવિધ રાજ્યોના વિધાનસભા, લોકસભા, રાજ્યસભા સાથે જોડાયેલા અધિકારીઓની કોન્ફરન્સ યોજાવા જઈ રહી છે. આ કાર્યક્રમમાં રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ તેમજ લોકસભાના અધ્યક્ષ ઓમ બિરલા પણ ઉપસ્થિત રહશે. 24 નવેમ્બરના રોજ મહેમાનોનું આગમન થશે, 25-26 નવેમ્બરના રોજ ટેન્ટ સીટી-2 ખાતે સેમિનાર યોજાશે, જ્યારે 27મી નવેમ્બરના રોજ મેહમાનો સ્ટેચ્યૂ ઓફ યુનિટી સહિત અન્ય પ્રોજેક્ટોની સંભવિત મુલાકાત લેશે. જે બાદ 28 નવેમ્બરના રોજ વિધાનસભા અધ્યક્ષો અને અધિકારીઓ કેવડિયાથી રવાના થશે. હાલ આ ટેન્ટ સીટી 2 માં કોન્ફરન્સ હોલ તૈયાર કરી દેવામાં આવ્યો છે અને આ હોલમાં 1000 જેટલા વ્યક્તિઓ બેસી શકે એવી વ્યવસ્થા કરવામાં આવી છે.