- મોરબીના ધરમપુર ગામે 9 શખ્સોએ યુવાનને માર માર્યો
- યુવાન ઈજાગ્રસ્ત થતા તેનું મોત થયું
- પોલીસે 9 શખ્સો સામે હત્યાનો ગુનો નોંધી તપાસ શરૂ કરી
મોરબી : જિલ્લાના ધરમપુર ગામે નશાખોર બે શખ્સોએ ગામમાં મહિલાને માર માર્યો હતો. જે બનાવને પગલે ગ્રામજનોએ બે શખ્સોને માર માર્યો હતો. જેથી તેમને હોસ્પિટલ સારવાર માટે ખસેડાયા હતા. જ્યાં ફરજ પરના ડૉક્ટર અને સ્ટાફ સાથે પણ બન્ને શખ્સોએ અભદ્ર વર્તન કર્યું હતુ અને બાદમાં મહિલાને માર મારવાનો ગુનો નોધાયો હતો. બે શખ્સોને ગ્રામજનોએ માર મારતા એકનું સારવાર દરમિયાન મોત થતા બનાવ હત્યામાં પલટાયો હતો. પોલીસે 9 શખ્સો સામે હત્યાનો ગુનો નોંધી તપાસ ચલાવી છે.
આ પણ વાંચો : નડીયાદ નજીક ટ્રક પાછળ ઇકો કાર ઘૂસી જતા સર્જાયો અકસ્માત, 3ના મોત, 8 ઇજાગ્રસ્ત
નશાખોર બે શખ્સોએ મહિલાને માર માર્યો
આ બનાવની મળતી માહિતી મુજબ મોરબીના નવા ધરમપુર ગામની રહેવાસી મહિલાએ તાલુકા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે કે, બે શખ્સ 'તારી દુકાન બંધ કરી દે' કહીને અપશબ્દો બોલીને લાકડાના ધોકા વડે માર મારી ઈજા કરી હતી. જે મહિલાને માર મારતા હોય તેવો વીડિયો પણ સોશિયલ મીડિયામાં વાયરલ થયો હતો. જે બનાવને પગલે ગ્રામજનોએ બન્નેને પકડીને ધમાર્યા હતા અને બાદમાં પોલીસ આવી જતા પોલીસને સોપવામાં આવ્યા હતા. તો બન્ને શખ્સોને ગ્રામજનોએ માર મારતા ઈજાગ્રસ્ત હોવાથી પોલીસે બન્નેને સારવાર માટે મોરબી સિવિલ હોસ્પિટલ ખસેડ્યા હતા. જ્યાં ફરજ પરના મેડીકલ ઓફિસર અને સ્ટાફ સાથે પણ બન્ને શખ્સોએ ગેરવર્તન કર્યું હતું.
આ પણ વાંચો : Accident in Surat: UPથી નોકરી માટે સુરત આવેલા યુવકનું બાઈક પોલીસ વાન (Police Van)સાથે અથડાતા મોત
હોસ્પિટલમાં સ્ટાફ સાથે પણ અભદ્ર વર્તન કર્યાની પોલીસ ફરિયાદ નોંધાઈ
આ બનાવ મામલે મોરબીની સરકારી હોસ્પિટલના મેડીકલ ઓફિસરે પોલીસ ફરિયાદ નોંધાવી છે કે, બન્ને શખ્સને મારામારીના બનાવમાં ઈજા થવાથી તેઓને મોરબી હોસ્પિટલમાં સારવાર માટે લવાયા હતા. જ્યાં તેઓએ મેડિકલ ઓફિસર અને સ્ટાફ સાથે પણ મગજમારી કરી હોવાનું જણાવ્યું હતું.
તાલુકા પોલીસે નોંધ કરી વધુ તપાસ હાથ ધરી
મોરબી તાલુકા પોલીસે મહિલાને માર મારવાની તેમજ સરકારી હોસ્પિટલના સ્ટાફ સાથે ગેરવર્તન મામલે ફરિયાદ નોંધી છે. તો એક યુવાનનું મોત થતા નવ શખ્સો સામે હત્યાનો ગુનો નોંધી વધુ તપાસ DYSP ચલાવી રહ્યા છે.