સેલવાસ: સંઘપ્રદેશ દાદરા નગર હવેલીના સાયલી ગામે બુધવારે સુમન વંશા ગુનગુનીયા નામના યુવકનો તેના મોટાભાઈ સાથે ઝઘડો થયો હતો. બોલાચાલીથી શરૂ થયેલ આ ઝઘડામાં સુમને ઉશ્કેરાઈને મોટાભાઈના માથામાં હાથોડાનો ઘા ઝીંકી દેતા તેનું ઘટના સ્થળે જ કરુણ મોત નીપજ્યું હતું.
મોટાભાઈની હત્યા કરી દીધા બાદ પસ્તાવારૂપે નાનોભાઈ તાત્કાલિક પોલીસ સ્ટેશન પહોંચ્યો હતો અને પોલીસ સ્ટેશનમાં સમ્રગ ઘટના અંગે જાણ કરી હતી, ત્યારબાદ પોલીસની ટીમે ધટના સ્થળે પહોંચી તેના ભાઈના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે મોકલવામાં આવ્યો હતો. પોલીસે આરોપી નાનાંભાઈ સુમનને મોટાભાઈની હત્યામાં ધરપકડ કરી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.