- મોરબીમાં ઇલેક્ટ્રિક વ્હીકલની ફેક્ટરી કામ કરે છે મહિલાઓ
- ઈ બાઈક બનાવતી કંપનીમાં મહિલાઓ મેળવે છે મોટી સંખ્યામાં રોજગારી
- કંપનીમાં કામ કરીને મહિલાઓ સન્માનભેર જીવન જીવે છે
મોરબી : આજના યુગમાં મહિલાઓ પુરૂષોથી ઉપર પહોંચી ગઈ છે. મહિલાઓ પ્લેન પણ ઉડાવાથી લઈને સરહદ પર દેશની સુરક્ષા પણ કરે છે, કોઈ એવું ક્ષેત્ર રહ્યું નથી, કે જ્યાં મહિલાઓએ પોતાની આવડત અને મહેનત થકી સિદ્ધિ સર ન કરી હોય. ઉલ્લેખનીય છે કે, હાલ માત્ર ભારત જ નહિ સમગ્ર વિશ્વ માટે ગ્લોબલ વોમીંગ ગંભીર સમસ્યા બની રહી છે, ત્યારે મોરબી જિલ્લાની ઈ-બાઈક બનાવતી કંપનીમાં મહિલાઓ ઈ-બાઈક બનાવી પ્રદુષણને રોકવામાં મહત્વનો ફાળો આપી રહી છે, મોરબીની જાણીતી ક્લોક કંપની સામખીયારી પાસે આવેલી ઈ બાઈક બનાવી પ્રદુષણ સામેના જંગમાં મહિલાઓનું યોગદાન જોવા મળી રહ્યું છે.
આ પણ વાંચો: Corona ના કારણે 'ટંકારાના રાખડી ઉદ્યોગમાં મંદીનો માહોલ, ઉત્પાદન 40 ટકા જેટલું ઘટ્યું
પ્રદુષણ રોકવામાં પણ મદદરૂપ
મોરબીની જાણીતી ક્લોક કંપનીના MD જયસુખ પટેલે ઈ બાઈક બનાવવાની પહેલને લઈને જણાવ્યું હતું કે, તેઓ વેપાર અર્થે ચીન અવારનવાર જતા હોય છે, ત્યારે એક વખત ચીનમાં ઇલેક્ટ્રિક વ્હીકલની ફેકટરીઓની મુલાકાત લીધી હતી અને આ વ્હીકલ પેટ્રોલ-ડીઝલ કરતા સસ્તા ખર્ચે ચાલે છે, એટલું જ નહિ પરંતુ તે પ્રદુષણ રોકવામાં પણ મદદરૂપ બનતા હોય છે, આથી તેઓએ વર્ષ ૨૦૦૬-૦૭ માં ૧૫૦ કરોડના ખર્ચે સામખીયારી પાસે ઈ-બાઈક બનાવતી ફેક્ટરી કાર્યરત કરી હતી, જે ફેકટરીમાં અગાઉ ૪૦૦થી ૫૦૦ બાઈક મહીને બનતા હતા, પરંતુ હવે જ્યારે પેટ્રોલ અને ડીઝલની કિમતો સતત વધી રહી છે, ત્યારે તેની કંપની ૧૫૦૦થી લઈને ૨૦૦૦ બાઈક પ્રતિ માસ બનાવીને વેચાણ કરી રહી છે. આ બાઈક પેટ્રોલ ડીઝલ કરતા સસ્તા પડે છે. ઈ બાઈકને પગલે પેટ્રોલ-ડીઝલની આયાત ઘટી જતા દેશને પણ ફાયદો થઇ શકે છે.
ઈ બાઈક બનાવવું મહિલાઓ માટે ચેલેન્જીંગ જોબ
કંપનીમાં ફરજ બજાવતી મહિલા કર્મચારીઓએ જણાવ્યું હતું કે, મહિલાઓ માટે આ ચેલેન્જીંગ જોબ છે, છતાં તેમને આ પસંદ કરી છે, ચેલેન્જીંગ જોબ કરવાથી ઈમેજ બને છે અને આજની મહિલાઓ પુરુષો કરતા ક્યાંય પાછી પડતી નથી. જો કે તે અહીની મહિલાઓએ સિદ્ધ કરી બતાવ્યું છે. ઉલ્લેખનીય છે કે, ઈ બાઈક બનાવતી ફેકટરીમાં સૌરાષ્ટ્રભરની મહિલાઓ રોજગારી માટે આવે છે અને નારી શક્તિ પ્રદુષણ સામેના જંગમાં યોગદાન આપી રહી છે.
આ પણ વાંચો: મોરબીમાં કોરોનાની અસર સિરામિક ઉદ્યોગ પર જોવા મળી, 90 જેટલા યુનિટો બંધ
ઈ વ્હીકલ પ્રદુષણ રોકવા મદદરૂપ બને છે
ઉલ્લેખનીય છે કે, નારી શક્તિ ઘર તો સુવ્યવ્યસ્થિત રીતે સંભાળે જ છે, આ સાથે તેઓ પગભર બનીને સન્માનભેર જીવન પણ જીવી શકે છે. કંપનીમાં મહિલાઓ માટે ચેલેન્જીંગ મનાતું કામ કરીને પગભર બની રહી છે, આ સાથે જ પ્રદુષણ ઓકતા વાહનોને બદલે ઈ વ્હીકલ બનાવીને પ્રદુષણ રોકવામાં અને ગ્લોબલ વોમીંગ જેવી વૈશ્વિક સમસ્યાના સમાધાનમાં પણ પોતાનું અમુલ્ય યોગદાન આપી રહી છે. જે ગુજરાતની નારી શક્તિ માટે ગૌરવની બાબત કહી શકાય.