- નર્મદા જિલ્લાની મુલાકાતે માર્ગ મકાનપ્રધાન પુણેશ મોદી
- જિલ્લાના વિકાસકાર્યોના લોકાર્પણ અને ખાતમૂહુર્ત કરાવ્યાં
- સાંસદ મનસુખ વસાવાએ વિરોધ કરનારાઓને આપ્યો જવાબ
નર્મદાઃ જિલ્લામાં રાજ્ય સરકાર દ્વારા અનેક વિકાસલક્ષી કાર્યો ચાલી રહ્યાં છે અને આગામી સમયમાં કેટલાક કામે થવાના છે. ત્યારે માર્ગ- મકાનપ્રધાન પુણેશ મોદી (Purnesh Modi) નર્મદા જિલ્લાના કેટલાક વિકાસકાર્યોના લોકાર્પણ અને ખાતમૂહુર્તને લઇને આવ્યાં હતાં. એવા એક કાર્યક્રમમાં તેમની સાથે ભરુચના સાંસદ મનસુખ વસાવા (MP Mansukh Vasava) અને છોટાઉદેપુર સાંસદ ગીતાબેન રાઠવા (Chhotaudepur MP Gitaben Rathwa) પણ હાજર રહ્યાં હતાં.
Statue of Unityથી વિકાસ વધ્યો
આ કાર્યક્રમમાં બોલતાં સાંસદ મનસુખ વસાવાએ જણાવ્યું હતું કે આ જિલ્લાનો વિકાસ સ્ટેચ્યૂ ઓફ યુનિટીના (Statue of Unity ) નિર્માણથી વેગવાન બન્યો છે. વિકાસના કાર્યોમાં સાથ આપવા હાકલ કરતાં તેમણે સ્ટેચ્યૂ ઓફ યુનિટીનો વિરોધ કરનારાઓ સામે શબ્દબાણ વરસાવ્યાં હતાં.
શિક્ષણનું સ્તર સુધારવા હાકલ કરી
તેમણે જણાવ્યું કે સરકાર વિકાસના કામો કરે છે પણ જ્યાં સુધી આપણે શિક્ષિત નહીં બનીએ તો એ બધું નકામું છે. નર્મદા જિલ્લાનું શિક્ષણ ખૂબ કથળેલું (Level of Education) છે. આમ સાંસદે જિલ્લામાં શિક્ષણના સ્તરને લઈને ચિંતા વ્યક્ત કરતાં ટકોર કરી હતી કે શિક્ષણથી જ સારી રીતે બાળમંદિર, શાળાકોલેજો સુધી સરકાર જે સુવિધાઓ આપે છે તેનો અમલ કરીને સાચા અર્થમાં વિકાસ સાધી શકાશે.
આ પણ વાંચોઃ ભાજપના કાર્યકરો કામ ન કરે તો કાઢી મૂકો: મનસુખ વસાવા
આ પણ વાંચોઃ કરજણ નદીમાં પુરથી ખેડૂતોને થયેલા નુકશાનનું સાંસદ મનસુખ વસાવાએ કર્યું નિરીક્ષણ