ETV Bharat / state

મોરબી: યંગ ઈન્ડિયા ગ્રુપે ગરીબ બાળકોને ફટાકડાની કીટ આપી ભોજન કરાવી દિવાળી ઉજવી - Deven Rabari, founder of Young India Group

મોરબીમાં શહીદ ભગતસિંહના કાંતિકારી વિચારોને વરેલા યંગ ઈન્ડિયા ગ્રુપ દ્વારા છેલ્લા ઘણા વર્ષોથી પ્રકાશ પર્વ દિવાળીની પ્રેરણાદાયી રીતે ઉજવણી કરવામાં આવે છે. આ વર્ષે પણ આ પરંપરા જાળવી રાખવામાં આવી હતી.

યંગ ઇન્ડિયા ગ્રુપ દ્વારા ગરીબ બાળકોને સ્વાદિષ્ટ ભોજન કરાવી દિવાળીની કરાઈ ઉજવણી

author img

By

Published : Nov 15, 2020, 5:37 PM IST

  • યંગ ઇન્ડિયા ગ્રુપ દ્વારા અનોખી રીતે દિવાળીની ઉજવણી કરાઈ
  • ગરીબ બાળકોને ફટાકડાની કીટ આપવામાં આવી
  • જરૂરિયાતમંદ 2000 બાળકોને દિવાળીના દિવસે ભોજન આપવામાં આવ્યું

મોરબીઃ મોરબીમાં શહીદ ભગતસિંહના કાંતિકારી વિચારોને વરેલા યંગ ઇન્ડિયા ગ્રુપ દ્વારા છેલ્લા ઘણા વર્ષોથી આપવાના આનદ હેઠળ દરેક તહેવારોની ઉજવણી કરવામાં આવે છે. જેમાં આપવાનો આંનદ એટલે જે લોકો જીવનના અનેક અભાવોથી વંચિત હોય એમની સાથે પરિવાર જેવી આત્મીયતા કેળવીને તહેવારોની સાચા અર્થમાં ખુશી આપવી. આવી રીતે યંગ ઇન્ડિયા ગ્રુપ દરેક તહેવારોની સર્વધર્મ સમભાવની જેમ ઉજવણી કરીને અભાવોથી વંચિત લોકોની જિંદગીમાં ઉમંગનો રંગ ભરી દે છે. ત્યારે પ્રકાશ પર્વ દીપોત્સવીની આવી રીતે પ્રેરણાદાયી ઉજવણી કરવામાં આવી હતી.

દિવાળીની પ્રેરણાદાયી ઉજવણી

દિવાળીની પ્રેરણાદાયી ઉજવણી સંદર્ભે યંગ ઇન્ડિયા ગ્રુપના સંસ્થાપક દેવેન રબારીએ જણાવ્યું હતું કે, યંગ ઇન્ડિયા ગ્રુપ દ્વારા દિલના દીવાઓ પ્રજલિત કરી "આનંદના અજવાળા" કરવાનો અવસર. તમને ખબર છે કે, તમે જેવી જિંદગી જીવો છો એવી જિંદગી સમગ્ર વિશ્વમાં માત્ર દસ ટકાના નસીબમાં જ લખાયેલી છે, બાકીના નેવુ ટકા લોકો તમે જેવી જિંદગી જીવો છો એવી જિંદગી જીવવાનું સપનું જોતા હોય છે.

જરૂરિયાત મંદ બાળકોની જીવનમાં રોશની પ્રગટાવીને દિવાળીની ઉજવણીના સાચા મર્મને દિપાવ્યો

દિલમાં માનવતા, ઉદારતા અને પ્રામાણિકતાનો દીવડો ઝગમગતો રાખીએ, સમગ્ર વિશ્વમાં આપોઆપ ઉજાસ ફેલાશે. વધુમાં જણાવ્યું કે, દિવાળી અને નવું વર્ષએ માત્ર કેલેન્ડર બદલવાની ઘટના નથી. પણ એક નવી શરૂઆત કરવાનો અવસર છે. ઘર સાફ થઈ ગયાં પણ દિલનું શું? આ તહેવાર હળવાં થવાનો મોકો આપે છે. સવાલ એ જ હોય છે કે આપણે આ મોકાનો ઉપયોગ કરીએ છીએ કે નહીં? દર વર્ષે રિઝોલ્યુશન પાસ થાય છે અને થોડાક દિવસમાં તૂટી પણ જાય છે. કંઈ છૂટતું નથી, કંઈ બદલાતું નથી, માત્ર રોજે રોજ તારીખિયાનું એક પાનું ખરતું જાય છે અને જિંદગીનો એક-એક દિવસ ઘટતો જાય છે. દિવસો તો વિતવાના જ છે એને કોઈ રોકી શકવાનું નથી. આપણે જો એ ચાલ્યા જતાં દિવસોનો અફસોસ ન કરવો હોય તો શ્રેષ્ઠ માર્ગ એ છે કે એને શ્રેષ્ઠ રીતે જીવી લેવા.

દિવાળી પર પછાત વર્ગના બાળકોને ખુશી આપી અનોખી ઉજવણી કરી

યંગ ઇન્ડિયા ગ્રુપ દ્વારા મોરબીના અલગ-અલગ વિસ્તારમાં રેહતા જરૂરિયાતમંદ 2000 બાળકોને દિવાળીના દિવસે વિવિધ ફટાકડાની કીટ તથા સ્વાદિષ્ટ ભોજન જમાડી દિવાળીની ઉજવણી કરી હતી. તેમજ આવનારા નવા વર્ષમાં પણ આવા સમાજ ઉપયોગી કામ કરવાની નેમ કરી જીંદગીને શ્રેષ્ઠ રીતે જીવી લેવાની એક નાનકડી કોશિશ કરી છે.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.