ETV Bharat / state

દાદરા નગર હવેલીમાં આદિવાસી સમાજ છેલ્લી આશા, જાણો વિગતે - Trible Community

દાદરા નગર હવેલી: દાદરા નગર હવેલી પણ દમણ અને દિવની જેમ સંઘ પ્રદેશ યુનિયન ટેરિટરી છે. જો કે આ સીટ ST માટે રિઝર્વ સીટ છે, પરંતુ ઔદ્યોગિકરણના પ્રતાપે આ વખતના વર્ષ 2019માં નોંધાયેલ મતદાર યાદી મુજબ દાદરા નગર હવેલીમાં કુલ 2,40,858 મતદારો છે. જેમાં આદિવાસી સમાજના 1,11,000 જેટલા જ મતદારો અને અન્ય 1,30,000 જેટલા મતદારો જોતા હવે આ સીટ પર આદિવાસી મતદારોનું પ્રભુત્વ ઘટ્યું છે. તેમ છતાં લોકસભા ચૂંટણી જંગ આદિવાસી ઉમેદવારો વચ્ચે જ ખેલાશે.

Design Photo
author img

By

Published : Mar 21, 2019, 8:00 AM IST

દાદરા નગર હવેલી 2 ઑગસ્ટ, 1954ના રોજ ક્રાંતિકારોની ચળવળના કારણે ફિરંગીઓના પંજામાંથી મુક્ત થયું. 7 વર્ષના લાંબા સંઘર્ષ બાદ 11 ઑગસ્ટ, 1961ના રોજ ભારતમાં સંઘપ્રદેશના દરજ્જા સાથે સામેલ થયું. દાદરા નગર હવેલી એક લોકસભા સીટ ધરાવે છે. પહેલી લોકસભા ચૂંટણી 1967માં યોજાયેલી, જે તે વખતે કોંગ્રેસના સંજીભાઈ આર. ડેલકર પહેલા સાંસદ બન્યા હતાં. ત્યારથી આ સીટ પર કોંગ્રેસનું પ્રભુત્વ રહ્યું છે. ઇ.સ. 1971માં કોંગ્રેસના જ રામુભાઈ રવજીભાઈ પટેલ MP બન્યાં હતાં. વર્ષ 1977માં ફરી કોંગ્રેસે રામુભાઈ રવજીભાઈ પટેલને ટિકિટ આપતા તે ફરી ચૂંટાયા હતાં.

1980માં કોંગ્રેસે રામજી પોટલાં માહલાને ટિકિટ આપી અને કોંગ્રેસે સત્તા જાળવી રાખી. જેને વર્ષ 1984માં અપક્ષ ઉમેદવાર સીતારામ જીવ્યાભાઈ ગવળીએ હસ્તગત કરી અને અપક્ષ સાંસદ બન્યાં. જે બાદ અપક્ષ વિજેતાનો સિલસિલો 1989માં પણ યથાવત રહ્યો. આ વખતે પ્રથમ લોકસભા સાંસદ સંજીભાઈ ડેલકરના પુત્ર મોહન ડેલકરે લોકસભા ચૂંટણી જંગમાં ઝંપલાવી અપક્ષ સાંસદ તરીકે જંગી બહુમતીથી વિજેતા બન્યાં અને મોહનભાઈની રાજકીય કારકિર્દી શરૂ થઈ. જેમાં મોહનભાઇ 1991 અને 1996 કોંગ્રેસમાંથી ચૂંટણી લડ્યા અને જીત્યા. જે બાદ મોહન ડેલકરે કોંગ્રેસ સાથે છેડો ફાડી 1998માં ભાજપના ઉમેદવાર તરીકે ચૂંટણી લડ્યા અને જીત્યાં.

1999માં ફરી અપક્ષ સાંસદ તરીકે ચૂંટાયા હતા. વર્ષ 2004માં મોહન ડેલકરે પોતાનો અલગ ભારતીય નવશક્તિ પાર્ટીના નામનો પક્ષ રચ્યો અને દાદરા નગર હવેલીના સાંસદ બન્યા, તો લાંબા સમયથી ચાલ્યો આવતો આ સિલસીલાનો અંત 2009માં આવ્યો. કેમ કે, 2009માં ભાજપે નટુભાઈ પટેલને ટિકિટ આપી અને તેમણે ભાજપને આ સીટ અપાવી. વર્ષ 2014માં ફરી ભાજપે નટુભાઈ પટેલને ટિકિટ આપતા ફરી નટુભાઈ પટેલે અહીં ભાજપની સત્તા જાળવી રાખી છે.

વર્ષ 2004, 2009 અને 2014ની લોકસભા ચૂંટણીની વાત કરીએ તો વર્ષ 2004માં દાદરા નગર હવેલીની લોકસભા સીટ કબ્જે કરવા મોહન ડેલકરની નવરચિત પાર્ટી ભારતીય નવશક્તિ પાર્ટી, કોંગ્રેસ અને ભાજપ વચ્ચે ત્રિપાંખીયો જંગ ખેલાયો હતો. આ ચૂંટણીમાં કુલ 84,703 મતદારોએ મતદાન કર્યુ હતું. જેમાં મોહન ડેલકર 34665 મત મેળવી વિજેતા બન્યા હતાં. કોંગ્રેસના સીતારામ ગવળીએ 21,772 મત મેળવ્યા હતાં. જ્યારે ભાજપના અનિલ પટેલને માત્ર 13,178 મત મળ્યા હતાં.

વર્ષ 2009માં ભાજપે નટુભાઈ પટેલને ટિકિટ આપી હતી, કોંગ્રેસે મોહન ડેલકરની પસંદગી કરી હતી. આ લોકસભા ચૂંટણીમાં નટુભાઈ પટેલે 51,242 મત મેળવ્યા હતાં. મોહન ડેલકરે 50,624 મત મેળવ્યા હતાં. ચૂંટણી જંગમાં 618 જેવી નજીવી સરસાઈથી ભાજપના નટુભાઈ વિજય મેળવી લોકસભા સાંસદ બન્યા હતા. વર્ષ 2009માં કુલ 1,10,363 મતદારોએ મતદાન કર્યું હતું. જે સરેરાશ 73.23% જેટલું જંગી મતદાન નોંધાયું હતું.

વર્ષ 2014માં ફરી ભાજપના નટુભાઈ પટેલ અને કોંગ્રેસના મોહન ડેલકર વચ્ચે લોકસભા ચૂંટણી જંગ ખેલાયો હતો. જેમાં પણ નટુભાઈએ વિજય હાંસલ કર્યો હતો. 2014માં નટુભાઈ પટેલને 80,709 મત મળ્યા હતાં. કોંગ્રેસના મોહન ડેલકરને 74,576 મત મળ્યા હતાં. આ વખતે મોહન ડેલકરે 6,214 મતથી હારનો સામનો કરવો પડ્યો હતો.

દાદરા નગર હવેલીની વર્તમાન સ્થિતિની વાત કરીએ તો વર્ષ 2019 માટે કુલ 2,40,858 મતદારો છે. જેમાં આદિવાસી સમાજના 1,11000 હજાર જેટલા જ મતદારો અને અન્ય 1,30,000 જેટલા મતદારો જોતા હવે, આ સીટ પર આદિવાસી મતદારોનું પ્રભુત્વ ઘટ્યું છે. આ સાથે જ ભાજપે કરેલા વિકાસના કામો અને કોંગ્રેસના મોહન ડેલકરની કોંગ્રેસ પક્ષ ઉપેક્ષા કરતો હોય એ વખતે કદાચ મોહન ડેલકર ફરી અપક્ષ તરીકે ચૂંટણી લડશે તેવો વર્તારો તેણે આપી દીધો છે. જે જોતા કોંગ્રેસે દાદરા નગર હવેલી માટે પ્રભુ ટોકીયા નામના નવા આદિવાસી નેતા પર મીટ માંડી છે.

ભાજપે હેટ્રિક માટે ફરી નટુભાઈને જ મેદાનમાં ઉતારવાની ગણતરી રાખી છે. તેમ છતાં ભાજપના મહિલા કાર્યકર અંકિતા પટેલે પણ સાંસદની ટિકિટ માટે લોબિંગ શરૂ કર્યું છે. આ સાથે જ હાલ આ તમામ નેતાઓ દાદરા નગર હવેલીના આદિવાસી ગામડાઓ ખૂંદી રહ્યાં છે. જો કે આખરે ચૂંટણી જંગમાં કોણ કોની સામે મેદાનમાં ઉતરશે અને જીતશે તે તો 23મી એપ્રિલના મતદાન અને 23મી મેના ચૂંટણી પરિણામો બાદ જ સ્પષ્ટ થશે. હા એક વાત ચોક્કસ છે કે, આદિવાસી માટેની રિઝર્વ સીટ દાદરા નગર હવેલીમાં હવે આદિવાસી સમાજ લઘુમતીમાં આવી ગયો છે.

Intro:Body:

દાદરા નગર હવેલીમાં આદિવાસી સમાજ છેલ્લી આશા, જાણો વિગતે

Conclusion:
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.