ETV Bharat / state

લાયન સફારી પાર્કમાં સિંહણ સોનલ માંદગીમાં પટકાઇ... - Gujarati News

સેલવાસ: કેન્દ્રશાસિત પ્રદેશ દાદરા નગર હવેલીમાં આવેલ વાસોણા ખાતે લાયન સફારી પાર્ક પ્રવાસીઓ માટે સિંહની ડણક સાંભળવા જોવાનું એકમાત્ર મહત્વનું સ્થળ છે. જેમાં માદા સિંહણ સોનલ હાલ ઉંમરના કારણે માંદગીમાં પટકાઈ છે અને જીવનના અંતિમ દિવસો ગણી રહી છે. જેને લઈને વનવિભાગના કર્મચારીઓમાં ચિંતાનું મોજુ પ્રસર્યુ છે.

લાયન સફારી પાર્કમાં સોનલ માંદગીમાં પટકાઈ
author img

By

Published : May 26, 2019, 5:12 AM IST

વાસોણા લાયન સફારી પાર્કમાં રહેલ માદા સિંહણ સોનલ વય મર્યાદા વટાવી ચુકી છે. અત્યારે સોનલની ઉંમર 21વર્ષની આસપાસ પહોંચી છે. સામાન્ય રીતે સિંહ સિંહણનું આયુષ્ય લગભગ 18 વર્ષ હોય છે. સોનલ વૃદ્ધાવસ્થાએ પહોંચી છે, અને ખોરાક છોડી દેતા અશક્તિ અનુભવે છે. વનવિભાગ દ્વારા તેની સઘન સારવાર કરવામાં આવી રહી છે.

Silvass
લાયન સફારી પાર્કમાં સોનલ માંદગીમાં પટકાઈ

સારવાર કરનાર ડોક્ટરોના જણાવ્યા મુજબ સોનલના લોહીના રિપોર્ટ મુજબ સારવાર અપાઈ રહી છે. તેની કિડની પર સામાન્ય સોજો જોવા મળ્યો છે. વનવિભાગ અને સારવાર કરનાર ડોક્ટરો નવસારી વેટેનરી કોલેજના નિષ્ણાત ડોક્ટરો જોડે સતત સંપર્કમાં છે. તેમના ગાઈડન્સ મુજબ સારવાર કરી રહ્યા છે.

Silvass
લાયન સફારી પાર્કમાં સોનલ માંદગીમાં પટકાઈ

જૂનાગઢ સક્કરબાગ ઝૂમાં તારીખ 02/03/1999 ના રોજ જન્મેલી સિંહણ સોનલને 04/09/2002ના રોજ વાસોણા લાયન સફારી પાર્ક ખાતે લાવવામાં આવી હતી. સોનલ સાથે સિલ્કી અને કુશ નામક સિંહનું પણ આગમન થયું હતું. જે બાદ થોડા વર્ષ અગાઉ સોનલે આ હમસફર પણ ગુમાવ્યા હતા, અને સોનલને માટે નવા સાથી તરીકે કુશ, ધર્મા અને મહિમનું આગમન થયું હતું.

જેને પણ થોડાક દિવસોમાં ગુમાવી ચુકેલી સોનલને વિરલ નામક સિંહ મળતા લાયન સફારી પાર્કમાં ફરી નર-માદા સિંહની ગર્જના પ્રવાસીઓને સાંભળવા મળી હતી. પરંતુ હવે માદા સિંહણ સોનલ બીમાર પડી છે,અને જીવનના અંતિમ દિવસો ગણી રહી છે. એક તરફ લાયન સફારી પાર્કની વર્તમાન સ્થિતિ જોતા સફારી પાર્ક માટે વધુ સિંહ સિંહણની જોડીની પડતર માંગણી સરકારી પ્રક્રિયામાં અટવાયેલી છે. ત્યારે, સોનલની માંદગીના સમાચારે જીવદયા પ્રેમીઓમાં અને વન વિભાગમાં ચિંતા પ્રસરાવી છે.

Slug :- લાયન સફારી પાર્કમાં સોનલ માંદગીમાં પટકાઈ

Location :- સેલવાસ, વાસોણા

સેલવાસ :-  કેન્દ્રશાસિત પ્રદેશ દાદરા નગર હવેલીમાં આવેલ વાસોણા ખાતેનું લાયન સફારી પાર્ક પ્રવાસીઓ માટે સિંહની ડણક સાંભળવા  અને ડાલા મથ્થાઓને જોવાનું એકમાત્ર મહત્વનું સ્થળ છે. જેમાં માદા સિંહણ સોનલ હાલ ઉંમરના કારણે માંદગીમાં પટકાઈ છે. અને જીવનના અંતિમ દિવસો ગણી રહી છે. જેને લઈને વનવિભાગના કર્મચારીઓમાં ચિંતાનું મોજું પ્રસર્યું છે.

આ અંગે મળતી વિગતો મુજબ વાસોણા લાયન સફારી પાર્કમાં રહેલ માદા સિંહણ સોનલ વય મર્યાદા વટાવી ચુકી છે.અત્યારે સોનલની ઉમર  21વર્ષ આસપાસ પહોંચી છે. સામાન્ય રીતે સિંહ સિંહણનું આયુષ્ય લગભગ 18 વર્ષ હોય છે. સોનલ વૃદ્ધાવસ્થાએ પહોંચી છે. અને ખોરાક છોડી દેતા અશક્તિ અનુભવે છે. વનવિભાગ દ્વારા તેની સઘન સારવાર કરવામાં આવી રહી છે. સારવાર કરનાર ડોક્ટરોના જણાવ્યા મુજબ સોનલના લોહીના રિપોર્ટ મુજબ સારવાર અપાઈ રહી છે. તેની કિડની પર સામાન્ય સોજો જોવા મળ્યો છે. વનવિભાગ અને સારવાર કરનાર ડોક્ટરો નવસારી વેટેનરી કોલેજના નિષ્ણાત ડોક્ટરો જોડે સતત સંપર્કમાં છે. તેમના ગાઈડન્સ મુજબ સારવાર કરી રહ્યા છે.

ઉલ્લેખનીય છે કે, જૂનાગઢ સક્કરબાગ ઝુ મા તારીખ 02/03/1999 ના રોજ જન્મેલી સિંહણ સોનલને 04/09/2002ના રોજ વાસોણા લાયન સફારી પાર્ક ખાતે લાવવામાં આવેલી. સોનલ સાથે સિલ્કી અને કુશ નામક સિંહનું પણ આગમન થયું હતું. જે બાદ થોડા વર્ષ અગાઉ સોનલે આ હમસફર ગુમાવ્યા હતા. અને સોનલને માટે નવા સાથી તરીકે કુશ, ધર્માં અને મહિમનું આગમન થયું હતું. જેને  પણ થોડાક દિવસોમાં ગુમાવી ચુકેલી સોનલને વિરલ નામક સિંહ મળતા લાયન સફારી પાર્કમાં ફરી નર-માદા સિંહની ગર્જના પ્રવાસીઓને સાંભળવા મળી હતી. પરંતુ હવે માદા સિંહણ સોનલ બીમાર પડી છે. અને જીવનના અંતિમ દિવસો ગણી રહી છે.

એક તરફ લાયન સફારી પાર્કની વર્તમાન સ્થિતિ જોઈતો સફારી પાર્ક માટે વધુ સિંહ સિંહણની જોડીની પડતર માંગણી સરકારી પ્રક્રિયામાં અટવાયેલી પડી છે. ત્યારે, સોનલની માંદગીના સમાચારે જીવદયા પ્રેમીઓમાં અને વન વિભાગમાં ચિંતા પ્રસરાવી છે. 

Photo file
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.