મોરબી મોરબીના સમય ગેટ નજીક નીતિન પાર્ક સોસાયટીમાં રહેતા અમિતભાઈ મગનભાઈ અંબાણીએ પોલીસ ફરિયાદ (Morbi A Division Police registered a complaint )નોંધાવી હતી કે ભક્તિનગર સર્કલ નજીક આવેલ બજરંગ સેલ્સ એજન્સી નામની દુકાન ચલાવે છે. 30 ઓગસ્ટના રોજ દુકાનેથી પરત આવ્યા હતાં તેમજ 31 ઓગસ્ટના રોજ સવારે 6કલાકે તેમનો ભાઈ અનિલ દુકાન ખોલવા ગયો ત્યારે ચોરીની જાણ (Wholesale shop in Morbi targeted by burglars ) થઇ હતી.
દુકાન માલિકના ભાઈને ચોરીની જાણ થઇ દુકાન માલિકના ભાઇએ ફરિયાદી અમિતભાઈને ફોન કરી જણાવ્યું કે દુકાનના શટરના તાળા તૂટેલા છે અને દુકાનમાંથી ચોરી થયાની માહિતી મળી હતી. ચોરીના બનાવ મુદ્દે દુકાનમાં ચેક કરતા દુકાનમાં રાખેલ તમાકુ બીડી સિગારેટ શેમ્પુ ચોરી થયાનું જાણવા મળ્યું હતું. જેમાં શિવાજી બીડીના દસ પેકેટ કીમત રૂ 2000, પુકાર તમાકુના કાર્ટુન એક કીમત રૂ 3000, વિમલ ગુટખા પેકેટ નંગ 20 કીમત રૂ 2000, બુધાલાલ તમાકુ કાર્ટુન એક કીમત રૂ 3500, રાજશ્રી પાનમસાલા ગુટખા કાર્ટુન કીમત રૂ 9000, બાગબાન તમાકુ મીની પાઉચ કાર્ટુન એક કીમત રૂ 15000, સાઈઠ કિલો સોપારી કીમત રૂ 35000 તેમજ શેમ્પુનું કાર્ટુન એક કીમત રૂ 6000 અને પાંચ બોક્સ અલગ અલગ ન્હાવાના સાબુ કીમત રૂ 5000 ઉપરાંત સિગરેટ 40 બાંધા કીમત રૂ 50000 સહીત કુલ રૂ 154500 ની કિમતની મત્તા ચોરી (Wholesale shop in Morbi targeted by burglars ) કરી ગયા છે.
પોલીસે ફરિયાદ નોંધી વધુ તપાસ હાથ ધરી ચોરીના બનાવ મામલે મોરબી એ ડીવીઝન પોલીસે ફરિયાદ નોંધી (Morbi A Division Police registered a complaint ) વધુ તપાસ ચલાવી છે. તો વધુ એક ચોરીની ઘટનાને (Wholesale shop in Morbi targeted by burglars )અંજામ આપી ચોરોએ પોલીસને ખુલ્લો પડકાર ફેક્યો છે. ત્યારે પોલીસ ચોરોને ઝડપી લઈને કાયદાનું ભાન કરાવી શકે છે કે નહીં તે જોવું રહ્યું.
પાનની દુકાન ચાલુ કરવાના મૂડમાં તસ્કરો સૂત્રોમાંથી મળતી માહિતી મુજબ ચારથી વધુ ચોર (Wholesale shop in Morbi targeted by burglars ) હતાં અને ગાડીમાં પાન બીડી અને સિગારેટ સહિતનો મુદામાલ લઇ ગયા હતાં. પરંતુ વેફર સહિતની વસ્તુઓ સાથે હતી પણ પાનની દુકાન શરુ કરવાની ફિરાકમાં ચોરો હોય તેમ પાન બીડી અને સિગારેટ તમાકુનો મુદામાલ ચોરી કરી લઇ ગયા છે.