ETV Bharat / state

મોરબીમાં યુવાનની હત્યાના કેસમાં પોલીસ કર્મચારી સહિત 3ની ધરપકડ - GUJARAT

મોરબી : પોલીસ હેડ ક્વાર્ટર પાસેના પોલીસ આવાસ નજીકથી યુવાનનો મૃતદેહ મળી આવતા ચકચાર મચી હતી. ઘટના સ્થળે જીલ્લા S.P, D.Y.S.P, L.C.B સહિતની ટીમ પહોચી હતી. યુવાનની હત્યામાં પોલીસ કર્મચારી અને G.R.D કર્મચારીઓની સંડોવણી ખુલતા પોલીસે ગણતરીની કલાકોમાં પોલીસ કર્મચારી સહિતના 3 આરોપીને ઝડપી લીધા હતા.

મોરબીમાં યુવાનની હત્યા
author img

By

Published : Jun 26, 2019, 8:50 AM IST

મોરબીના મકનસર નજીક શીતળામાં મંદિર નજીકથી અજાણ્યા યુવાનનો મૃતદેહ મળી આવ્યો હતો. યુવાનનું મોત મારના કારણે થયું હોવાનો ઘટસ્ફોટ થયો હતો. પોલીસે હત્યાનો ગુન્હો નોંધી ધોરણસરની તપાસ ચલાવી હતી. જેમાં પોલીસ હેડ કવાર્ટરમાં આવાસ બનાવવાનું કામ રાખનારા કોન્ટ્રાક્ટર રાકેશ છોટાલાલ રાઠોડ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી. હેડ કવાર્ટરમાં ફરજ બજાવતા પોલીસ કમર્ચારી કિશોરભાઈ, G.R.D જવાન હાર્દિક, કમલેશ દેગામાં અને અન્ય 3 G.R.D જવાનો એ મૃતકને કોઈ કારણોસર પ્લાસ્ટિકના પાઈપ વડે આડેધડ માર મારી શરીરે ગંભીર ઈજાઓ પહોચાડી હત્યા કરી હોવાની ફરિયાદ નોધાવી હતી.

મોરબીમાં યુવાનની હત્યા

મોબાઈલ ચોરીની શંકા રાખી યુવાનને પોલીસ પહોંચે તે પૂર્વે ટોળાએ ઢોર માર માર્યો હતો.પોલીસે હત્યાનો ગુન્હો નોંધી વધુ તપાસ ચલાવી 3 આરોપીને ઝડપી વધુ આરોપીની શોધખોળ શરુ કરી છે. જેથી આરોપીના રિમાન્ડ મેળવવા પોલીસે તજવીજ હાથ ધરી છે.

મોરબીના મકનસર નજીક શીતળામાં મંદિર નજીકથી અજાણ્યા યુવાનનો મૃતદેહ મળી આવ્યો હતો. યુવાનનું મોત મારના કારણે થયું હોવાનો ઘટસ્ફોટ થયો હતો. પોલીસે હત્યાનો ગુન્હો નોંધી ધોરણસરની તપાસ ચલાવી હતી. જેમાં પોલીસ હેડ કવાર્ટરમાં આવાસ બનાવવાનું કામ રાખનારા કોન્ટ્રાક્ટર રાકેશ છોટાલાલ રાઠોડ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી. હેડ કવાર્ટરમાં ફરજ બજાવતા પોલીસ કમર્ચારી કિશોરભાઈ, G.R.D જવાન હાર્દિક, કમલેશ દેગામાં અને અન્ય 3 G.R.D જવાનો એ મૃતકને કોઈ કારણોસર પ્લાસ્ટિકના પાઈપ વડે આડેધડ માર મારી શરીરે ગંભીર ઈજાઓ પહોચાડી હત્યા કરી હોવાની ફરિયાદ નોધાવી હતી.

મોરબીમાં યુવાનની હત્યા

મોબાઈલ ચોરીની શંકા રાખી યુવાનને પોલીસ પહોંચે તે પૂર્વે ટોળાએ ઢોર માર માર્યો હતો.પોલીસે હત્યાનો ગુન્હો નોંધી વધુ તપાસ ચલાવી 3 આરોપીને ઝડપી વધુ આરોપીની શોધખોળ શરુ કરી છે. જેથી આરોપીના રિમાન્ડ મેળવવા પોલીસે તજવીજ હાથ ધરી છે.

R_GJ_MRB_07_25JUN_HATYA_AAROPI_POLICE_BITE_01_PKG_RAVI

R_GJ_MRB_07_25JUN_HATYA_AAROPI_POLICE_BITE_02_PKG_RAVI

R_GJ_MRB_07_25JUN_HATYA_AAROPI_POLICE_VISUAL_01_PKG_RAVI

R_GJ_MRB_07_25JUN_HATYA_AAROPI_POLICE_VISUAL_02_PKG_RAVI

R_GJ_MRB_07_25JUN_HATYA_AAROPI_POLICE_SCRIPT_PKG_RAVI

એન્કર :

        મોરબીમાં નિર્માણ પામી રહેલ પોલીસ હેડ ક્વાર્ટર પાસેના પોલીસ આવાસ નજીકથી અજાણ્યા યુવાનનો મૃતદેહ મળી આવતા ચકચાર મચી હતી બનાવને પગલે જીલ્લા એસપી, ડીવાયએસપી, એલસીબી સહિતની ટીમો દોડી ગઈ હતી અને યુવાનની હત્યા કરવામાં આવી હોય જે બનાવ અંગે ગુન્હો નોંધી તપાસ ચલાવી હતી તો અજાણ્યા યુવાનની હત્યામાં પોલીસ કર્મચારી અને જીઆરડી કર્મચારીઓની સંડોવણી ખુલતા પોલીસે ગણતરીની કલાકોમાં પોલીસ કર્મચારી સહિતના ત્રણ આરોપીને ઝડપી લીધા છે તો કોણ છે એ અજાણ્યો યુવાન અને શા માટે કરવામાં આવી તેની હત્યા આવો જોઈએ આ વિશેષ અહેવાલમાં.......

વીઓ : ૧

મોરબીના મકનસર નજીક શીતળામાં મંદિર નજીકથી અજાણ્યા પુરુષ અંદાજે (ઉ.વ.૨૫ થી ૨૭) વાળાનો મૃતદેહ મળી આવતા પીએમ અર્થે ખસેડાયો હતો અને યુવાનનું માર મારવાને કારણે મોત થયાનો ખુલાસો થયા બાદ તાલુકા પોલીસે હત્યાનો ગુન્હો નોંધી ધોરણસરની તપાસ ચલાવી હતી જેમાં પોલીસ હેડ કવાર્ટરમાં આવાસ બનાવવાનું કામ રાખનારા કોન્ટ્રાક્ટર રાકેશ છોટાલાલ રાઠોડ (ઉ ૪૦)એ મોરબી તાલુકા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે કે હેડ કવાર્ટરમાં ફરજ બજાવતા પોલીસ કમર્ચારી કિશોરભાઈજીઆરડી જવાન હાર્દિક ઉર્ફે લાલો બરાસરાકમલેશ દેગામાં અને અન્ય ત્રણ જીઆરડી જવાનો એ મૃતકને કોઈ કારણોસર પ્લાસ્ટિકના પાઈપ વડે આડેધડ માર મારી શરીરે ગંભીર ઈજાઓ પહોચાડી હત્યા કરી હોવાની ફરિયાદ નોધાવી હતી જે ફરિયાદને પગલે આરોપી પોલીસ કર્મચારી કિશોરભાઈ છગનભાઈ ગોલાણી, એસઆરપી ગ્રુપ ૧૭ ચેલા જામનગર ગ્રુપ (ઉ.વ.૩૬) હાર્દિક ઉર્ફે લાલો ડાયાભાઇ બરાસરા (ઉ.વ.૨૩) અને કમલેશ ઉર્ફે કમાભાઈ સુખદેવભાઈ દેગામાં (ઉ.વ.૨૮) બંને જીઆરડી જવાનો સહીત ત્રણ આરોપીને ઝડપી પોલીસે પૂછપરછ ચલાવી છે 

બાઈટ ૧ : ડો. કરનરાજ વાઘેલા – મોરબી જીલ્લા પોલીસવડા

વીઓ : ૨

        સમગ્ર બનાવ અંગે વાત કરીએ તો કિશોરભાઈ નામના પોલીસ કર્મચારીના રાતાવીરડા ગામે જાણીતા કોઈ વ્યક્તિએ ફોન કરી ફીરેન્જો કારખાના પાસે મોબાઈલ ચોરીમાં એક આરોપીને ઝડપ્યો હોય તેમ જણાવતા કિશોરભાઈ અને જીઆરડી જવાનો ત્યાં ગયા હતા અને ટોળાએ મોબાઈલ ચોરીમાં ઝડપાયેલ ઈસમને માર માર્યો હોય અને ઈસમને મકનસર નજીક શીતળામાં મંદિર પાસે લાવી આકરી પૂછપરછ કરી માર મારતા હોય દરમિયાન ત્યાંથી રાહદારીએ ટોકતા પોલીસ અને જીઆરડી જવાનો ગભરાઈ જઈને યુવાનને ત્યાં છોડી નાસી ગયા હતા અને બાદમાં યુવાન ઈજાગ્રસ્ત હાલતમાં પોલીસ હેડ ક્વાર્ટર પાસે પહોંચ્યો હતો અને કોન્ટ્રાકટર દ્વારા ૧૦૮ ની મદદથી હોસ્પિટલ પહોંચાડ્યો હતો જોકે યુવાનનું મોત થઇ ચુક્યું હતું જેથી પોલીસે હત્યાનો ગુન્હો નોંધી વધુ તપાસ ચલાવી ત્રણ આરોપીને ઝડપી લઈને બાકી આરોપીની શોધખોળ ચલાવી છે  

બાઈટ ૨ : ડો. કરનરાજ વાઘેલા – મોરબી જીલ્લા પોલીસવડા

વીઓ : ૩  

        મોબાઈલ ચોરીની શંકા રાખી યુવાનને પોલીસ પહોંચે તે પૂર્વે ટોળાએ ઢોર માર માર્યો હતો જેથી માર મારનાર ટોળામાં ક્યાં શખ્શો હતા તેની પૂછપરછ કરી ધરપકડ કરાશે તેમજ ફરિયાદ મુજબ હજુ ત્રણ આરોપી ફરાર હોય જેથી હજુ થી લોકોની અટકાયત થાય તેવી માહિતી પોલીસ પાસેથી પ્રાપ્ત થઇ છે તે ઉપરાંત મૃતક યુવાન મધ્યપ્રદેશનો હોવાનું પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું છે પરંતુ તેની ઓળખ થઇ નથી જેથી પરિવારની શોધખોળ ચલાવી રહ્યા છે અને ઓળખ મેળવવા માટે તપાસ ચલાવવામાં આવી રહી છે ઝડપાયેલા આરોપીના રિમાન્ડ મેળવવા પોલીસે તજવીજ હાથ ધરી છે

 

 

રવિ એ મોટવાણી

મોરબી

૯૬૮૭૬ ૨૨૦૩૩  

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.