નર્મદા: જિલ્લામાં નર્મદા પોલીસે નકલી ડિગ્રી કૌભાંડ (Narmada Fake Degree Scam)માં વધુ 7 આરોપીઓ ઝડપી પાડ્યા છે. જેમાં 1 દિલ્હી અને 6 રાજ્યના અલગઅલગ જિલ્લાના એજન્ટો દ્વારા આ મુખ્ય સૂત્રધાર સાથે સાઠગાંઠ કરી અનેક નકલી સર્ટીઓ લોકોને આપ્યા છે. સાથે આ યુનિવર્સીટીના સર્ટીઓ બાબતે વેરીફીકેશન તેમજ લાગતા વળગતા પાસાઓની તપાસ કરવામાં આવતા તપાસ દરમ્યાન આ વેબસાઇટ તથા બનાવટી ડીગ્રી સર્ટીફીકેટ દિલ્હી (Delhi fake degree scam)ખાતેથી બન્યાનુ સામે આવ્યુ છે.
આ પણ વાંચો: Illegal Foreign Tour: ગેરકાનૂની રીતે વિદેશ જવું એટલે કુહાડી પર પગ મારવો
ભારતની અલગ-અલગ 35 યુનિવર્સીટીની ડીર્ગી
ACBની એક ટીમ દિલ્હી જઇ આ આરોપીની બહેનને પકડી ઘરની ઝડતી કરતાં ભારતની અલગ-અલગ 35 યુનિવર્સીટીના ડીર્ગી સર્ટીફીકેટ કુલ-237 તથા માર્કશીટો-510 તથા ડીગ્રીસર્ટી તથા માર્કશીટને પ્રિન્ટ કરવા માટેની સ્ટેશનરી તથા કલર પ્રિન્ટર મશીન તેમજ અલગ-અલગ યુનિવર્સીટી તેમજ બોર્ડના રબર સ્ટેમ્પ કુલ-94 તથા ડીગ્રી સર્ટી તથા માર્કશીટ ઉપર લગાડવાના હોલમાર્ક તેમજ અલગ-અલગ એજ્યુકેશન યુનિવર્સીટી તથા સંસ્થાઓના કુલ-73 વેબસાઇટ ડોમેઇન જે પોતે ચલાવી રહ્યા છે. આ અંગે પોલીસ અધિક્ષક હિમકર સિંહે SITની રચના કરી DYSP વાણી દુધાત (Narmada dysp) દ્વારા ચોક્કસ લોકેશન આધારે અલગ-અલગ ટીમો બનાવી નીચે મુજબના આરોપીઓની હાલ સુધી ધરપકડ કરવામા આવેલ છે.
આ પણ વાંચો: વૈષ્ણવ જન તો તેને રે કહીએ: ગાંધીજી નિર્વાણ દિન નિમિતે પ્રાર્થના સભાનું આયોજન
પકડાયેલા આરોપીઓના નામ સરનામાં
(1) બેઉલા નંદ ઉર્દુ શ્રેયાસીગ રેવબીસી નંદ
(2) વરૂણકુમાર શ્રીરામ પ્રસાદ
(3) પ્રણવ અશ્વિનભાઇ જાની
(4) અરણવ ઉમાશંકર ગુપ્તા
(5) ભાર્ગવ દેવેન્દ્રભારતી ગૌસ્વામી
(6) દિપેશભાઈ જયેશભાઈ બારોટ
(7) રોહીતકુમાર જયંતિલાલ પટેલ
(8) રૂષીકેશ વિનાયકભાઈ પુરોહિત