ETV Bharat / state

મોરબીના જૂના બસ સ્ટેન્ડ નજીક અકસ્માતમાં પતિની નજર સામે જ પત્નીનું મોત

મોરબીના જૂના બસ સ્ટેન્ડ નજીક ST બસે મોપેડને ટક્કર મારી હતી. આ મોપેડ પર સવાર દંપતિ હતું. આ અકસ્માતમાં મોપેડ પર સવાર મહિલાનું મોત થયું હતું. જે બાદ પોલીસે મહિલાના મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે ખસેડી વધુ તપાસ હાથ ધરી છે.

જૂના બસ સ્ટેન્ડ
જૂના બસ સ્ટેન્ડ
author img

By

Published : Sep 15, 2020, 5:43 AM IST

મોરબીઃ શહેરમાં આવેલા જૂના બસ સ્ટેન્ડ નજીક સોમવારે ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. જેમાં મહિલા મોપેડમાંથી નીચે પડી જતા બસનું વ્હીલ માથે ફરી વળતા મહિલાનું કમકમાટીભર્યું મોત થયું હતું.

આ ચકચારી બનાવની મળતી માહિતી મુજબ મોરબીના જૂના બસ સ્ટેન્ડ નજીકથી પસાર થતી GJ 18 Z 6630 સારંગપુરથી ભુજ તરફ જતી ST બસ પસાર થતી હતી. ત્યારે સામાકાંઠા વિસ્તારમાં રહેતા લલ્લન યાદન તેની પત્ની મંજુબેન યાદવ સાથે મોપેડ GJ 36 D 7931 પર જતા હતા અને બસ સ્ટેન્ડ નજીક મોપેડમાં પાછળ બેસેલી મહિલા મંજુબેન યાદવ કોઈ કારણોસર પડી ગયા હતા.

આ દરમિયાન નજીકમાંથી પસાર થતી ST બસના પાછળના વ્હીલમાં મહિલાનું માથું આવી જતા મહિલાનું ઘટનાસ્થળે જ મોત નીપજ્યું હતું. સમગ્ર ઘટનાની જાણ થતા 108 ટીમ દોડી આવી હતી. અકસ્માત સ્થળે લોકોના ટોળા પણ એકત્રિત થયા હતા. પોલીસે ઘટના સ્થળે પહોંચી મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે હોસ્પિટલ ખસેડી વધુ તપાસ હાથ ધરી છે.

ઉલ્લેખનીય છે કે, મોરબીમાં ખરાબ રોડ રસ્તાને પગલે અનેક અકસ્માતો સર્જાતા રહે છે. ત્યારે આ અકસ્માતમાં પણ શું તૂટેલા રોડ રસ્તા જવાબદાર હતા કે અન્ય કારણોસર મહિલા મોપેડમાંથી ગબડી પડી હતી. તેવી ચર્ચા પણ અકસ્માતના પ્રત્યક્ષદર્શીઓમાં થઈ રહી હતી.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.