- મોરબીમાં કેન્દ્રીય પ્રધાન મનસુખ માંડવીયાએ સભા ગજવી
- માદી અને રૂપાણીના હાથ મજબૂત કરવા બ્રિજેશ મેરજાને મત આપજોઃ માંડવીયા
- દેશના વિકાસમાં સહભાગી બનવા બ્રિજેશભાઈ ભાજપમાં જોડાયા છેઃ માડવીયા
મોરબીઃ કેન્દ્રીય પ્રધાન મનસુખ માંડવીયાએ પેટા ચૂંટણી શા માટે મહત્વની છે તે સમજાવ્યું હતું. આ ચૂંટણી મોરબીવાસીઓ માટે ભલે પેટા ચૂંટણી હોય પરંતુ દેશ અને ભાજપ માટે બહુ મહત્વપૂર્ણ છે. બ્રિજેશભાઈ જયારે રાજીનામું આપવાનું નક્કી કર્યું હતું, ત્યારે બ્રિજેશભાઈનો સંપર્ક કરી તેને પૂછ્યું હતું કે શું તમે નરેન્દ્ર મોદીના હાથ મજબુત બનાવવા માંગો છો દેશના વડાપ્રધાન જે પાડોશીને આંખ પણ બતાવી શકે છે અને એર સ્ટ્રાઈક કે સર્જીકલ સ્ટ્રાઈક કરવાની પણ હિમત ધરાવે છે. દેશના વિકાસમાં સહભાગી બનવા બ્રિજેશભાઈ ભાજપમાં જોડાયા છે. જેઓ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને વધુ મજબુત બનાવી ભારતને પરમ વૈભવના શિખર સુધી પહોંચાડવા કટિબદ્ધ છે.
પેટા ચૂંટણીનું મહત્વ પણ એટલું જ છે કારણ કે લોકસભામાંથી ખરડો પસાર થયા બાદ રાજ્યસભામાંથી મંજૂર કરાવવો પડે છે અને રાજ્યસભા સાંસદ ધારાસભ્ય ચૂંટી મોકલે છે. જેથી મોરબીની જનતા બ્રિજેશભાઈ મેરજાને વિજયી બનાવી વડાપ્રધાન નરેન્દ્ર મોદીના હાથ મજબુત બનાવવા હાકલ કરી હતી અને મતદારો ભાજપ ઉમેદવારને જંગી લીડથી વિજયી બનાવે તેવી અપીલ કરી હતી.