ઉલ્લેખનીય છે કે, હળપતિ સેવા સંઘ બારડોલી આયોજિત સ્વામિનારાયણ વડતાલધામના નામે 108 કન્યા છાત્રાલય સમગ્ર ગુજરાતમાં બનાવવાનો સંકલ્પ છે, જે અંતર્ગત 66 માં કન્યા છાત્રાલયના લોકાર્પણ સમયે મુખ્ય પ્રધાન વિજય રૂપાણીએ જણાવ્યું હતું કે, શિક્ષણ માટે ગુજરાત કટિબદ્ધ છે. આ પ્રકારની છાત્રાલયો દ્વારા શિક્ષણને પ્રોત્સહન મળશે, નવી પેઢીને શિક્ષિત બનાવવા માટે ગુજરાત સરકારે 30 કરોડની ફાળવણી કરી છે. આ પ્રસંગે આશ્રમશાળાઓને સીક્સશનની ગુણવત્તા પ્રત્યે ધ્યાન આપવા માટે ખાસ ટકોર પણ કરી હતી.
આ પ્રસંગે સ્વામિનારાયણ સંપ્રદાયના સાધુ, મહંતો અમે ભરૂચના સાંસદ મનસુખભાઇ વસાવા ખાસ ઉપસ્થિત રહ્યા હતા.