ETV Bharat / state

નર્મદા ડેમ ઓવર ફલો, કાંઠા વિસ્તારના 24 ગામોને કરાયા એલર્ટ

નર્મદાઃ નર્મદા ડેમની જળ સપાટી પહેલીવાર 131.20 મીટરે પહોંચ્યા બાદ ડેમના દરવાજા ખોલવામાં આવ્યા છે. નવી પાણીની આવક થતા વડોદરા જિલ્લા તેમજ નર્મદા કાંઠાના 24 ગામોને એલર્ટ કરવામાં આવ્યા છે.

નર્મદા ડેમ
author img

By

Published : Aug 9, 2019, 10:40 AM IST

સરદાર સરોવર બંધમાંથી પાણી છોડવામાં આવતા વડોદરા જિલ્લા કલેક્ટર શાલિની અગ્રવાલે વડોદરા જિલ્લાના ડભોઇ, કરજણ અને શિનોર તાલુકાઓના નર્મદા સહીત કાંઠાના કુલ 24 ગામોને સાવધ રહેવા અને તકેદારી રાખવાની સૂચના આપી છે. આ તમામ ગામોના તલાટી કમ મંત્રીઓને ગ્રામજનોને સાવધાન કરવા જણાવાયું છે. લોકોને ખાસ કરીને નર્મદા નદીના પટમાં કે કાંઠા વિસ્તારમાં અવર-જવર ન કરવા સુચવા અપાઇ છે.

Intro:નર્મદામાં પાણી છોડાતા વડોદરા જિલ્લાના ડભોઇ કરજણ અને શિનોર તાલુકાઓના નર્મદા કાંઠાના 24 ગામોને કરાયા એલર્ટ..

Body:સરદાર સરોવર બંધમાં થી હેઠવાસમાં નદીમાં પાણી છોડવામાં આવતા તેના અનુસંધાને વડોદરા જિલ્લા કલેક્ટર શાલિની અગ્રવાલે વડોદરા જિલ્લાના ડભોઇ,કરજણ અને શિનોર તાલુકાઓના નર્મદા કાંઠાના કુલ 24 ગામોને સાવધ રહેવા અને તકેદારી રાખવાની સૂચના આપી છે.આ તમામ ગામોના તલાટી કમ મંત્રીઓને ગ્રામજનોને સાવધ કરવા જણાવાયું છે.લોકોને ખાસ કરીને નર્મદા નદીના પટમાં કે કાંઠા વિસ્તારમાં અવર જવર ના કરવા જણાવાયું છે..Conclusion:ઉલ્લેખનીય છે કે વડોદરા જિલ્લાના ડભોઇ તાલુકાના ચાંદોદ,કરનાલી અને નંદેરીયા(3),કરજણ તાલુકાના પુરા,આલમપુરા,લીલાઈપુરા,નાની કોરલ,મોટી કોરલ,જુના સાયર,સાગડોલ, ઓઝ,સોમજ,દેલવાડા અને અર્જનપુરા(11),અને

શિનોર તાલુકાના અંબાલી,
બરકાલ,દિવેર,માલસર,દરિયાપુરા, મોલેથા, ઝાંઝડ, કંજેઠા,શિનોર,માંડવા અને સુરા શામળ(10) આમ,3 તાલુકાના 24 ગામો નર્મદા કાંઠે આવેલા છે એ તમામને સાવધ કરવામાં આવ્યા છે..
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.