નર્મદા : જિલ્લાના દેડીયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવા વિરુદ્ધ દેડીયાપાડા પોલીસ સ્ટેશનમાં જ ફરિયાદ નોંધાઈ છે. પોલીસે ફરિયાદ સંદર્ભે કાર્યવાહી પણ હાથ ધરી છે. જેમાં પોલીસે ધારાસભ્યના પત્ની, ધારાસભ્યના પીએ અને એક ખેડૂતની ધરપકડ કરી હતી. આજે તેને પોલિસ સમક્ષ સરેન્ડર કર્યું છે. હાલ ચૈતર વસાવાને નર્મદા પોલીસ રાજપીપલા ખાતે પૂછપરછ માટે લઈ ગઇ છે.
આપ નેતાનો ભાજપ પર આક્ષેપ : આમ આદમી પાર્ટીના ધારાસભ્ય અને લોકપ્રિય આદિવાસી નેતા ચૈતર વસાવા પર ખોટા કેસ કરવામાં આવ્યા હતા. આજે તેઓ પોતાના હજારો સમર્થકોની હાજરીમાં પોલીસ સમક્ષ હાજર થયા છે. આ મુદ્દા પર આમ આદમી પાર્ટીના ગુજરાત પ્રદેશ પ્રમુખ ઈસુદાન ગઢવીની પ્રતિક્રિયા હતી.
જોકે આવનારી લોકસભાનો ચૂંટણીમાં ધારાસભ્ય ચૈતર વસાવા ચૂંટણી લડશે અને જો જામીન નહિ મળે તો પોલીસ કસ્ટડીમાં રહીને પણ ચૈતર વસાવા લોકસભા ચૂંટણી લડી જીત હાસિલ કરશે તેવું ગોપાલ ઇટલીયાએ કહ્યું હતું.
પોલિસ અને સમર્થકો વચ્ચે ઝપાઝપી થઇ : એક મહિનાથી ધારાસભ્ય ચૈતર વસાવાને શોધતી નર્મદા પોલીસ ને આજે હાસકારો થયો છે. કારણકે ધારાસભ્ય ચૈતર વસાવાએ જાતે આજે ડેડીયાપાડા પોલીસ મથકે સરેન્ડર કર્યું હતું. પરંતુ તેમની જાહેરાત થતાજ પોલીસ હરકત માં આવી હતી અને ડેડીયાપાડા ખાતે ચાંપતો પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવાયો હતો. નર્મદા જિલ્લા સહિત ભરૂચ, છોટાઉદેપુર અને અન્ય જિલ્લાના આમ આદમી પાર્ટીના આગેવાનો ડેડીયાપાડા ખાતે દોડી આવ્યા હતા. ધારાસભ્યના સમર્થકોની સંખ્યા એટલી બધી વધી ગઈ હતી કે પોલીસ અને સમર્થકો વચ્ચે ઘર્ષણની ઘટના પણ બની હતી.
વસાવાને નજર કેદમાં રખાયો હતો : ધારાસભ્ય હાજર થતાંજ સમર્થકો ઉગ્ર બન્યા હતા તો સામે ડી.વાય.એસ.પી, પી.આઇ સહિતનો પોલીસ કાફલો ધારાસભ્યને પકડવા પડાપડી અને ખેંચાતાણીના દ્રશ્યો જોવા મળ્યા હતા. ભારે ઘર્ષણ બાદ ધારાસભ્ય ભારે જનમેદની સાથે ડેડીયાપાડા પોલીસ મથકે પહોંચ્યા હતા અને પોલીસે તેઓને પોલીસ સ્ટેશનમાં નજર કેદ કર્યા હતા. આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય મહામંત્રી ગોપાલ ઇટાલીયા સહિત વિદ્યાર્થી નેતા અને આમ આદમી પાર્ટીના યુવા નેતા યુવરાજસિંહ પણ ધારાસભ્યના સમર્થનમાં જોડાયા હતા.
આ કારણોસર નોંધાઇ ફરિયાદ : થોડા દિવસ અગાઉ દેડીયાપાડાના ફુલસર રેન્જમાં કોલિવાડા ગામે રક્ષિત જંગલમાં કેટલાક ખેડૂતોએ ખેતી કરી હતી. તેથી ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટના કર્મચારીઓએ ખેડૂતોને ગેરકાયદેસર ખેડાણ ન કરવા સમજાવ્યા હતા. આ બનાવની જાણ ધારાસભ્ય ચૈતર વસાવાને થતા તેમણે ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટના કર્મચારીઓને પોતાના નિવાસ સ્થાને બોલાવ્યા હતા. ધારાસભ્યના નિવાસ સ્થાને ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટના કર્મચારીઓને ધમકાવવામાં આવ્યા અને માર મારવામાં આવ્યો હતો. ધારાસભ્યએ પોતાના હથિયારથી હવામાં ફાયરિંગ કર્યુ હતું. ધારાસભ્યએ ખેડૂતોને ન રોકવાની ધમકી આપી હતી. તેમજ ખેડૂતોને રોકડ રકમ ચૂકવવા ફરમાન કર્યુ હતું. ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટના કર્મચારીઓએ આ મુદ્દે દેડીયાપાડા પોલીસ સ્ટેશનમાં નિવેદન કર્યા હતા. જેના આધારે પોલીસે ફરિયાદ નોંધીને આગળની કાર્યવાહી હાથ ધરી હતી.
ચૈતર વસાવા પર નિશાન સાધ્યું : ઉલ્લેખનીય છે કે, જંગલની જમીન પર ખેડાણ બાબતે વનકર્મીને ઘરે બોલાવી તેના પર હુમલો કરી, ખંડણીની સાથે એક રાઉન્ડ ફાયરિંગ કરતા ડેડીયાપાડા આપ ધારાસભ્ય ચૈતર વસાવા સામે હાલમાં ગુનો નોંધાયો છે. ઉપરાંત ધારાસભ્ય ઘણા દિવસોથી ફરાર છે અને પોલીસ તેઓને શોધી રહી છે. ત્યારે ડેડીયાપાડાના ફુલસર ગામ ખાતે સાંસદ મનસુખ વસાવાએ ધારાસભ્ય ચૈતર વસાવાને આડે હાથ લઈ શાબ્દિક પ્રહારો કર્યા હતા. તેઓએ જણાવ્યું હતું કે, નાની મોટી કચેરીઓમાં ગરીબ આદિવાસી લોકો કામ કરે છે એમને ધમકાવવા કરતા સહકારથી કામ કરવું જોઈએ.
અપડેટ ચાલું છેે...