ETV Bharat / state

સેલવાસમાં નરાધમે માસુમનું ગળું દબાવી હત્યા કરી નાખી હતી: જિલ્લા પોલીસવડા - દુષ્કર્મના સમાચાર

સંઘપ્રદેશ દાદરા નગર હવેલીના એક ગામમાં 4 વર્ષની બાળકીને સોસાયટીમાં જ રહેતા નરાધમે દુષ્કર્મ અચરવાના ઇરાદે પોતાના ફ્લેટમાં લાવી ગળું દબાવી હત્યા કરી નાખતા ચકચાર મચી ગઇ હતી. આ હીંચકારા કૃત્ય અંગે સેલવાસ પોલીસે હત્યારા આરોપીની ધરપકડ કરી લીધા બાદ ઘટના અંગે જિલ્લા પોલીસવડાએ વિગતો આપી હતી. ઉલ્લેખનીય છે કે, પોતાની વ્હાલસોયી દીકરીની હત્યાનું દુઃખ સહન ન થતા પિતાએ પણ આત્મહત્યા કરી જીવન ટૂંકાવી દેતા એક જ પરિવારમાં એક સાથે પિતા-પુત્રીના મોતથી સંઘપ્રદેશ પંથકમાં અરેરાટી ફેલાઈ હતી.

સેલવાસમાં નરાધમે માસુમનું ગળું દબાવી હત્યા કરી નાખી હતી

author img

By

Published : Mar 14, 2021, 9:15 AM IST

  • વિકૃત માનસિકતા ધરાવતા શખ્સે ગળું દબાવી બાળકીની કરી હત્યા
  • બાળકીની હત્યા બાદ પિતાના આત્મહત્યાના પ્રયાસ બાદ મૃત્યુ
  • પોસ્ટમોર્ટમ રિપોર્ટ આવે તે બાદ જ ચોક્કસ વિગતો મળી શકશે: SP

નારોલી: સંઘપ્રદેશ દાદરા નગર હવેલીના એક ગામમાં શુક્રવારે બપોરે સાડા ત્રણ વાગ્યા આસપાસથી ગુમ થયેલી બાળકીનો ટુકડા કરેલો મૃતદેહ એક થેલામાંથી મળી આવતા ચકચાર મચી ગઇ હતી. આ સમગ્ર ઘટના અંગે 4 વર્ષની બાળકી પર દુષ્કર્મના ઇરાદે પાડોશી શખ્સે ફ્લેટમાં બોલાવી ગળું દબાવી હત્યા કરી હોવાની વિગતો સેલવાસ જિલ્લા પોલીસવડાએ આપી હતી. આ ચકચારી ઘટના દરમિયાન બાળકીના પિતાએ પણ ફીનાઇલ પી આત્મહત્યા કરી લેતા પિતા-પુત્રીના મોત માટે લોકોએ હત્યા કરનાર નરાધમ પર ફિટકાર વરસાવ્યો છે. જ્યારે પોલીસે, હત્યારાને ઝડપી લઈ વધુ તપાસ હાથ ધરી છે.

સેલવાસમાં નરાધમે માસુમનું ગળું દબાવી હત્યા કરી નાખી હતી
સેલવાસમાં નરાધમે માસુમનું ગળું દબાવી હત્યા કરી નાખી હતી
સેલવાસમાં નરાધમે માસુમનું ગળું દબાવી હત્યા કરી નાખી હતી

આ પણ વાંચો: 4 વર્ષની બાળકીની દુષ્કર્મ બાદ હત્યા, મૃતદેહના ટુકડા કરી ટોઇલેટની બારીમાંથી ફેંકી દીધા

પોલીસે હત્યારાની ધરપકડ કરી આગળની તપાસ હાથ ધરી

સમગ્ર ઘટના અંગે સેલવાસ જિલ્લા પોલીસવડા હરેશ્વર સ્વામીએ વિગતો આપી હતી કે, દાદરા નગર હવેલીના એક ગામની સોસાયટીમાં રમતી એક બાળકી સાડા ત્રણ વાગ્યાથી ગુમ થઈ હતી. જેની જાણ પોલીસ મથકને કરવામાં આવતા, પોલીસની ટીમ સોસાયટીમાં પહોંચી હતી અને સતત ત્રણેક કલાક સુધી સોસાયટીના 40 જેટલા ફ્લેટમાં સર્ચ ઓપરેશન હાથ ધર્યું હતું. જે દરમિયાન 109 નંબરના ફ્લેટમાં તપાસ કરતા ફ્લેટમાં રહેતા શખ્સ પર શંકા ગઈ હતી. ફ્લેટમાં વધુ તપાસ કરતા બાથરૂમમાં લોહીના ડાઘ જોવા મળ્યાં હતાં. જેથી પોલીસે તાત્કાલિક સંતોષ રજત નામના શખ્સની અટકાયત કરી વધુ પૂછપરછ હાથ ધરી હતી. જેમાં તેણે બાળકીનું ગળું દબાવી હત્યા કરી, બાળકીના ટુકડા કરી, તેને એક થેલામાં ભરી ટોઇલેટના પાઈપના ખાડામાં નાખી દીધું હોવાનું જણાવ્યું હતું.

દુષ્કર્મના ઇરાદે બાળકીને પોતાના ફ્લેટમાં લાવ્યો

પોલીસની પૂછપરછમાં શખ્સે કબુલ્યું હતું કે, તે તેને દુષ્કર્મના ઇરાદે પોતાના ફ્લેટમાં લાવ્યો હતો. જે દરમિયાન, બાળકી બુમો ના પાડે તે માટે તેનું ગળું દબાવી હત્યા કરી હતી. જો કે જિલ્લા પોલીસવડા હરેશ્વર સ્વામીએ ખુલાસો કર્યો હતો કે, મૃતક બાળકી સાથે દુષ્કર્મ આચરવામાં આવ્યું હતું કે કેમ, તે અંગે કોઈ ચોક્કસ વિગતો મળી નથી. હાલ પોસ્ટમોર્ટમ રિપોર્ટ આવે તે બાદ જ ચોક્કસ વિગતો મળી શકશે.

આ પણ વાંચો: દીકરી હવે ઘરમાં પણ નથી સુરક્ષિત, હવસખોર બાપે આચર્યું દુષ્કર્મ

હત્યા કરનાર શખ્સ મૂળ ઝારખંડનો વતની

4 વર્ષની માસૂમ બાળકીની નિર્દયપણે હત્યા કરી મૃતદેહના ટુકડા કરનાર નરાધમ સંતોષ રજત મૂળ ઝારખંડનો વતની હોવાનું અને 4 વર્ષથી આ જ સોસાયટીમાં રહેતો હતો. દાદરા નગર હવેલીમાં તે 2013થી અલગ અલગ કંપનીમાં કામદાર તરીકે નોકરી કરતો હતો. તેના વિરુદ્ધ અન્ય કોઈ ગુન્હા છે કે, કેમ તે અંગે પણ પોલીસે વધુ તપાસ હાથ ધરી હોવાનું હરેશ્વર સ્વામીએ જણાવ્યું હતું.

પિતાએ ફિનાઈલ પી લેતા સારવાર પિતાનું પણ મોત

ઉલ્લેખનીય છે કે, માસૂમ બાળકી સાથે હૈવાનિયત જેવું કૃત્ય કરી તેની હત્યા કરી નાંખતા પિતા સહિત સમગ્ર પરિવાર આઘાતમાં સરી પડ્યો હતો. આઘાતમાં આવેલા પિતાએ ફિનાઈલ પી આત્મહત્યાનો પ્રયાસ કર્યો હતો. જેથી તેમને સારવાર માટે નજીકની હોસ્પિટલમાં ખસેડાયા હતા. જ્યાં વધુ સારવાર મળે તે પહેલાં જ પિતાએ પણ દમ તોડી દીધો હતો. જેને લઈને સમગ્ર સંઘપ્રદેશમાં અરેરાટી ફેલાઈ હતી અને હત્યારા સામે ફિટકાર વરસાવ્યો હતો.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.