- મોરબીમાં ફિલ્ટર હાઉસમાં રીપેરીંગ કામ
- મોરબીવાસીઓને ગુરુવારે નહીં મળે પીવાનું પાણી
- 3 લાખની વસતીને થશે અસર
મોરબીઃ મોરબી નગરપાલિકા તંત્ર દ્વારા શહેરના લીલાપર રોડ પર આવેલા ગૌશાળા ફિલ્ટર હાઉસમાંથી પીવાના પાણીનું વિતરણ કરાતું હોય છે. મચ્છુ ડેમ-2 માંથી પાણી ગૌશાળા ફિલ્ટર હાઉસ સુધી પહોંચે છે અને ફિલ્ટર હાઉસમાં પાણી શુદ્ધ કરીને વિતરણ કરાય છે. હાલ ગૌશાળા ફિલ્ટરમાં રીપેરીંગની જરૂરત હોવાથી ગુરુવારે એક દિવસ પાણી વિતરણ બંધ રહેશે, તેમ નગરપાલિકાની યાદી જણાવે છે. જેથી ગુરુવારે પાણી વિતરણ નહીં કરાય. ગુરુવારે મોરબીના 3 લાખ જેટલા નાગરિકોને પાણી નહીં મળે શકે.
ડેમમાં શિફટીંગ કામગીરી થશે તો દરરોજ પાણી મળશે
આ બાબતે પાલિકા ચીફ ઓફિસર ગીરીશ સરૈયાએ જણાવ્યું હતું કે, અમૃતમ યોજના તળે નવી લાઈન નાખવાની કામગીરી ચાલી રહી છે. જેના જોઈન્ટની કામગીરી કરવાની હોવાથી એક દિવસનો પાણી કાપ મુકવો ફરજિયાત છે જેથી પાણી કાપ આપવમાં આવ્યો છે, તો ડેમ સાઈડ પર નવી પમ્પિંગ મશીનરી ગોઠવેલી છે, જે પાણી ભવિષ્યમાં ઉપયોગમાં લેવામાં આવશે તેમજ પાલિકા દ્વારા પાણી વિતરણ કામગીરી ડેમમાંથી પાણી માટે શીફટીંગ કામગીરી કરવામાં આવી રહી છે. આમ થતાં જ્યારે પાણીનું તળ નીચે ઉતરે ત્યારે મોરબીવાસીઓને પાણી વિતરણમાં મુશ્કેલી નહીં પડે અને દરરોજ પાણી મળી રહેશે.